________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ માંડલિકને મિત્ર હતો અને જૂનાગઢના પતનથી તે શરર્મિદે રહેતો. તેણે મુસ્લિમ સત્તાને ઉઘાડી રીતે અનાદર કર્યો અને મહમુદના સાર્વભૌમત્વને તેણે સ્પષ્ટ ઈન્કાર કર્યો. તેથી ખલીલખાન ફેજ લઈ તેના ઉપર ચડી ગયે. ખલીલખાનના સૈન્યને સેજપુર આગળ વાઘજીએ સખત હાર આપી તેના ઘણા માણસે કાપી નાખ્યા. તેથી તેણે અમદાવાદથી સુલતાનની સહાય માગી. સુલતાન મોટું સૈન્ય લઈ જાતે યુદ્ધે ચડયે, અને કુવા ઘેર્યું. ઝાલાઓ બહાદુરીથી લડયા. તેમના ભાયાતે આવી મળ્યા; પણ ઘેરે એ સખત થયે કે અનાજ પાણીની પણ તંગી પડવા માંડી. તેથી વાઘે છએ કેસરનાં છાંટણુ છાંટી કેસરિયા કર્યા અને તેની સાથેના રજપૂતાએ પણ તેમના નાયકનું અનુકરણ કર્યું. વાઘજી તેની રાણુંએને કહેતા ગયા કે “મારે ધ્વજ જુઓ ત્યાં સુધી જીવજો પછી દેહાંત કરજે.” વાઘજીએ અતુલ પરાક્રમ દર્શાવ્યું. તેણે સુલતાનની ફેજને કાપી નાખી અને અજિત મહમુદ પણ પાછો હઠયે. વાઘજી રણનાદ ગજવતે પાછો ફર્યો. ત્યાં ધ્વજધારકે થાકી જવાથી ધ્વજ નીચે મૂક્યું, જેથી ધ્વજ પડેયે જાણે વાઘજીની રાણીઓ તથા બીજી રજપૂતાણીઓ જીવતી સતી થઈ ગઈ. તે એટલે સુધી કે કલારિયાના સેલંકીની કુમારી કુંવરબા કે જેનું હજી વેવિશાળ કર્યું હતું તે પણ સતી થઈ. આ કરુણ દશ્ય જોઈ વિજેતા વાઘજી પાછો બહાર નીકળે અને દુશ્મનોને પડકારીને લડશે. તેનામાં શકિત ન હતી, દિલ ન હતું અને ભાગ્ય ન હતું. પરિણામે વિજયશ્રી મહમુદને વરી. વાઘજી પડે. 1. છત્રસાલ ઝાલાએ અહમદશાહ સામે યુદ્ધો કરેલાં હતાં. ( તેણે સુલતાનપુર નામનું ગામ પોતાના બીજા નામ ઉપરથી વસાવ્યું હતું.) તેને જયેષ્ઠ પુત્ર જેતસિંહ ગાદીપતિ થયો. બીજો પુત્ર રાધવદેવજી થયા. તેણે રામતળાવ હાલના વિઠ્ઠલગઢ પાસે ખોદાવ્યું. તેણે માળવામાં હોશંગ સુલતાનના દરબારમાં જઈ પરાક્રમ દર્શાવતાં, ત્યાં તેને જાગીર મળી. તે પ્રદેશ ઝાલાવાડ કહેવાયો. તેના વંશજો નરવરમાં છે. અમદાવાદના સુલતાનોએ ઝાલાઓને પાટડીથી ખસેડી મૂક્યા અને તેઓ કૂવા ગામે જઈ વસ્યા. જેતસિંહ પછી વનવીર ઈ. સ. 1460 સુધી ગાદીએ રહ્યો, જેની પુત્રી રાહ માંડલિકની બીજી રાણી હતી. તેની પાછળ તેને યુવરાજ ભીમસિંહ ઇ. સ. 1469 સુધી ગાદીએ રહો અને તેના પછી વાઘોજી નામને કુમાર ગાદીપતિ થયો. 2. આ વાત રાણપુરના હાલોજી માટે પણ કહેવાય છે. તેમાં વજધારક પાણી પીવા વાવમાં ઊતરતાં દવજ નીચે મૂક, તેવો પાઠ છે. 1. “મિરાતે સિકંદરી” તથા “તમ્બાકાતે અકબરી'. 2. કેટલાકના કહેવા પ્રમાણે તે તેના પુત્ર ભીમની કુંવરી હતી.