________________ ર૪ર સૌરાષ્ટ્રને ઇતિહાસ અમરેલી : સુલતાન મહમુદે માર્ગમાં અમરેલી, કુંડલા વગેરે પરગણુએ ખાલસા કર્યા અને સરવૈયા રાજપૂતના ગીરાસ ઝૂંટવી લીધા, જે પુન: પ્રાપ્ત કરવા માટે પ્રસિદ્ધ જેસેજી અને વેજોજી સુલતાન સામે બહારવટે નીકળ્યા. જેસેજ - વેજોજી : જેસોજી તથા વેજોજી અમરેલીના ગરાસિયા હતા. સુલતાન મહમદે જ્યારે અમરેલી લીધું ત્યારે માર્ગમાં આડે આવતાં આ જેસેજીના પિતાને ગિરાસ પણ ખૂંચવી લીધે. પ્રાણથી વિશેષ પ્રિય પિતાની ભૂમિને સૈન્ય અને યુદ્ધોથી પ્રાપ્ત કરવાની આશાઓ સર્જાશે તજી તેમણે બહારવટાની પ્રથાને અનુસરી, મહમુદ બેગડા સામે બહારવટું ખેડયું. જેસાજી તથા વેજાજીએ અનેક પરાક્રમ કર્યા. અંતે મહમુદને તેમની સાથે સમાધાન કરવું પડયું. તેના ભાઈ હમીરજી પણ આવતો હતો; ત્યારે હમીરજી હેરોલ સરદારની પુત્રી સાથે પ્રેમમાં પડયો. લોકવાર્તા પ્રમાણે તે મછીયારી હતી. બે બળવાન લડતી ભેંસોને, માથે હેલ હેવા છતાં તેણે જુદી પાડી; તેથી તેની શક્તિ પર આફરીન થઈ બળવાન પ્રજા થશે તે લોભે તેને તે પરણ્યો હતો. તેને પુત્ર આવ્યો ત્યારે બાઈઓ જેવા ગઈ. તેમણે અપૂર પુત્રને જોઈ કચ્છી ભાષામાં કહ્યું કે “હી તો માણેક જે મોતી આય.” (અર્થાત્ આ તે માણેક જેવડું મોતી છે.) તેથી તે પુત્રનું નામ મોતી અને શાખ માણેક પડી. ખરું જોતાં ચાવડા, હેરેલ અને જાડેજા એ ત્રણે જાતિએ લગ્નગ્રંથિથી જોડાઈ, પણ હમીરજીના વારસો વાઢેલમાંથી વાઘેર થયા. એમ પણ કહેવાય છે કે તેના બાળકે વાઘનાં બચ્ચાં સાથે રમતાં, તેથી વાઘેર કહેવાયા. વિકમશીએ તેને બરવાળા તથા બેરખેતરી ગામો ગીરાસમાં આપ્યાં. હમીરજીએ વસઈ ગામ પણ પિતાના બિનવારસ શ્વસુરનું છે તેમ કહી જબરીનથી લીધું. આ વિકમશી પછી નવ રાજાઓ થયા અને બધાએ મળી 120 વર્ષ રાજ્ય કર્યું. વિકમશીના વંશમાં સાંગણ થયે અને તેનો પુત્ર ભીમજી થયે. બીજી તરજથી હમીરજીના વંશના વાઘેરો પણ બળવાન થતાં ગયા. આ બન્ને કામો અંદર અંદર લડતી પણ પ્રસંગ પડયે સામાન્ય શત્રુઓ સામે એકત્ર થઈ જતી.. 1. આ ભાઇઓ વાજા હવાને સંભવ છે. જુઓ મારો લેખ “પ્રભાસના વાજા રાજાઓ.” રાહ ને ધણુ બીજાના કુમાર ભીમને ગાદી મળી નહિ, તેથી તેને ઇ. સ. ૧૦૯૮માં સરવા ગામ સાથે ચોરાસી ગામો આપ્યાં. તેના વંશજો સરવૈયા કહેવાયા. તેમણે અમરેલી, હાથસણું જીતી ત્યાં ગાદી સ્થાપી. ઈ. સ. ૧૪૭૬માં મહમુદ બેગડાએ અમરેલી વગેરે ગામ તેમની પાસેથી પડાવી લીધાં. 2. જૂનાગઢના ઉપરકોટના કિલ્લા ઉપર ચડી સુલતાનની કતલ કરવાનો નિશ્ચય કરી તેઓ કિલ્લામાં દાખલ થઈ ગયા. પરંતુ તે દરમ્યાન રાણી રૂપમંજરીનું વસ્ત્ર ખસી જતાં બહેન ઉપર વસ્ત્ર નાખું છું' તેવો શબ્દ જેસાજીના મુખમાંથી નીકળતાં વેજોજી પાછો હઠ અને રાણીએ ‘ભાઈ’ કહી તેની પાસેથી સૌભાગ્ય લાગ્યું. રાણીએ તેમજ સરખેજ માગે પકડેલી બેગમે સુલતાનને સમજાવ્યો અને અંતે જેસાજી વેજાજીએ તેમની બહેન સુલતાનને પરણાવી ગિરાસ પુનઃ પ્રાપ્ત કર્યો.