________________ ગુજરાતના સુલતાન 245 કૂવાને કેર : ઈ. સ. 1486 : મુસલમાનેએ ઝાલાઓની કતલ કરી, કુવામાં કહાણી કહેવા કેઈ રહ્યું નહિ. ઉજ્જડ સ્થાનમાં મૃતદેહાના ઢગલા ઉપર પગ દઈ મહમુદ પાછો ફર્યો. તે દિવસથી સૌરાષ્ટ્રમાં “કૂવાને કેરી એ કહેવત પ્રચલિત થઈ. રાણજી ગોહિલ : ઝાલાઓને જેર કર્યા પછી મહમુદ ગોહિલ તરફ તેની દષ્ટિ ફેરવી. રાણપુરનો રણજી ગોહિલ વીરપુરુષ હતો.' ચડાઇનાં કારણો : તેને જીતવા માટે મહમુદ લાગ શોધ્યા કરતો હતે. એવામાં એક મુસ્લિમ વૃદ્ધા અને તેનો પુત્ર મકકા જવાના માર્ગે રાણપુર રાત રહ્યાં. પ્રાત:કાલે પુત્રે આઝાન દીધી. તેથી બ્રાહ્મણોના કહેવાથી રાણજીએ તેને મારી નાખે. ડેસી સુલતાનના દરબારમાં ફરિયાદે ગઈસુલતાને રાણજીને જીતી તેને પકડી લાવવા સેનાપતિને આજ્ઞા કરી; પણ તે દિવસે જ પરણેલા ભંડારીખાન નામના સુલતાનના ભાણેજે આ તક તેને આપવા અરજ કરતાં, તેના આધિપત્ય ની સૈન્ય આપી તેને મહમુદે રાણપુર જીતવા મેક. ગુજરાતનું પ્રબળ સૈન્ય રાણપુર ઉપર ચડયું. રાણજી રજપૂતનાં શૌર્ય અને ગૌરવના પ્રતીક જે હતો. તેણે રાણપુર પાસે ભીષણ સંગ્રામ ખે. પણ રાણજી સુલતાનના બળવાન સૈન્ય સામે ટકી શકે નહિ. તેણે અને તેના રજપૂતોએ કેસરિયા કર્યા અને મુસ્લિમ સન્યની કતલ કરતાં કરતાં તેઓ કપાઈ ગયા. રજપૂતાણુંઓએ જોહર કર્યો અને રાણપુર ખાલસા થયું. 1. રાણજી ગોહિલની રાણી અને સુલતાન મહમુદની એક રાણી, બન્ને મારવાડના રાજાની કુંવરીઓ હતી. સુલતાના પિતાની બહેનને મળવા બોલાવી. રજપૂતાણું તેને મળવા ગઈ.' પણ બહેન મુસ્લિમ થઈ ગઈ હોવાથી તેની સાથે એક ભાણે જમી નહિ અને રાપર ચાલી ગઈ. તેથી સુલતાનાએ મહમુદના કાન ભંભેર્યા. મહમુદે દગાથી રાણજીને બોલાવી તેની પાસેથી એક દિવસે કટાર, બીજે દિવસે તલવાર તથા ત્રીજે દિવસે માદળિયું લઈ લીધાં અને રાણજીએ કાઢી મુકેલા એક નીચ નેકર સાથે રાણજીની રાણીને મોકલ્યાં અને તે આધારે રાણજીને તેના પતિ બેલાવે છે તેમ કહેવરાવ્યું. રાણજીની રાણીએ પતિની વસ્તુઓ જોઈ અને તેની ખાતરી થતાં વિશ્વાસ કરી તે અમદાવાદ તરફ ચાલી નીકળી. ત્યાં રાણજીને મળતાં જ રાણજીને થયું કે દગો છે. તેથી તે મૂંઝાયો. અહીં સુલતાને તેને પોતાની રાણીને પિતા પાસે મોકલવા ગેરવ્યાજબી દબાણ કર્યું ત્યારે સંકટ સમયે સહાય આપવા વચન આપેલી ઉમેટાના દુદા ચારરણની દીકરી રાજબાઈને રાણજીએ બેલાવી અને સુલતાન પાસે મોકલી. સુલતાન જે અડવા ગયો કે તુરત જ તે ભડકે થઈ ઊડી ગઈ અને અહીં રાણજી રાણપુર પહોંચી ગયો. 1. કઈ વૃત્તાંત પ્રમાણે બંને બહેને પોતાના પિયરમાં મળેલી. 2. રાણજીને તરસ લાગતાં ઉમેટા ગામે આવી તેણે આઈ પાસેથી પાણું માગ્યું. આઇએ બેઠે બેઠે હાથ ઘોડા સુધી લાંબો કરી પાછું આપ્યું. આઈનું સત્ જઈ રણુજી તેને પગે લાગ્યો અને જ્યારે રાજબાઈ પ્રસન્ન થયાં ત્યારે કહ્યું કે “ભીડ ટાણે આવજે.” (રાસમાળા ભાગ, 1)