________________ સૌરાષ્ટ્રને ઈતિહાસ વહેમ અને ધર્માધતાના કારણે નીતિનાશ થઈ રહ્યો હતે. ધર્મસ્થાનમાં ભ્રષ્ટાચાર થતે; છતાં તે સામે રજપૂતોએ એકવચનીપણું, શુરવીરતા, ટેક, વટ અને પરદુ:ખભજન થવાના ધર્મની પ્રણાલિકા સ્થાપી હતી. સ્ત્રી સન્માન, ગૌ બ્રાહ્મણની સહાય, ધર્મનું રક્ષણ, વિદ્યાનું ઉત્તેજન અને ધર્મપ્રચારની પ્રવૃત્તિ પણ આદરી. ધર્મને માટે અનેક બલિદાને તેમણે આપ્યાં અને રાજાઓએ, ઠાકરોએ અને સામાન્ય પ્રજાજને એ અનુપમ સદ્ગુણોના અનેક પ્રસંગે ઇતિહાસને પાને નોંધવા સર્યા. . બાળલગ્ન પ્રચલિત હતાં. વિધવાવિવાહનો ચાલ ઉપલા વર્ષોમાં ન હતે. સતી થવાના ચાલ પણ હતે. આંતરવર્ગીય અનુલેમ લગ્ન થતાં. એકથી વિશેષ પત્ની થતી. આ યુગમાં આ દેશમાં નાગરો, ઔદિચ્ય બ્રાહ્મણે, ભાટિયાઓ, પુષ્કરણ બ્રાહ્મણે, લહાણું વગેરે આવ્યા. જાડેજા, ઝાલા, પરમાર, રાઠેડ, વાજા, વાઢેલ, જેઠવા, ચુડાસમા, કાઠીઓ, મેરે વગેરે આવ્યા. ખાંટ, ખસિયા, વાઘેર, જોધપુરા, કેટિલા, વરુ વગેરે નવીન જાતિઓ થઈ અને બધી એકબીજા સાથે ભળી એક સમાજ સ્થાપી શકી. " ભાષા:લિપિ: ભાષા ગુજરાતી હતી. આ ગુજરાતી જૂની ભાષા, મારવા ભાષા અને સંસ્કૃતમાંથી બનેલી એક જુદી જ ગુજરાતી આ સમયમાં ખીલી. વિદ્વા'નોની ભાષા સંસ્કૃત હતી, પણ તેમાં રૂઢ દેશી ભાષાના પ્રવેગે વપરાતા, જેવા કે બુટ’, ‘હા’, “ઘણું વગેરે. ઝાલાએ તથા જાડેજાએ સિંધમાંથી આવ્યા. રાઠેડે - તથા ગોહિલે મારવાડમાંથી આવ્યા. તેથી દરેક જાતિ પિતાના રિવાજે, ભાષા, શબ્દપ્રગો અને કહેવત સાથે લાવ્યા, જે ગુજરાતીમાં ભળી ગયાં અને એક જુદી જ ભાષા તેમાંથી સ્વરૂપ બદલતી બદલતી નરસિંહ મહેતાના સમયમાં આકાર પામી. નરસિંહનાં મૂળ પદે પણ આજની ગુજરાતીથી જુદાં છે. “માત્રા” લખવાને બદલે ઈ લખાતે. “પૂછેને બદલે “પુછઈ' શબ્દ લખાતે; “કે”ને બદલો “ક” લખાતું. સાથે પત્ની તરીકે રહેતી હતી; રાહ ખેંગાર તથા અજુનસિહે મેરે સ્ત્રીની લાજ લૂંટી હતી. માંડલિકે ચારણ સ્ત્રી મીનબાઈ તરફ કુદષ્ટિ કરી હતી તથા વીશળશાહની સ્ત્રીની ઈચ્છા કરી હતી; કરણ વાઘેલાએ માધવની પત્નીનું હરણ કર્યું હતું વગેરે. મંદિરમાં નગ્ન અને બીભત્સ મૂતિઓ કોતરાવી શિલાલેખમાં પણ શૃંગારી ઉપમાઓ નિર્લજજ રીતે અપાતી હતી. * 1. ગાય વાળનારા પાછળ પડી પ્રાણુ અપનાર માંગડે, ધર્મના રક્ષણે મરનાર વેગડે ભીલ અને હમીર લાઠિયા, મુસ્લિમ ભાગેડુને આશ્રય આપનાર રાહ, તેતરને કારણે લડનાર ચભાડા એવાં અનેક દષ્ટાંતો છે. . 2. ત્રિભુવનપાળને બાપ દેવપ્રસાદની પત્ની વણિક હતી. બેંગાર કુંભાર રાણકદેવીને પર હતો.