________________ સૌરાષ્ટ્રનો ઈતિહાસ કચ્છના જામ હમીરજીને મારી તેનું રાજ્ય તેના ભાયાત બારાના જામ રાવળજીએ લઈ લીધું. તે ઉપરથી જામ હમીરજીના કુવર ખેંગારજી પિતાના ભાઈ સાહેબજી સાથે અમદાવાદ ગયા. ત્યાં શિકારમાં મહમુદને ખુશ કરતાં સુલતાને તેમને રાવને ઇલકાબ આપે અને સૈન્ય આપ્યું. તેની સહાયથી તેણે સંવત ૧૫૫૬માં જામ રાવળજી પાસેથી કચ્છ પુનઃ પ્રાપ્ત કર્યું અને જામ રાવળજી સૌરાષ્ટ્રમાં આવ્યા. નૌકાવિગ્રહ : કેરોના સુલતાન અને પિગી પરસ્પર ઈષ્યની આગમાં સળગી રહ્યા હતા. તેથી મહમુદનાં જલર્સ સાથે સહકાર કરી પર્ટુગીઝાની સત્તા તેડી પાડવા તેણે એક નૌકાસૈન્ય તૈયાર કરી અમીર હશેન નામના સરદારને મોક . તે દીવ આવ્યા અને ત્યાં મલેક અયાઝને મળે. અયાઝનાં તથા કેરેનાં સંયુકત સૈન્યએ મુંબઈ પાસે આવેલા ચોલના બારામાં પોર્ટુગીઝેને શિકસ્ત આપી. પણ પિોર્ટુગીઝ વાઈસરોય લિમીડાએ એક પ્રબળ નૌકાસૈન્ય લઈ દીવ ઉપર ચડાઈ કરી. ઈ. સ. ૧૫૦૯ના ફેબ્રુઆરીમાં દીવની ખાડીમાં યુદ્ધ થયું. તેમાં મિસરને કાફ નાશ પામે. મલેક અયાઝે લાચાર થઈ યુદ્ધમાં પકડેલા પિોર્ટુગીઝ કેદીઓ પાછા સેંપી દઈ સંધિ કરી.૨ મહમુદનું મૃત્યુ : સુલતાન મહમુદે આ યુદ્ધ પછી પિડુગીઝ સાથે સુલેહ કરવાની પ્રવૃત્તિ કરી; પણ ઈ. સ. ૧૫૧૧માં તે બીમાર પડશે અને ત્રણ માસની માંદગી ભેગવી તે જ વર્ષમાં નવેમ્બરની ૨૩મી તારીખે 67 વર્ષની વયે 53 વર્ષ રાજ્ય ભેગવી ગુજરી ગયો. સુલતાન મુઝફફર બીજે : ઈ. સ. ૧૫૧૧થી ઈ. સ. 1526. ખલીફખાન ઉર્ફ મુઝફફર બીજ ગાદીએ : ખલીલખાન તરીકે સૌરાષ્ટ્રની સૂબાગીરી ભેગી ગયેલે સુલતાન મુઝફફર, તેને પિતા ગુજરી ગયા ત્યારે વડોદરામાં હતું. ત્યાંથી તેને મહમુદના મૃત્યુના ખબર મળતાં તેને દફન કરવા સમયે તે આવી પહએ. તેના શાંત અને ઉમદા પ્રવાસના કારણે તેણે હલીમનું ઉપનામ પ્રાપ્ત કર્યું. મલેક અયાઝ : મલેક અયાઝે સુલતાન મહમુદનું મૃત્યુ થતાં ઘણું જોર * પકડયું. પિતે ફેઝદાર હતા, છતાં તે સર્વસત્તાધીશ હાકેમ થઈ પડે. સુલતાનની સત્તા તે માત્ર નામની જ રહી. અયાઝનું મુખ્ય મથક જૂનાગઢ હતું, છતાં ત્યાં તાતારખાનને રાખી પિતે દીવમાં જ રહેવાનું રાખ્યું. 1. જામ રાવળને વિગતવાર ઇતિહાસ આગળ આપવામાં આવ્યો છે. 2. એ હીરપટ્ટી ઓફ ગુજરાત પ્રા. કામસેરીટઃ પોર્ટુગીઝ લેખકોને આધારે.