________________ ગુજરાતના સુલતાને 255 ચિતડ ઉપર ચડાઇ ઈ સ. 1522 : અયાઝની સત્તા તેડવા માટે મુઝફફરે તેની સરદારી નીચે ઈ. સ. ૧૫૨૧ના જાન્યુઆરીમાં એક બળવાન સૈન્ય ચિતેડમાં રાણુ સંગ્રામસિંહ સામે મેકવ્યું. આ સન્ય સાથે માળવાને સુલતાન મહમદ ખીલજી જોડાયે. સંયુક્ત સૈન્યએ ડુંગરપુર તથા વાંસવાડા જીતી, તેને નાશ કર્યો, પણ મદેસર પાસે બન્ને પક્ષોમાં અંદર અંદર ખટરાગ થતાં મલેક અયાઝે રાણુ સાથે સંધે કરી. આ નામેશીભરી સંધિને કીવામ-ઉલ-મુલક અને માળવાના સુલતાન મહમુદ , ખીલજી, જે તેની સહાયમાં હતા, તેમણે વિરોધ કર્યો; પરતું કેઈનું ચાલ્યું નહિ અને મલેક અયાઝ સંધિ કરીને અમદાવાદ પાછો ફર્યો. સુલતાનના રેષને પાર રહ્યો નહિ, પરંતુ અયાઝ જેવા બળવાન સરદારને શિક્ષા કરવા તેની હિમ્મત ચાલી નહિ. તેણે અયાઝને સેરઠમાં પાછા જવા આજ્ઞા કરી. - દીવ : દીવ સોરાષ્ટ્ર દ્વીપકલ્પના દક્ષિણ કિનારે આવેલું છે. સમુદ્રના ચારે તરફથી ફરી વળેલાં પાણીથી તે રમણીય અને સુંદર દેખાય છે. દીવ અત્યારે પોર્ટુગીઝ સરકારની સત્તા નીચે છે, પણ તે સૌરાષ્ટ્રનો જ એક ભાગ છે. તેનું મહત્ત્વ સુલતાના જમાનામાં જ વધી ગયું હતું, તેથી તેની ટૂંકી તવારીખ અત્રે અસ્થાને નથી. દીવ દ્વીપને અપભ્રંશ છે. આ બેટનો વિસ્તાર પચ્ચીસ ચોરસ માઈલને છે. ચારે તરફ પાણીથી વીંટળાયેલા આ દ્વીપ ઉપર કુદરતે પણ કૃપાની વર્ષા વરસાવી છે. દક્ષિણે ઉદધિરાજ ગર્જના કરી રહ્યો છે; ઉત્તરે ઊંડા પાણીવાળી ખાડી સોરાષ્ટ્રના કિનારાને જુદે પાડી રહી છે; ચારે કોર ખારું જળ હોવા છતાં દીવમાં પુષ્કળ ફળફળાદિથી લચેલાં વૃક્ષ, લીલી વાડીઓ અને મીઠા પાણીના કૂવાઓ છે. કુદરતે રમણીય બનાવેલા આ સ્થાનને મનુષ્યએ પિતાની બુદ્ધિ અને શક્તિ પ્રમાણે શણગારેલું છે. જાલંધરને પરાજિત કરવા વૃંદાનું સતીત્વ ભંગ કરતાં વિષ્ણુને વૃંદાએ અહીં જ શાપ આપે હતો. તે પુરાણની ગાથા છે. વિક્રમની પ્રથમ સદીમાં પણ તે સૌરાષ્ટ્રનું એક અંગ હતું. આઠમી સદીમાં અહીં ચાવડા રજપૂતનું રાજ્ય હતું. અગ્યારમી સદીના અંતમાં વાઘેલાઓએ આ બેટ જીતી લીધો અને ઈ. સ. ૧૭૩૦માં મુસલમાનોએ દીવ સર કર્યું. ત્યાર પછી સુલતાન મહમુદ બેગડાના સમયમાં મલેક અયાઝે તેને પિનાનું મથક બનાવ્યું અને નૌકાસૈન્યના થાણા તરીકે તેને બળવાન બનાવી, ત્યાં કિલ્લો બાંધ્યો. આંતરરાષ્ટ્રીય વિગ્રહ કરી શકે તેવું ગુજરાતનું પ્રથમ અને પ્રબળ નૌકાસૈન્ય ત્યાં સ્થપાયું. પિોર્ટુગીઝ એલચી સુલતાનના દરબારમાં : અગાઉ જોયું તેમ પોર્ટુગીઝોએ મિસરના નૌકાસૈન્યના દીવમાં ભુક્કો કાઢયા અને મલેક અયાઝને તેમની સાથે સંધિ 1. મલેક અયાઝે મતભેદના કારણે સંધિ કરી ન હતી, પણ રણ સંગનાં સૈન્યએ તેને શિકરત આપી હતી (ઉદયપુર રાજ્ય કા ઇતિહાસ : ગૌ. હી. ઓઝા) રાસમાળા ભાષાંતર.