________________ 256 સૌરાષ્ટ્રનો ઈતિહાસ કરવા ફરજ પાડી. કુદરતી રીતે ખાડીના ફરી વળતા પાણીમાં વહાણોને સારે આશ્રય મળે તેમ હતું. તેથી પોર્ટુગીઝોએ તેમની આંખમાં દીવને ઘાલ્યું; ઈ. સ. ૧૫૧રના ડિસેમ્બર માસમાં ટ્રીસ્ટાઓ ડેગા નામને એલચી ગવાથી મુઝફફરના દરબારમાં આવ્યો. તેણે અમલ્ય નજરાણાં ભેટ ધરી સુલતાન પાસેથી દીવમાં પોર્ટુગીઝ રૈયતના રક્ષણાર્થે કિલ્લે ચણવાની રજા માગી. પોર્ટુગીઝાની માગણી : આ અરજ સુલતાને નામંજૂર કરી અને બીજી માગણી કરવા માટે વિચાર કરવા જણાવ્યું સુલતાનને એલચી દીવમાં ઈ. સ. ૧૫૧૩માં આબુકર્ક મલેક અયાઝના મોકલેલા એલચીનું ગોવામાં ઘણું જ સારું સ્વાગત કર્યું અને પોર્ટુગીઝ શકિત અને સામર્થ્ય શું છે તેને ખ્યાલ આપવા તેના હથિયારો અને લડાઈની અન્ય સામગ્રી વગેરે બતાવ્યાં. પાટુગીઝોના સુલતાનની કૃપા મેળવવા માટેના પ્રયાસ: ઈ. સ. ૧૫૧૩ના ઓગસ્ટ માસમાં આદન ઉપર નિષ્ફળ ચડાઈ કરી આબુકર્ક પાછો વળ્યો ત્યારે તે દીવમાં રૂકાયો અને ત્યાં વિક્ય અર્થે માલ પણ મૂકતે ગયો. અયાઝે તેનું ભાવભીનું સ્વાગત કર્યું. આબુકર્ક ફરના મારટન ઇવાન્ગલે નામના કારકુનને મકી પાછા મેવા ગયો. આ કારકુનનું કામ માલ વેંચવાનું ન હતું પણ વાસ્તવમાં જાસૂસીનું હતું. તેણે દરરોજની હકીક્ત દર્શાવતા રિપોર્ટ આબુકર્કને પહોંચતા કરવા માંડયા અને એક રિપોર્ટમાં દર્શાવ્યું કે કેરેના રાજાનું વહાણ આવ્યું છે. તેણે અમદાવાદ અને બીજાપુરના સુલતાનને ક્રિશ્ચિયને સામે યુદ્ધ જાહેર કરવા સમજાવવા ધાર્યું છે. તે ઉપરથી મલેક અયાઝ કીમતી ભેટસોગાદે, ઘડાઓ વગેરે લઈ સુલતાન પાસે જવાનું છે તેમજ આબુકકે ભેટ આપેલી અમૂલ્ય તવાર પણ સુલતાનને નજર કરવા સાથે લઈ જવાનું છે, વગેરે. આ સમાચાર મળતાં જ આબુકે આકર્ષક અને અમૂલ્ય નજરાણાં લઈને એક વગદાર મંડળને સુલતાન પાસે મોકલવા તૈયાર કર્યું, પણ ઈ. સ. ૧૫૧૫માં આબુકર્કને પોર્ટુગલ પાછે બોલાવી લીધું અને દીવમાં કિલ્લો બાંધવાની આજ્ઞા સાથે ડીએગો લેપીઝ ડ’ સીકવેરાને ગવર્નર તરીકે નીમી મેકલ્ય. 1, તે સાથે બીજી બે શર્તે કરેલી. (1) ગુજરાતે તેના માલને ગોવામાં જ નિકાસ કરવો. (2) રમી (ઈટાલીયન) અગર તુક લેકેને ગુજરાતના રાજ્યમાં રાખવા નહિ. (એ હીસ્ટ્રી ઓફ ગુજરાત : પ્રે. કેમીસેરીયેટ.) 2. આ સમાચાર આબુકક દીવથી પાછો ગયો ત્યારે તેને મળ્યા. તેથી અયાઝ ઉપર તે ગુસ્સે થયે.