________________ સૌરાષ્ટ્રનો ઇતિહાસ માણેક અને ખેતીનાં બહુમૂલ્ય આભૂષણે અને અલંકારો પણ બનતાં ધેડાને સામાન ફૂવાર અને કાળી રુંવાટીનાં ચામડામાંથી બનાવવામાં આવતું. હાથીદાંતની પણ નાના પ્રકારની વસ્તુઓ બનાવવામાં આવતી. વૈદરાજે અમ્બર, કેસર અને કસ્તુરીમાંથી અમૂલ્ય દવાઓ બનાવતા. પશુપાલન : ઘેડા, ઊંટ, ગધેડાં, બકરાં, ઘેટાં, ગાય અને ભેંસને બહેળા પ્રમાણમાં ઉછેર થતું. અહીંના ઘોડાએ પદદેશ જતા. હાથીએ પણ રાજાએ પુષ્કળ પ્રમાણમાં રાખતા. જંગલી જાનવરમાં સિંહ, વાઘ, દીપડા, ગેંડા, મગર, હરણ, સાબર, વગેરે બહુ હતાં. તેનો શિકાર કરી તેનાં ચામડાંને પણ ઉદ્યોગ થતો. સૌરાષ્ટ્રમાં સોનાની ખાણે હતી. સમુદ્રમાંથી મોતી પણ નીકળતાં તથા માંગરોળ અને સીલ આગળ પરવાળાં નીકળતાં. તે ઉપરાંત ત્રાંબા-પિત્તળનાં વાસણ, જરીનું કામ, રેશમ, કિનખાબ અને રંગાટ તથા વણાટને માટે વેપાર હતે. મચ્છીમારે પણ પિતાને ધંધે સમુદ્ર તેમજ નદીઓમાં કરતા. ખેતીવાડી પણ આગળ વધી હતી. વાડીઓ હતી. નાગરવેલનાં પાન થતાં. શાકબકાલ દરેક પ્રકારનું થતું. અનાજ, નાળિયેર, કેરી, કેળાં, પપૈયાં, લીંબુ વગેરે ફળ વિપુલ પ્રમાણમાં થતાં.* પ્રજાવર્ગ : ખેડૂતે, આહિર, કણબી (કુમ્બિક) તથા કેળી હતા. જમીનદારે બહુધા રજપૂત હતા. કાઠીઓ, ખસિયા, ખાંટ, વગેરે રજપૂતેમાંથી ઊતરેલી અથવા તેની સાથે સંબંધ રાખનારી જાતિઓના હતા. નાગરે, બ્રાહ્મણે પણ ગિરાસદાર હતા. નાગરે : નાગરે વિદ્વાન હતા, યુદ્ધવીર પણ હતા. મંત્રીઓ બહુધા વાણિયા તથા નાગરે હતા. મહીધર, શ્રીધર, મહીધર બીજે, નાગડ, હીરસિંહ, માધવ, લુલ, ભાભ, વગેરે નામે આપણે ત્યાં છે. પંડિત નાનક, સોમેશ્વર વગેરે વિદ્વાન હતા. પ્રશસ્તિકા અને કવિઓ પણ તે જ્ઞાતિમાં થયા છે. 1. આરબ પ્રવાસી (રસમાળા ભાષાંતર). 2. આલેચના ડુંગરમાં સેનાની ખાણ હતી : કેપ્ટન મેકમન્ડેના આધારે કર્નલ વોટસન. 3. હજી નીકળે છે–જામનગર પાસે. 4. સોઢડીવાવનો શિલાલેખ (આગળ છે તે). 5. આહિર માટે જુઓ પ્રાચીન શિલાલેખ (આગળ છે તે)કુટુમ્બિક માટે રાસમાળા ભાષાંતર, ભીમદેવ ૧લે તથા વલ્લભીનાં દાનપત્રો.