________________ ગુજરાતના સુલતાને 'ર ટંકશાળ : એટલું જ નહિ પણ ત્યાં એક ટંકશાળ સ્થાપી સિક્કા પાડવા માંડયા અને જૂનાગઢનું મહત્વ ઘણું જ વધી ગયું થાણદાર : જૂનાગઢ મહત્ત્વને પ્રાંત છે એમ સમજી તેણે કોઈને પણ વિશ્વાસ ન કરતાં પિતાના શાહજાદા ખલીલખાનને થાણદાર તરીકે નિયુક્ત કર્યો. રાહઝાદા : રાહ માંડલિકને વચન આપ્યા પ્રમાણે સુલતાને તેના રાજકુમાર રાહ ભૂપતને બગસરા ચોરાસી ગીરાસમાં આપી અને જૂનાગઢમાં રહેવા રજા આપી એટલું જ નહિ પણ ભૂપતસિંહની શક્તિ અને રીતભાતથી સુલતાન એટલે ખુશ થયે કે દીવાની-જદારી અધિકારો પિતાના શાહજાદાને સંખ્યા, ત્યારે મુલ્કી કામની સર્વ સત્તા રાહના કુંવરને સેંપી તેમને સુલતાનને જ રાહઝાદા કહ્યા ત્યારથી તેઓ રાયજાદા કહેવાય છે. જાગીર દેવાની નીતિ : ભૂપતસિંહ પદભ્રષ્ટ રાજાનો કુમાર હતા અને ભવિધ્યમાં શત્રુ થઈ ઊભો રહે તે સંભવ રહે તેમ છતાં સુલતાન મહમુદે તેને મુલ્કી વહીવટ સેંપી દીધે. તે સુલતાનના જમાનામાં જાગીર-જમીન દેવાનો આ પ્રથમ દાખલો છે. કચ્છ : કચ્છમાં તે સમયે ઇસ્લામના પ્રચાર માટે સારી તક હતી. કારણ કે ત્યાંના સુમરા અને સોઢા રજપૂતે ઇસ્લામ અને હિન્દુ અને ધર્મ પાળતા હતા. ઈસ્લામના સારા સિદ્ધાંત તેઓએ અપનાવ્યા હતા, પરંતુ હિંદુ રિવાજે અને હિંદુ ધર્મની કેટલીક આજ્ઞાઓ પાળતા હતા. તેઓ બાણાવળી હતા, લડવૈયા હતા અને તેમની સામે વિવાદથી જીતવું કઠિન હતું. મહમુદે તેનાં સો રણપાર ઉતાર્યા અને ટૂંક વખતમાં જ તેઓને પરાસ્ત કર્યા, કરછમાં પોતાનું આધિપત્ય સ્થાપી આ ટોળીના નાયકોને ઈસ્લામનું શિક્ષણ લેવા જૂનાગઢ મોકલી આપ્યા. સિંધ: પિતાના મોસાળ પક્ષમાં તેને વિજયયાત્રા કરવા ઈચ્છા હતી નહિ, પરંતુ સિંધને રાજ્યકર્તા જામ નિઝામુદ્દીન કે જે સુલતાન મહમુદની માનો બાપ થતો હતો તેની સામે બલુચી લોકોએ બળ કર્યો. સુલતાન મહમુદે તેઓનો પરાભવ કર્યો અને ત્યાંથી ભેટસોગાદ લઈ જૂનાગઢ તરફ પાછો ફર્યો. દ્વારકા : ઈ. સ. 1473 : એ સમયે દ્વારકામાં ભીમજી વાઢેલ નામને રે રજપૂત રાજા રાજ્ય કરતા હતા. તેના પ્રખ્યાત પિતા હમીરજીએ ઓખાની આજુ 1. પ્રો. કેમીસેરીયેટ પ્રમાણે ટંકશાળ પછીના વર્ષમાં થઈ હતી (એ હીસ્ટ્રી એ ફ ગુજરાત) 2. બેબે ગેઝેટીયર : વ. 8, કાઠિયાવાડ, 288, 372, 500, 508,