________________ રજપૂત સમય 235 બ્રાહ્મણે પણ વેદને પાઠ કરનારા, કર્મકાંડ જાણનારા તથા બ્રાહ્મણવૃત્તિથી પવિત્ર જીવન ગાળનારા હતા; છતાં અન્ય આર્ય પ્રજા ઉપર તેમનો અંકુશ હતે. તેઓની આજીવિકા ભિક્ષામાંથી હતી.' વાણિયા : વ્યાપારમાં વાણિયા જ હતા. જગડુશા, વસ્તુપાળ, તેજપાળ વગેરે શાહ સોદાગર હતા. પ્રધાનપદે પણ વાણિયાઓએ નામના મેળવી છે. તેમાં પણ આપણે વીસળ, કલ્યાણ, લવજી, વગેરેનાં નામ જોઈએ છીએ. ઉદયન અને તેના પુત્ર ચાહડ તે યુદ્ધવીર પણ હતા. તેને પોત્ર સલક્ષ પણ પ્રતાપી પુરુષ હતા. તે સિવાય અનેક વર્ણના લેકે આ દેશમાં વસતા અને પૃથકુ પૃથફ વ્યવસાય કરતા. તેઓની આર્થિક સ્થિતિ સારી ન હતી. કરવેરા બહુ હતા. રાજાઓ યુદ્ધ ચડતા ત્યારે તેના ઉપર વેઠન, સૈનિકોને બરાક આપવાનો અને તેને ખર્ચ ઉપાડવાને બેજ પડત. યુદ્ધમાં તેમનાં ખેતરને નાશ થઈ જતો અને શત્રુસૈન્ય નિર્દોષ પ્રજાની કતલ કરવામાં ગૌરવ લેતું. - રાજ્યવ્યવસ્થા : વલભીના પતન પછી આ દેશમાં રાજ્યવ્યવસ્થા કેવી હતી તે જાણવાનું સાધન નથી, કારણ કે તે પછી દેશ નાનાં રાજ્યમાં વહેંચાઈ ગયે; પણ સોલંકીઓનું આધિપત્ય થતાં તે સમયની હકીકત પૃથક્ પૃથક્ પ્રમાણેથી ઉપલબ્ધ થાય છે. રાજ્યવહીવટમાં નીચેના હેદ્દાઓ હતા : 1. મહામાત્ય : મુખ્ય પ્રધાન 2. અમાત્ય : પ્રધાન 3. પ્રધાન : પ્રધાન (રાજ્યમાં રહેનારે) 4. મંત્રી : પ્રધાન (રાજા પાસે રહેનાર) 5. દેશઠક્કુર : પ્રદેશને સેનાપતિ. 6. અધિષ્ઠાતા : ગવર્નર 7. અધિકારી : તેનાથી નીચેને પ્રાંતપતિ. 1. પ્રભાસના સેમપુરા બ્રાહ્મણોએ, સિદ્ધરાજે રાહ ખેંગારને મારી પ્રભાસની યાત્રા કરી ત્યારે જૈન ધર્મના ઉછેર માટે તેની સાથે કલેશ કરેલ. તળાજાના વાલમ બ્રાહ્મણે એ કાયસ્થ પાસેથી તેમની મનધારી દક્ષિણ ન મળી તે માટે સ્વદેશયાગ કર્યો હતો. મુસ્લિમ આક્રમણકારોની તલવાર નીચે તેમણે ધર્મના રક્ષણે માથઓ પણ કપાવેલાં. એટલે જેમ તેઓ ધર્મના સ્થંભો અને અન્ય પ્રજાના ધમ સંબંધમાં માર્ગદર્શક હતા તેમ ધર્મ માટે ત્યાગ પણ કરી શકતા.