________________ 258 સૌરાષ્ટ્રને ઇતિહાસ પરદેશી રાજ્યને તેણે ગુજરાતના કિનારા પર પગપેસારો કરવા દીધું નહિ, એટલું જ નહિ પણ સૌરાષ્ટ્રના સમુદ્રવ્યાપારને તેણે ઘણું જ પ્રોત્સાહન આપ્યું. સૌરાષ્ટ્રના નાવિકે પૃથ્વીના બંદરે બંદરે ઘૂમી વળ્યા. “કેમેન્ટરીઝ ઓન આબુક”ના વિદ્વાન લેખકે લખ્યું છે કે : કેચીનથી મલાકા જતાં સિલેન પાસે કેટલાંક દેશી વહાણે તેણે પકડયાં. તે પછી તેને જણાયું કે તે ગુજરાતી વહાણે હતાં. તેથી તે ઘણે જ ખુશ થયે. તેને થયું કે તેની મુસાફરી સફળ થશે, કારણકે ગુજરાતીઓ આ પ્રદેશમાં ઘણા જ મેટા પાયા પર વેપાર ખેડે છે. તેથી તેઓનું સમુદ્રયાનનું જ્ઞાન બીજી કઈ પણ પ્રજા કરતાં વિશેષ છે.” - સમુદ્રસત્તાની મર્યાદા : મલેક અયાઝના સમયમાં ગુજરાતના સુલતાનની મુદ્રમર્યાદા બેરાપાટન (Barapatan) અર્થાત્ પ્રભાસપાટણથી માહિમ સુધી એટલે 130 લીગ હતી તેમ પણ તે જ લેખક કહે છે. જે રાજાનું નૌકાસૈન્ય પ્રબળ હોય અને જેનું સમુદ્ર પર સ્વામિત્વ હોય તેની રૈયત આવાં સમુદ્રયાન અને વ્યાપાર કરી શકે તે નિર્વિવાદ છે. સુલતાનના સમયમાં ગુજરાતના રાજ્યનું સમુદ્રો પર જે સ્વામિત્વ અને જે ' અધિકાર હતું તે તે પછી કદી થયે નહિ. સુલતાન મુઝફફર ઈ. સ. ૧૫૨૬ના એપ્રીલમાં ગુજરી ગયે. સુલતાન સિકંદર તથા સુલતાન મહમદ બીજે ઈ. સ. ૧૫૨૬થી ઈ. સ. 1526 સુલતાન બહાદુરશાહ ઈ. સ. ૧૫૨૬થી 1537 સુલતાન સિકંદરનું ખૂન ઈ. સ. 1526 : સુલતાન મુઝફફરખાનના મૃત્યુ . પછી તેના જયેષ્ઠ પુત્ર સુલતાન સિકંદરે ગુજરાતને કાંટાળો તાજ પિતાના શિરે મક. પણ હજુ છ માસ તેને રાજગાદી પર ન થયા ત્યાં ઈમાદ-ઉલ-મુલ્ક નામના તેને વિશ્વાસુ સરદારે ચાંપાનેરમાં તેનું ખૂન કર્યું. મહમદ બીજો : ખાલી પડેલી ગાદીએ મહૂમ સુલતાન મુઝફફરના કનિષ્ઠ અને બાલક પુત્રને ગાદીએ બેસાડી તેને મહમદ બીજા તરીકે મે માસમાં રાજ્યાભિષેક કરી ઈમાદ-ઉલ-મુલ્ક પતે સર્વ સત્તા હસ્તગત કરી. 1. એ હીસ્ટ્રી ઓફ ગુજરાત : પ્રો. કેમીસેરીયેટ,