________________ ગુજરાતના સુલતાને 241 જીતવામાં આવ્યું અને ત્યાં મહમુદે અમુક માસ સુધી પિતાને પડાવ રાખ્યું. આ પડાવ દરમ્યાન સુલતાનના લશ્કરને સિહે અને સર્પોએ અપાર દુઃખ દીધું.' સુલતાને તે પછી શંખોદ્ધાર બેટ ઉપર ચડાઈ કરી. મહાભયંકર યુદ્ધના પરિણામે બેટ પડયું. ભીમજી હોડીમાં બેસી નાસી ગયે, પણ તેને પકડવામાં આવ્યું. ભીમજીને અંત : તારીખે ફરિસ્તા પ્રમાણે મહમુદે દ્વારકાને પ્રાંત ખાલસા કરી ત્યાં મલીક તુઘાનને ફરહત–ઉલ-મુકને ખિતાબ આપી સૂબે ની અને ભીમજીને હાથકડી અને બેડી નાખી જૂનાગઢ લઈ જવામાં આવ્યું. સમરકંદીની સ્ત્રીને પણ કબજે લેવામાં આવી. જૂનાગઢ જઈ મહમુદે મોલાનાને તેની સ્ત્રી તેમજ ભીમજીને સેંપી દીધાં. મૌલાનાએ સુલતાનને અહેસાન મા અને ઈસ્લામના એક અદના સભ્ય માટે તેણે આવું કાર્ય કર્યું તે માટે તેની પ્રશંસા કરી, પણ તે મહાત્માએ રાજા ભીમને તે નિર્દોષ હોવાથી મુકત કર્યો. પરંતુ મહમુદે તેને અમદાવાદ મુહાફીઝખાન ઉપર એવી આજ્ઞા સહિત મોકલ્યું કે તેના શરીરના ટુકડે ટુકડા કરી નાખવા અને પ્રત્યેક દુર્ગદ્વારે તેના શરીરને એક એક ટુકડો ટાંગવે. આવી રીતે આ કમભાગી રાજાને ગળામાં સાંકળે નાંખી અમદાવાદ માર્યો અને મહાફીઝખાને તેના માલિકની આજ્ઞાને અમલ કરી આ ભયંકર સજાને તેને ભેગ બનાવ્યું. સ્થાનિક માન્યતા : ભાટ લોકો અને બીજા ઈતિહાસકારે રાજા ભીમજી માટે બીજી જ હકીકત વર્ણવે છે. તે પ્રમાણે રાજા ભીમે મહમદના હાથમાંથી નાસી જઈ પુન: સ્વાતંત્ર્ય પ્રાપ્ત કર્યું. તેણે જમ્બર ફેજ તૈયાર કરી મુસ્લિમોને પરાભવ કર્યો અને આરંભડા અને દ્વારકા પુનઃ સર કર્યા. ભીમજી આ પ્રમાણે જીવતો હતો તેનું બીજું પ્રમાણ એ છે કે આ પ્રસંગ પછી કેટલાંક વર્ષો બાદ ભીમજી અને હમીરજીના વંશજ વચ્ચે તકરાર થતાં ભીમજીએ પ્રથમ યુદ્ધ કર્યું, પણ પછીથી સંધિ કરી તે ઉલેખ પ્રાપ્ત થાય છે.* 1. સિંહે ઓખા સુધી તે સમયે હશે. 2. બ્રીસ બકુરીસ્તા” 3. ઓખામંડળને ઈતિહાસ. કર્નલ વેનનું પણ તે જ મંતવ્ય છે. 4. દ્વારકાના રાજા ભીમજી કેશુ હતો તેનું વર્ણન અત્રે અસ્થાને નથી. અગાઉ જોવામાં આવ્યું છે તેમ રાઠોડએ ચાવડા તથા હેરોલોને કાપી નાખ્યા અને તેઓ દ્વારકાના ધણું થઇ બેઠા. તેઓ પાછળથી વાઢેલ કહેવાયા. તે વંશમાં વીકમશી નામે કુમાર થયો. તેને કચ્છના રાહ યાજીની કુંવરી પરણી હતી. તે સાસરે આવતી હતી ત્યારે તેની સાથે