________________ 248 સૌરાષ્ટ્રને ઇતિહાસ પ્રસરતાં બેરી મુગલ નામને કઈ લૂંટારે સરદાર રાણીસર લૂંટવા આવ્યું. તેણે ગામ લુંટી, રળિયાને બાંધી, તેના કુટુંબકબીલાને પકડી, તેમને ગુલામ તરીકે વેંચવા લઈ ચાલ્યા. થોડે દૂર ચાલ્યા ત્યારે રળિયે અધી રાત્રે ઊઠી રેવા લાગ્યા. તેને પૂછતાં કહ્યું કે “મારું તમે બધું લૂંટી લીધું; પણ મારા પૂર્વજોને ખજાને તે બાકી છે. મારા માદળિયામાંથી ચિઠ્ઠી નીકળી છે તેમાં ઠેકાણું છે. તેથી લોભના માર્યા બારીએ કહ્યું કે, જે એક લાખ રૂપિયા આપ તે છેડી દઉં.” તેથી રળિયે પાંચસો માણસે લઈ ચાલ્યા. હળવદ પાસે ટીકરના રણમાં તેણે એક બેટ બતાવી કહ્યું કે, હવે દડા ઘેડાં, મારું ઠેકાણું આવ્યું. પ્રથમ રળિયાએ ઘડે હાંકે અને પાછળ મુસ્લિમે આવ્યા. રળિયે જાણીતું હતું, તેથી તે નીકળી ગયે; પણ સ્વારે ખેંચી ગયા. રળિયે ત્યાંથી વઢવાણ ગયા અને વાઘેલા રાજાની સહાય માગી. તેણે કહ્યું કે “તું મૂળીના પરમારની મદદ લઈ આવ, ત્યાં હું આવી પહોંચું છું.” લખધીરજી તે તૈયાર હતા. તેમણે તુરત જ પલાણ નાંખ્યા, બેરી મુગલને પકડે અને ઝપાઝપી થઈ. તેમાં લૂંટારાના ઘણા માણસો કપાઈ ગયા. આ બેરી મુગલ રાણીસરના બ્રાહ્મણની એક દીકરીને ઉપાડી પિતાના ઘડા ઉપર બેસાડી ભાગ્યે. લખધીરજી પાછળ પડયા અને હાથવેંતમાં લૂંટારાને પકડી પાડશે. બન્ને વચ્ચે યુદ્ધ થયું, પણ પિતાનું મૃત્યુ નજીક આવ્યું છે તેમ જાણું બેરીએ કટાર ઘા કર્યો. તેથી બને ઘેડા ભડકયા અને બન્ને દ્ધાઓ નીચે પડયા અને બાથંબથ આવ્યા. છેવટે બેરીને નીચે પછાડી લખધીરજી તેની ઉપર ચડી બેઠા ત્યારે બ્રાહ્મણની પુત્રીએ તેને કમર પરની કટારીની યાદી આપતી સંજ્ઞા કરી. તુરત જ લખધીરજીએ કટાર કાઢી લૂંટારુની છાતીમાં મારી, તેના પ્રાણ લીધા પણ મરતાં મરતાં મુગલે તેની કમરમાંથી છરે કાઢી લખધીરજીના પેટમાં બેસી દીધે. બન્ને સાથે પડયા. પરમારેએ ગઢવીને તથા તેના કુટુંબને મુક્ત કરી મુગલની છાવણ લૂંટી લીધી. મહમદનું સૌરાષ્ટ્રમાં સાર્વભૌમત્વ : આ પ્રમાણે મહમુદે દુદા ગોહિલ, રાહ માંડલિક, ભીમજી વાઢેલ, રાણજી ગોહિલ અને ભીમસિંહ ઝાલા જેવા સૌરાષ્ટ્રના વિર રજપૂતને પરાભવ કર્યો અને સૌરાષ્ટ્ર ઉપર સાર્વભામત્વ પ્રાપ્ત કર્યું. 1. આ નામને કાઈ અમીર કે સેનાપતિ બેગડાની ફેજમાં હતો નહિ. તે કઈ ભાગ્ય અજમાવવા નીકળેલા સૈનિકોમાંને હશે. મુગલો તે સમયે હજી હિંદમાં રાજકર્તા તરીકે આવેલા નહિ. તેથી કદાચ ચારણેએ મુસલમાન એટલા મુગલ ધારી લીધા છે. સરખા: “આવશે મુગલડાની ફેજ પાવા તે ગઢ ઘેરશે રે” - શામળ ભટ : “પાવાગઢને ગરબે.” 2, રાસમાળા ભાગ ૧લે.