________________ રજપૂત સમય 227 સંતોએ દક્ષિણ ભારતમાં કૃષ્ણ અને વિષ્ણુના અવતારની ભક્તિને પ્રચાર કર્યું હતું, પણ વલ્લભાચાર્યના સિદ્ધાંતના પ્રચારને પ્રારંભ હજી થયા ન હતા. તેથી નરસિંહ મહેતાએ પિતાની પદ્ધતિ પ્રમાણે યુદ્ધો, સંહાર અને વિનાશથી ત્રાસી ગયેલ પ્રજાને રસવૃત્તિમાં તરબળ કરવા, અસાર સંસારમાં શાન્તિ અને રસ મળે તેવી રીતે પાલક શક્તિ વિષ્ણુના કૃષ્ણાવતારની ભક્તિને બેધ આપ્યો. અવતાર પૂજા : જેને આગલા યુગમાં પ્રચાર હતો તે અવતારપૂજા અસ્ત પામી અને રામાવતારની પૂજાને પણ પ્રારંભ થયેલું જોવામાં આવતું નથી. નરસિંહ મહેતા પહેલાં રાહ મહીપાલ દામોદરરાયજીની માનતા માને છે અને વૈષ્ણવ ધર્મને અનુસરે છે, પણ આખા યુગમાં રામચંદ્રજીની પૂજા કે ભકિતનું કયાંય નામનિશાન નથી, છતાં તે હતી નહિ તેમ કહી શકાતું નથી, કારણ કે રામાવતારથી વર્તમાન યુગ સુધી દરેક હિન્દુની જીભે સુખદુઃખે તે પવિત્ર નામનું રટણ રહ્યું છે. તેથી તેની પૂજા ન થતી હોય તે માનવા યોગ્ય નથી. સંવત ૧૩૨૦ના કાંટેલાના શિલાલેખમાં ઉદયનના પોત્ર પદ્ધસિંહને “રઘુ પ્રત્યે સાથે તથા તેની પત્ની પૃથિવ દેવીને “મૈથિલી સામે સરખાવી છે. સંવત ૧૦૦૫માં નૃસિંહ અવતારની પૂજા થતી તે ઉલ્લેખ એક લેખમાંથી મળે છે. જે શાકત સંપ્રદાય : આ યુગમાં શાકત કાપાલિક અને દેવીપૂજક પણ હતા. નીચલા થરના લોક શક્તિની ઉપાસના કરતા. તેનાં સ્વરૂપ હીન દશાએ પહોંચ્યાં અને ધર્મને નામે અનાચાર શરૂ થયે ને અદ્યાપિ આ પ્રાન્તમાં તે પ્રચલિત છે. દરેક કળે પિતાની ઈષ્ટ દેવી સ્થાપી અને તેની ઉપાસના અનિવાર્ય બની. હનુમાનઃ ગણેશ : હનુમાનની ઉપાસના સાધના પણ પ્રચલિત હતી. મેખડાજી તેની બાજુમાં હનુમાનની મૂર્તિ રાખતે અને શુભ કામમાં ગણપતિની કૃપા 1 યાચી પ્રારંભ કરવામાં આવતું. પ્રાપ્ત થયેલી પ્રશસ્તિઓમાં “શ્રી.ગજાનન જયતિ” “ઓમ નમો ગણપતયે” “કપદી સંપદેષુ” એમ ઘણું લેખમાં લેવામાં આવે છે પણ પ્રત્યેકમાં નથી. ઘણે ભાગે માત્ર “ઓ છે. ઘણુમાં “ઓમ નમ: શિવાય” છે. એટલે ગણપતિનું નામ મનાય છે એટલું પ્રચલિત ન હતું. જેન ધર્મ : જૈન ધર્મનું પ્રાબલ્ય બૌદ્ધો ગયા પછી પણ જેવુંને તેવું રહ્યું. કલ્પસૂત્રનું વાંચન થતું. શ્વેતાંબર દિગંબરના ઝગડા રહેતા. પણ મર્તિપૂજક શ્વેતાં 1. મહારાજા સારંગદેવે શ્રીકૃષ્ણપૂજા માટે, નાટયપ્રયોગ માટે તથા નૈવેદ્ય માટે દાન આપ્યાને અનાવડાના સંવત ૧૩૪૮ના શિલાલેખમાં ઉલ્લેખ છે. 2. કુમારપાળને રતનપુર (જોધપુર)ને તારીખ વગરને લેખ, હી. ઈ. ઓફ ગુજ. ભા. 3: 5. 40: આ ર્ય .