________________ 246 સૌરાષ્ટ્રને ઇતિહાસ હાલાજી પરમાર : મળીમાં લખધીરજી પરમાર ગાદીએ હતા. તેના સમયમાં સિંધના જત લેકના એક મુખીની સુમરીબાઈ નામની પુત્રીનું સ્વરૂપ જોઈ ત્યાંના જામે પિતા સાથે તેનાં લગ્ન કરી દેવા દબાણ કર્યું, પણ જાતે ના પાડી. જામ જબરદસ્તીથી સુમરી સાથે લગ્ન કરશે તેવી બીકે તે તેના સત્તરસો જાત સાથે સિંધમાંથી ભાગી છુટયે. તેઓ મારવાડ-ગુજરાતમાં થઈ સૌરાષ્ટ્રમાં મૂળી ગામે આવ્યા. લખધીરજી સગીર વયમાં હતા તેથી પદમાં અને વયમાં નાના હતા. તેમ છતાં ઠાકોરે તેમને કયા અને પિતાને આશ્રયધમ જાણી તેમને આશ્રય આપે. સિંધના રાજાની બીકે તેઓ માંડવના ડુંગરમાં ભરાયા અને ઘેરાની વાટ જેવા લાગ્યા. અમુક દિવસે સિંધી લશ્કર આવી પહોંચ્યું. ભયંકર સંગ્રામ છે. તેમાં એક હજામે ખુટામણ કરી શત્રુઓને પીવાના પાણીને કૂવે બતાવી દીધું. તેમાં મુસ્લિમોએ ગાય મારી તેનું માથું નાંખ્યું. તેથી રજપૂતો માટે અન્ય માર્ગ રહ્યો નહિ. પરિણામે તેમણે આશ્રિતને નસાડી મૂકી સુલેહ કરી. શત્રુસળે ઠાકરના ભાઈ હાલેઅને તેઓ સુમરીને રજૂ ન કરે ત્યાં સુધી એળમાં લીધા. પણ સુમરી તે વાદ જઈ જીવતી દટાઈ ગઈ. હાલાજીને સુમરી રજૂ કરવાની શરતે સિંધમાં લઈ ગયેલ. પણ લખધીરજી અમદાવાદના સુલતાનની સહાય લઈ સિંધ ઉપર ચડયા અને હાલેજીને છોડાવ્યા. હાલેજ મુસ્લિમ સાથે રહેલા. તેથી લખધીરજીની સ્ત્રીએ તેને તિરસ્કાર કર્યો. તે ઉપરથી હાલેજી અમદાવાદ જઈ મુસલમાન થયા. મહમુદે પ્રસન્ન થઈ તેને તેના મામા રાણજીની રાણપુર વીસી ગિરાસમાં આપી. હાલેજીએ ત્રાંબાના પતરે રાણપુરને લેખ માગે, ત્યારે મહમુદે જવાબ દીધું કે “તમે મુસિલમ થયા છે તે ભુલાશે નહિ.” તેના વંશજો કસબાતી મલેક કહેવાયા. તેને નાનો ભાઈ મુસલમાન થયે. તેને બેટાદ ચોવીસી મળી; પણ પાછળથી તેઓ ધોળકા ગયા, જ્યાં તેના વંશજો છે. 1. વદમાં તેની કબર છે. 2. આ પરમારે માટે ઘણી જ ભળતી વાર્તા કહેવામાં આવે છે. તેમાં સત્યાંશ કેટલો છે તે સમજાતું નથી. - આ પરમારે ઈ. સ. ૧૪૭૦-૭૫ની વચમાં એટલે મહમુદ બેગડ સૌરાષ્ટ્રમાં હતા તે સમયમાં આ પ્રાંતમાં સિંધ તરફથી આવ્યા. તેમને સરદાર લખધીરજી હતા, તે ઈ. સ. ૧૪૮૨માં હયાત હતો તેમ વઢવાણુ તાબાના રામપુરા ગામની ૨કતાંબા (તાંબા) નામની વાવના લેખ પરથી જણાય છે. બીજા કથન અનુસાર પરમારો થરપારકરમાંથી આવી. થાન-ચેટીલામાં વસ્યા. તે પછી વઢવાણુના વીસલદેવ વાઘેલાને હાલ મૂળી છે ત્યાં બેસવા દીધા, અને ત્યાં રહેતી મૂળી રબારણના નામ પરથી મૂળી સ્થાપ્યું. (આ નામ પાડવાનું બીજું કારણ મૂળ સ્થાન પણ કહેવાય છે) તે સમયે સાયલામાં ચભાડ રજપૂત રાજ કરતા હતા. તેઓ શિકાર કરતા હતા ત્યાં ઘાયલ.