________________ ગુજરાતના સુલતાને 253 ઉઘાડા મેદાનમાં લડી મૃત્યુને ભેટવાનું પસંદ કર્યું. જ્યારે હમીરજીએ વેગડાને કિલ્લામાં આવવાનું કહ્યું ત્યારે તેણે કહ્યું કે “હું વેગડે બારીમાં કેમ પેસી શકું? વેગડ તથા હમીર બને આ યુદ્ધમાં ખપી ગયા. તેની સાથે જેતપુરના એભલને પુત્ર ચાંપાવાળો પણ મરાય. સોમનાથને ધ્વંસ થયે અને મહમુદની સેના અપાર લૂંટ કરી, હિંદુઓની કતલ કરી, તેમની સ્ત્રીઓને કેદ પકડી પાછી વળી. - મલેક અયાઝ : ઈ. સ. ૧૫૦૫માં મલેક અયાઝની સૌરાષ્ટ્રના સૂબા તરીકે નિમણુક થઈ. તે સમયે દીવની અગત્ય વધતી જતી હતી, જળસૈન્ય સ્થાપી સમુદ્રોનું સ્વામિત્વ મેળવવાની મહમુદની મુરાદ હતી. તેથી જળસૈન્યના અનુભવી તરીકે અયાઝ નિમાય. દીવમાં : મલેક અયાઝે પિતાનું થાણું જૂનાગઢમાં ન રાખતાં દીવમાં રાખ્યું. ત્યાં તેણે કિલ્લો બંધાવ્યો (જે પાછળથી પિોર્ટુગીઝેએ ફરી બંધાવ્યું છે) અને પાણી નીચેના ખડક ઉપર મિનારે ઊભે. કરી, તેની અને કિલ્લાની દીવાલે વચ્ચે લોઢાની સાંકળી બાંધી સાંકળકેટ બાંધે, જેથી કઈ ફિરંગી વહાણ અંદર આવી શકે નહિ. તેનું ધન : મલેક અયાઝે જલસૈન્યને પિતાના અધિકારમાં લાવી સમુદ્રનું સ્વામિત્વ મેળવ્યું અને તે સાથે દેશપરદેશના અઢળક ધનને પણ તે સ્વામી થયે. કચ્છ : આ પ્રકરણ સંપૂર્ણ કરતાં પહેલાં કચ્છના ઇતિહાસનું એક રસિક પાનું નેધવું જરૂરનું છે. 1. વેગડો એટલે મોટાં શીંગડાંવાળો બળદ. વેગડ વડ ઝુંઝાર, ગઢ-બારીએ ગયે નહિ, સિંગ સમારણ હાર, અંબર લગી અડાડિયાં.” 2. અંતર અજંપે જુધે તેય, કે ફરશે ચંપે ફેર ફુલવાડીએ એભલ રાઉત. પ્રભાસમાં હજી પણ હમીરજી લાઠિયા તથા વેગડા ભીલની ખાંભીઓવાળી દેરીઓ છે. 3. મલેક અયાઝ જન્મથી રશિયન હતું. એ તેને પકડી, ગુલામ બનાવી, કેન્સ્ટન્ટનેપલમાં વેં, અને ત્યાંથી દમી તરફ આવતા વેપારીઓ તેને લઇ આવ્યા. આ ગુલામ ઘણે જ દેખાવડો અને બહાદુર હોવાથી એક અમૂલ્ય વસ્તુ તરીકે વેપારીઓએ સુલતાન મહમુદને તેની ભેટ આપી. સુલતાન મહમુદે તેને પિતાની સાથે રાખવા માંડશે. તેમાં એક દિવસે શિકારમાં બાજ પક્ષી સુલતાન ઉપર પડતું હતું. તેને તેણે સમયસૂચકતા વાપરી વીંધી નાખ્યું; તેથી તેને મુકત કર્યો. થોડા સમયમાં તેને મલેકને ઇલ્કાબ આપી અમીર બનાવ્યા. (પિર્ટુગીઝ લેખના આધારે, પ્રો. કમસેરીયેટ)