________________ ર૪૯ ગુજરાતના સુલતાને મહમુદે તેની ધારેલી ઉમેદ બર આવેલી જોઈ સૌરાષ્ટ્રના પવિત્ર ચડાસમા, પરમાર અને બીજાં કુટુંબમાં ઈસ્લામને પ્રચાર કરી, તેઓને મુસલમાન બનાવ્યા અને સોમનાથ, દ્વારકા, ગિરનાર, થાન અને બીજા કેટલાંયે સ્થળનાં દેવમંદિરોને નાશ કરી ત્યાં મજીદ બનાવી. ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સૌરાષ્ટ્રમાંની તમામ સત્તાઓને કચડી નાંખી તેણે પોતાનું સાર્વભૌમત્વ સ્થાપ્યું, ઊંચા કુળની રજપૂતાણીઓને રાણીઓ બનાવી અને ગુજરાતમાં ઇસ્લામ ધર્મને પાયે દઢ એને મજબૂત કર્યો. મુસલમાન સામે કોઈને ઊંચી આંખ કરવાની પણ હિમ્મત રહી નહિ. મંદિરના ઘંટનાદ બંધ થયા તેને બદલે હવે મજીદની બાંગે સંભળાવા માંડી. સમૂહબળ છતાં સહકારના અભાવે હિંદુઓ હણાયા અને ઊગતા રવિ જે સુલતાન મહમુદ તેની શક્તિ, સામર્થ્ય, ઐશ્વર્ય અને પ્રભાવથી હિંદુઓને આંજી રહ્યો. પાંચ પ્રાન્ત : સુલતાન મહમુદ જૂનાગઢમાં હતો ત્યારે તેણે ગુજરાતના પાંચ વિભાગ કર્યા. પ્રથમ મુસ્તફાબાદ (જૂનાગઢ): તેને પિતાની સીધી દેખરેખ નીચે પિતે ત્યાં રહેવાના ઈરાદાથી રાખે. બીજો બેટ દ્વારકા : ફરહત ઉલ મુલક તુઘાન સુલતાની નીચે. ત્રીજે અમદાવાદ : ખુદાવંદખાન, મહમુદના સાળા નીચે. ચેથ સેનગઢ : ઇમાદ ઉલ મુલક નીચે. પાંચમે ગોધરા : કવામ-ઉલ-મુલક નીચે. ટંકશાળ : મહમુદે મહમૂદાબાદ અને મુસ્તફાબાદની બે ટંકશાળે રાખી છે, હતી. એટલે જૂનાગઢમાં જે સિક્કાઓ પડતા તે ઘણું જ સુંદર અને વિપુલ પ્રમાણમાં || હતા. તેમાંના રૂપાના સિકકા મહમ્મદી કહેવાતા. તેનું મૂલ્ય આજના સિક્કાના મુકાબલે શું હતું તે કહી શકાય તેમ નથી. જૂનાગઢની ટંકશાળમાં જે સિકકા પડતા તેની ઉપર “શહેરે આઝમ” એમ લખાતું. બેગડો : મહમુદ બેગડે કેમ કહેવાય તે માટે જુદા જુદા મત છે. રાસમાળાના કર્તા માને છે કે તેણે જૂનાગઢ અને પાવાગઢ બે ગઢ જીત્યા માટે 1. તારીખે ફરિતા (ખ્રીસ) 2. ડે. ટેલરને લેખઃ વિશેષ ચર્ચા આ યુગના અંતે કરવામાં આવી છે. 32