________________ 228 સૌરાષ્ટ્રને ઇતિહાસ બરનું પરિબળ વધારે હતું. આ સમયમાં શેત્રુજ્ય, ગિરનાર ને આબુનાં જૈન મંદિર બંધાયાં, અને ગુજરાતના રાજાઓએ જૈન ધર્મ સ્વીકારતાં પ્રજાના ઉપલા વર્ગમાંથી માંસાહાર બંધ થયે. નાગરે, બ્રાહ્મણ, વણિકે વગેરેએ માંસાહારને ત્યાગ કર્યો, જીવદયાની ભાવનાને ઉદય થયો અને સંસાર નશ્વર છે અને તેને ત્યાગ કરે તે લાગણી પ્રચલિત થઈ. લોકે આનંદભેગ, રસમસ્તી અને રાગરંગમાંથી દૂર ગયા. વૈભવવિલાસ રાજાઓ પૂરતો રહ્યો, સામાન્ય લોકો માટે મહેનતમજૂરી અને ત્યાગની ભાવના સિવાય કાંઈ રહ્યું નહીં. સહિષ્ણુતા : તેમ છતાં જેને સહિષ્ણુ હતા. હેમચંદ્રાચાર્યે સોમનાથને ઉદ્ધાર કરવા કુમારપાળને પ્રેરણા કરી, પોતે પણ સોમનાથનાં દર્શને ગયા. વસ્તુપાળે પણ હિન્દુ મંદિરોને સહાય આપી, તેના પુત્રે સેમિનાથનું પૂજન કર્યું. કુમારપાળના મંત્રી ઉદયનના પુત્ર ચાહડના પૌત્ર સલક્ષે કાંટેલામાં સલક્ષનારાયણ નામે વિષ્ણુનું તથા તે સાથે પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું. એટલે જેનધમી લોકે હિન્દુઓ સાથે મળીને રહેતા એટલું જ નહિ, પણ તેમના ધર્મને વિરોધ ન કરતાં તેમના અનુયાયી અથવા સહાયક થતા. સ્થાપત્ય : આ યુગ સ્થાપત્ય માટે તે ભારતના સ્થાપત્યના ઇતિહાસમાં સુપ્રસિદ્ધ છે. ચૌલુક્ય સ્થાપત્ય તેની એક વિશિષ્ટતા છે. 3. બજેસ, ડે. કઝીન્સ વગેરેએ તેના અભ્યાસને અંતે તેને શ્રેષ્ઠ સ્થાપત્ય અને કળાનાં પ્રતીક કહ્યાં છે. ગોપનું મંદિર કાશ્મીરનાં મંદિરોને મળતું છે. આ મંદિર આ યુગ પહેલાંનું છે અને તે પછી વિસાવાડા, બીલેશ્વર અને સુત્રાપાડાનું સૂર્યદેવળ, થાનનું સૂર્યમંદિર, કદવારનું વરાહ દેવળ, કદરખેડ, ઘુમલીનું સોન કંસારીનું મંદિર આ યુગ પહેલાંનાં હોવાનો સંભવ છે. આ યુગનાં મંદિરના બે વિભાગ પાડી શકાય. પ્રારંભકાળ અને અસ્તકાળ. પ્રથમ વિભાગમાં પરબડી, બારી વગેરેનાં મંદિર, શીતળા (પ્રભાસપાટણ)નું સૂર્ય મંદિર અને ભીમનાથનું સૂર્યમંદિર ગણી શકાય. બીજા વિભાગમાં સેજપુર અને ઘુમલીનાં, ગિરનારનાં તથા શંત્રુજયનાં જૈન મંદિરોને સમાવેશ થઈ શકે. સેમિનાથનું જે મંદિર ઈ. સ. ૧૫૦માં સોમનાથ ટ્રસ્ટે તેડી પાડયું તે ચૌલુક્ય સ્થાપત્યના એક અત્યુત્તમ નમૂના જેવું હતું. 1. આકીલેજ ઓફ ગુજરાત : ડો. સાંકળિયા. 2. મેર રાપ્રાસાદ પદ્ધતિનું આ મંદિર હતું. 3. કઝીન્સ માને છે કે તે કુપારપાળે ઈ. સ. ૧૧૬માં બંધાવેલું હતું. પણ તેમાં વારંવાર ફેરફાર થયા હોવાથી પાછળની સદીઓની પણ અસર હતી. મંદિર આસપાસ પ્રદક્ષિણાને માગ હતો. આગળ ગૃહમંડપ હતા અને ત્રણ બાજુ હિન્દુ યુગની કમાનવાળાં દ્વાર હતા. આખું દેવળ આકારમાં પૂર્વાભિમુખ અને ચોરસ હતું. તેના ગર્ભગૃહમાં મહાદેવનું લિગ હતું. પ્રદક્ષિણામામાં ત્રણ બાજુએ બારીઓ