________________ રજપૂત સમય 233 આરબ મુસાફર (અજ્ઞાત) લખે છે કે “સોરાષ્ટ્રના દ્રામ અરબી દ્રામ કરતાં કે અર્ધા છે. રાજાનું મુખ તેમાં ઉપસાવવામાં આવે છે તથા ભારતેહિમન દ્રામનું તથા કેડીનું ચલણ છે. સંવત્સર : વેરાવળના હરિસિદ્ધ માતાના ઈ. સ. ૧૨૬૪ના શિલાલેખના અપવાદ સિવાય આ યુગમાં સર્વત્ર વિક્રમ સંવત પ્રચલિત હતે. જકાત-કવેરા : આ સમયમાં જકાત તથા કરવેરા ઉઘરાવવામાં આવતા. જમીનની ઊપજમાંથી રાજભાગ નીકળતો અને તે ઉપરાંત જુદી જુદી પેદાશ ઉપર જુદા જુદા કરી લેવામાં આવતા. કર વસૂલ લેનાર શુલ્કી કહેવાતે અને તેની કચેરીને “શુલ્ક મંડપી” (માંડવી) કહેતા. આ જકાત ઉર્ફ શુલ્કમાંથી પ્રત્યેક મણે “મણિક” દાણાનાં ગાડાં, ગધેડાનાં છાલકાં, ઊંટ ભાર, પાનનાં ગાડાં તથા પડા, બકાલુ, કેરી, વાટુયા ઉપર જકાત લેવાતી. મીઠાના અગરના ખૂટી ખરાળી અને હાંસા પાસેથી વેરે લેવાતે. હુન્નર ઉદ્યોગ : હુન્નરઉદ્યોગ પણ પૂરા ખીલ્યા હતા. સંવત વગરના પણ ચૌલુકય સમયના પ્રાચિના લેખમાં ઉલ્લેખ છે કે કુમારપાળ કે તે પછીના રાજાના અધિકારી ગુમદેવે ધર્માદિત્ય માટે એક આશ્ચર્યકારક હીંચકે બનાવ્યો હતો. બંદરે બધાં આબાદ હતાં, તેમાં પ્રભાસનું બંદર અતિ પ્રસિદ્ધ હતું, પીરમ અને ઘોઘા પણ એટલા જ જાણીતા હતાં. ઈરાન, સીરિયા, અરબસ્તાન, ઈજીપ્ત અને મોરોક્કોનાં વહાણે ત્યાં નાંગરતાં અને દેશપરદેશ સાથેનો વેપાર બહુ મોટા પ્રમાણમાં ચાલતા. માંગરોળનું બંદર પણ મશહુર હતું. કપાસમાંથી કાપડ બનાવવામાં આવતું. તે “ચમત્કારિક રીતે બનાવવામાં આવતું; તેવું બીજી કઈ જગ્યાએ જોવામાં આવતું નહીં. તે સફાઈદાર અને બારીક બનતું કાપડ એવું ઝીણું થતું કે તે આધારણ કદની વીંટીમાંથી કાઢી શકાય.” ચામડાની ઢાલ, જેડા અને અન્ય વસ્તુઓ થતી. સોનું તથા રૂપું શોધી તેમાંથી શુદ્ધ રે બનાવી તેમાંથી સુંદર આભૂષણો બનાવવામાં આવતાં. હીરા, 1. સોઢડીવાવને શિલાલેખ સં. 12 02 (ઈ. સ 1146) : ભાવ ઇન્સ. સં. 1213 (ઈ. સ. ૧૧૫૭)નું કુમારપાળનું દાનપત્ર : તેમાં પણ “વદમંડપિ”માંથી રોજને એક રૂપક આપવાને ઉલ્લેખ છે. (હી. ઇ. એ. ગુ. આચાર્ય). 2. અરબ પ્રવાસીની નોંધ (રાસમાળા-ભાષાંતર)