________________ 250 સૌરાષ્ટ્રને ઇતિહાસ બેગડે કહેવાયો. પણ જો તેમ હોત તે “ગઢાનામ પ્રચલિત થાત, પણ બેગડો પિતાની મૂછ શીંગડા જેવી મોટી અને ઊંચી રાખતે. તેથી વેગડે એટલે ઊંચાં શીંગડાવાળા બળદ ઉપરથી બેગડે કહેવાયે. - વનમાં જંગલી દશામાં રખડતાં ઢોરને વેગડ કહેવામાં આવે છે. મહમુદ તેનાં ઝનૂની કૃત્યોથી વેગડ કે વેગડે કહેવાવો હોય. સિકંદર નામનો ઇતિહાસકાર લખે છે કે “ખુદાને ખબર કે તે બેગડે કેમ કહેવાય?” દાવર-ઉલ-મુલકઃ ઉત્તર-પશ્ચિમ સૌરાષ્ટ્રમાં આમરણમાં પણ મહમુદે થાણું નાખી, ત્યાં ફોજદાર તરીકે દાવર-ઉલ-મુલકને રાખી, તે ભાગના હિંદુઓ ઈસ્લામ ધર્મ અંગીકાર ન કરે તે ત્રાસ આપીને પણ તેમને ઈસ્લામ ધર્મમાં લેવાની તેને આજ્ઞા આપી.૨ દાવર-ઉલ-મુલકને અંત : ઈ. સ. 1475 : દાવર-ઉલ-મુલ્ક થયું રાખી ઝાલા, પરમાર વગેરે રજપૂતે ઉપર એટલે જુલમ ગુજાર્યો કે રજપૂતે ઘરબાર છોડી અહીંતહીં નાસી છૂટયા અને કંઇક રજપૂતનાં કુટુંબે રઝળી ગયાં, કંઇક સ્ત્રીઓને મુસ્લિમ સાથે પરણાવી દીધી. આ અસહ્ય દુઃખના કારણે એક દેદા રજપૂતે દાવરઉલ-મુલ્કનું તા. 21 માર્ચ, ૧૪૭૫ના રોજ ખૂન કર્યું છે દાવલશા પીર : દાવર-ઉલ-મુલ્ક એક પવિત્ર સંત અને સેનાપતિ હતે. તેને આમરણમાં જ દફનાવવામાં આવ્યો, જેને આજે પણ લોકે દાવલશા પીર કહી પૂજે છે અને માનતા માને છે.” 1. એ હીસ્ટ્રી ઓફ ગુજરાત, પ્રો. કેમીસેરીયેટ. 2. આ દાધર-ઉલ-મુલ્કનું મૂળ નામ અબ્દુલ લતીફ હતું. તે બેગડાને આશ્રય આપનાર તેના ઓરમાન પિતા સંત શાહઆલમને શિષ્ય હતા. બેગડાએ તેને સેનાધ્યક્ષ બનાવ્યા હતે; છતાં એ એટલી બધી પવિત્રતા પાળનારો અને સાધુચરિત હતો કે તેણે કેઇને પણ દુ:ખી ન કરવા માટે પ્રયત્ન કરેલા. ભજની ચડાઈમાં તેણે લશ્કરીઓએ ઊભા મોલ ચરાવી લેતાં તેમને ઠપકે આપેલ. આ દાવર-ઉલ-મુકે મેરો માણસ થતાં, તેને માણસે મળવા આવે. તેથી પાડોશીઓને અડચણ ન થાય તે માટે જુદું ઘર ગામ બહાર વસાવેલું. (મિરાતે અહમદી). 3. આ રજપૂતનું નામ દેદે હતું અથવા જાડેજા શાખાના મૂળ પુરુષો દેદજી, ગજણજી, એજી, વેણ તે પછીના દેદાજી હતા. દેદાજીએ દાવર-ઉલ-મુલ્કને મારી નાખ્યા. તેથી કહેવત કહેવાય છે કે : દુઆ દે દેદાને કે પીટી કીધો પીર. " 4. “મિરાતે અહમદી' પ્રમાણે આ સ્થળે મુખ્યત્વે કરીને દક્ષિણ અને માળવામાંથી હજારો માણસો માનતાએ આવે છે. આંધળાં, લુલાં, પક્ષઘાતી અને મહોતાજ ત્યાં આવે છે અને હેઠે તાળાં દઈને કે લેઢાની કડીઓ પહેરી માનતા ઉતારે છે. ત્યાં મોટો મેળો ભરાય છે. ગુજરાતી લેકે તે મેળાને “મેદની” કહે છે.