________________ ગુજરાતના સુલતાને બહાદુરશાહ : પરંતુ મુઝફફરને વઝીર ખુદાવંદખાન અને સિકંદરના બનેવી ફત્તેહખાને એકત્ર થઈ તેની સત્તાનો વિરોધ કર્યો, અને ઉત્તર હિંદમાં રહેતા મુઝફફર બીજાના દ્વિતીય પુત્ર બહાદુરશાહને અમદાવાદ આવી સલ્તનતનું સ્વામિત્વ લેવા આમંત્રણ આપ્યું. બહાદુરશાહ વિશ્રાંતિ પણ લીધા સિવાય દમદમ ચાલી જુલાઈ માસમાં પાટણ પોં. ત્યાં તેણે પિતાનો રાજ્યાભિષેક કરાવ્યું. પાંચ દિવસમાં તે ત્યાંથી અમદાવાદ પહોંચ્યું અને તરત જ ચાંપાનેર જઈ વિરોધી ઉમરાને તેણે દેહાંત દંડની શિક્ષા કરી. બહાદુરે તે પછી રાજ્યવંશના દરેક શાહજાદાને ફાંસી કે ઝેરના પ્યાલાની બક્ષિસ આપી અને ગુજરાતને તે નિષ્કટક સુલતાન બન્ય. સૌરાષ્ટ્રમાં બળ : ગુજરાતના તાજ માટે ખૂનોની પરંપરા ચાલી હતી અને સર્વત્ર અંધાધૂંધી ફેલાઈ હતી તે સમયનો લાભ ઉઠાવી મલેક અયાઝના પુત્ર મલેક ઈશાકે બળવે કર્યો. સૌરાષ્ટ્રના પરાધીન રજપૂત રાજાઓને તેમજ કેટલાક બીજા અમીને પક્ષમાં લઈ તેણે એક મોટું સૈન્ય સજજ કરી દીવ હસ્તગત કરવા પ્રયાણ કર્યું. ત્યાં આગા મહમદ કે જે તેના પિતાના કાળમાં નૌકાસૈન્યાધિપતિ હતે * તેણે યુદ્ધ આપ્યું. તેમાં ઈશાક હાર્યો અને તેના હિંદુ ઠાકર મિત્રે પૈકી ઘણા માર્યા ગયા. મલેક ઈશાકનો અંત : (ઈ. સ. 1526) આવા ચિંતા ઉત્પન્ન કરે તેવા સમાચાર મળતાં બહાદુરશાહ ખંભાત હતું ત્યાંથી ગુંદી, ધંધુકા, રાણપુર અને જસદણ માગે વસાવડ આવ્યું, અને ત્યાંથી દેવળી જઈ ત્યાં મુકામ કર્યો. ત્યાં તેને ખબર મળ્યા કે મલેક ઈશાક ઉત્તર તરફ ભાગી ગયેલ છે અને કચ્છનું રણ ઓળંગવા જતાં મેરબીના થાણદાર તુઘલગખાને તેને હરાવ્યા છે. આથી બહાદુરશાહે તેના સેનાનીઓને તેને પકડવા મેકલ્યા. ઈશાક કે રજપૂત ઠકરાતમાં આશ્રય લઈ રહ્યો હતે; પણ સુલતાનની આજ્ઞાથી તેને પકડી, મારી નાખવામાં આવ્યું. બહાદુરશાહ દીવમાં: ત્યાંથી બહાદુરશાહ માંગરોળ, ચોરવાડ અને પ્રભાસપાટણ થઈ કેડીનાર ગયે, કેડીનારમાં અમુક કાળ વ્યતીત કરી ત્યાંથી દેલવાડા ગયે. દેલવાડામાં મલેક અયાઝના બીજા પુત્ર મલેક તુઘાને આવી નજરાણું કર્યા અને સુલતાને દીવનું થાણું કવામ-ઉલ-મુલ્કને તથા જૂનાગઢનું થાણું મુજાહીદખાન 1. ફત્તેહખાન સિંધને શાહજાદો હતો.