________________ 226 સૌરાષ્ટ્રને ઇતિહાસ શુકન-અપશુકન માનવાં વગેરે માન્યતાઓ પ્રચલિત થઈ. શુદ્ધ અને નિર્મળ વેદ ધર્મ અને ભગવાન શંકરાચાર્યે બેધેલા વેદાંત ધર્મ ઉપર પૌરાણિક જૂઠાણુઓએ વિજ્ય મેળવ્યું. વૃક્ષપૂજા, નાગપૂજા, પશુપૂજા અને દિગ્યાલ-ક્ષેત્રપાળપૂજાને પ્રચાર પણ વધ્યું. શિવ : શૈવ સંપ્રદાય પૂર જોશમાં હતો. સોમનાથની આરાધના અને ભક્તિ પ્રત્યેક ઘરને ધર્મ થયે. રાજાઓ મહાદેવને ચરણે ધન અર્પણ કરવામાં હેડ કરવા લાગ્યા. અને પ્રજાના અને લૂંટના ધનમાંથી સોમનાથના મંદિરને હીરા, માણેક મેતીથી શણગાયું. લકુલેશ સંપ્રદાયનું પરિબળ વધ્યું. ગામે ગામે આ યુગમાં શિવનાં મંદિરે બંધાયાં. જડેશ્વર, બીલેશ્વર, ગોપનાથ, બરડાના ગેપનાથ, સહજીગેશ્વર (માંગરોળ), નાગનાથ (ચોરવાડ) વગેરે અનેક ખ્યાત, જ્ઞાત તેમજ અજ્ઞાત મંદિરે બંધાયાં. લેકે રુદ્રાક્ષ ધારણ કરતા થયા. સન્માનશબ્દ “જય સોમનાથ” થે, અને મુસ્લિમેના હુમલાઓ અને મંદિરના થતા નાશ છતાં તેઓની ભકિત લેશમાત્ર ન્યૂન થઈ નહીં. વેદાંત : તાદ્વૈત, અદ્વૈતાદ્વૈત અને શુદ્ધાદ્વૈતના સિદ્ધાંત ઉપર તે ચર્ચા ચાલુ જ રહી. શંકરાચાર્યો પ્રદેશમાં ફરી ઉપદેશ આપતા રહ્યા. દ્વારિકાની શારદાપીઠના સંન્યાસીએ પ્રચાર માટે પ્રવાસ કરતા રહ્યા. અને તેમની સાથે વૈષ્ણવ અને શાકત સંપ્રદાયના પંડિત લડતા રહ્યા. નરસિહ મહેતા તથા રામદાસજીને શાસ્ત્રાર્થ તે જ એક શાસ્ત્રાર્થ હતે. વૈષ્ણવ સંપ્રદાય : આ યુગ પહેલાં “પરમ ભાગવત” મહારાજાઓ હતા. વિષ્ણુભક્તિ પ્રચલિત હતી, પણ શ્રીકૃષ્ણનું નામ લઈ, તેનાં પદો રચી ભક્તિ કરનાર નરસિંહ મહેતા પ્રથમ જોવામાં આવે છે. શ્રીકૃષ્ણપૂજા પ્રચલિત થઈ, પણ નરસિંહ મહેતા એકલા વૈષ્ણવ જ ન હતા, તેઓ વેદાંતી પણ હતા. તેનાં કાવ્યો અંધશ્રદ્ધાની વેવલી ભકિતનાં નથી, પણ ઉપનિષદે અને વેદાંત ગ્રંથોના સારરૂપ છે. તેમની કૃષ્ણભક્તિ કૃષ્ણને લક્ષ્યાંક કરી એકેશ્વરની ઉપાસનાની હતી. રામાનુજાચાર્ય, મધ્યાચાર્ય નિંબાર્ક, બસવ, જ્ઞાનેશ્વર, ગોરા કુંભાર, નામદેવ, દરજી ચેખા મેળા વગેરે 1. (1) રામાનુજાચાર્યનું મૃત્યુ ઈ સ. 1537 (2) મવાચાર્યનું મૃત્યુ ઇ. સ. 1190? (જન્મ . સ. 1167) (3) નિંબાર્કનું મૃત્યુ ઈ. સ. 1162 (4) બસવનું મૃત્યુ ઈ. સ. 1180 (5) જ્ઞાનેશ્વરનું મૃત્યુ ઇ. સ. 1296 (6) નરસિંહ મહેતાનું મૃત્યુ ઇ. સ. 1474? (જન્મ ઈ. સ. 1414) (7) વલ્લભાચાર્યનું મૃત્યુ ઈ. સ. 1531 (જન્મ ઈ. સ. 1479). (8) શંકરાચાર્યનું મૃત્યુ ઈ. સ. 820 (જન્મ ઈ. સ. 788)