________________ પ્રકરણ 7 મું ગુજરાતના સુલતાને મહમુદ બેગડ સૂબાઓ : ઈ. સ. ૧૪૭રથી 1511. સુલતાન મહમુદ બેગડાએ સેરઠ સર કર્યું, અને જૂનાગઢમાં રહી ત્યારે કિલે સમરાવ્યું, એટલું જ નહિ પણ ઉપર કેટમાં રાહ ખેંગારે ચણાવેલા મહેલમાં ગ્ય પરિવર્તન કરી ત્યાં મજીદ બનાવી, તથા પિતા માટે નિવાસસ્થાન મુકરર કર્યું. સુલતાન મહમુદને જૂનાગઢ પ્રત્યે ભાવ : સુલતાન મહમુદને જૂનાગઢની રમણીય વાડીએ, તેનું સુંદર અને આકર્ષક સ્થાન અને પ્રકૃતિએ છૂટે હાથે વેરેલી અને મનુષ્ય તેની કળાથી સમારેલી શોભા એટલી તે પસંદ પડી કે તેણે જૂનાગઢનું નામ મુસ્તફાબાદ પાડ્યું અને ત્યાં જ પોતે રાજધાની સ્થાપવા વિચાર કર્યો. તેને મૂર્તિમંત બનાવવા માટે જમાલુદ્દીન નામના એક અમીરને મુહાફિઝખાને ઈલકાબ આપી અમદાવાદના ફેજદાર તરીકે નીમ્યુ.૨ ઇસ્લામને પ્રચાર : સુલતાન મહમુદે જૂનાગઢમાં વિદ્વાન સૈયદે, કાઝીઓ મુલ્લાઓ અને મૌલવીઓને લાવ્યા. તેઓને પાક ઈસ્લામને પ્રચાર કરવાની આજ્ઞા આપી અને જેઓએ ઈસ્લામ ધર્મ સ્વીકાર્યો તેને ધન અને ધરાથી નવાજ્યા. ઠેર ઠેર મજીદે બનાવી અને જૂનાગઢમાં રહી તેણે પોતે પણ આ કાર્યને વેગ આપે. રાજધાની : જૂનાગઢની આજુબાજુને પ્રદેશ જિતાઈ ગયું હતું. નાનામેટા રાજાએ, જાગીરદારો તેમજ જમીનદારેએ સુલતાનની સાર્વભૌમ સત્તા માન્ય રાખી હતી અને પ્રતિવર્ષ ખંડણી ભરવાનું કબૂલ કર્યું હતું. તે કામ માટે સુલતાને સૌરાષ્ટ્રનાં રાજ્યની ખંડણી વસૂલ કરવા, તેઓનું નિયમન કરવા અને તેઓના ઉપર નજર રાખવા જૂનાગઢમાં એક રેસીડેન્સી જેવી કેઠી સ્થાપી. 1. એ હીસ્ટ્રી ઓફ ગુજરાત : પ્રે. કોમીસેરિયેટ. 2. મુહાફીઝખાનને નીમવાનું બીજું પણ કારણ એ હતું કે સુલતાનની ગેરહાજરીના કારણે લૂંટારાઓનું જોર એટલું વધી પડેલું કે ખુદ અમદાવાદમાં પણ ધોળે દિવસે ધાડ પડતી અને માર્ગો તે એટલા બધા ભયપ્રદ હતા કે ભાગ્યે જ કોઈ લૂંટાયા સિવાય મુસાફરી કરી શકતું. સુલતાનનાં લશ્કર અન્ય પ્રદેશ ઉપર વિજય મેળવતા અને તેની પ્રજાને લુંટારાઓ લૂંટતા, પોતે કાયમ માટે જાનાગઢમાં વસવા માગતા હતા, તેથી આ વ્યવસ્થા આવશ્યક હતી.