________________ 224 સૌરાષ્ટ્રને ઇતિહાસ દુહે પૂરે થયે નહીં અને એને પરણવા ના પાડી. હલામણ દેશવટામાં સિંધ ગયે હતે. ત્યાં તેને માસ સિંધને રાજા હતા. તેણે તેને બાધાની જાગીર આપી. ત્યાં લગ્ન કરવા માસીએ આગ્રહ કર્યો. પણ તેણે સેન સિવાય કેઈને ન પરણવા કહ્યું. દરમ્યાન હલામણને સર્પદંશ થયે અને વાવને કાંઠે બેભાન થઈ તે પડશે. ત્યાં તેને શેલતી શોધતી સોન આવી ચડી. તે સમયે એક મહાત્મા ત્યાંથી પસાર થતા હતા. તેણે તેનું ઝેર ઉતાર્યું. હલામણ તથા સોન પછીથી લગ્ન કરી સિંધ તરફ પાછાં ગયાં. ત્યાં તેણે તેનું રાજ્ય વધાર્યું અને ત્યાંના કેઈ ઠાકરની દેવલ નામે કુંવરી સાથે લગ્ન કર્યા. તેનાથી તેને ચંદ્રસિંહ અને દેવીસિંહ નામે પુત્ર થયા. શિયજી ગુજરી જતાં હલામણ આવી તેની ગાદી ઉપર બેઠે. આ વાર્તા ઘણું જુદા જુદા સ્વરૂપે કહેવાય છે. એક વાત પ્રમાણે હલામણ પર તેથી: શિળ ખિજાયે અને તેને હદપાર કર્યો. એક વાત પ્રમાણે શિયજી હલામણને પરણ્વી આવ્યા પછી સેનનું સ્વરૂપ જોઈ તેને પિતાની રાણી થવા કહ્યું. પણ આ બધી વાર્તાઓ છે. દુહાઓ ઉપરથી ઉપરનું કથન વિશેષ સ્વીકાર્ય ગણી તેની નેંધ લીધી છે. તે પછી હલામણથી પાંચમી પેઢીએ નાગ ભાણજી થયા. તેણે તેનું રાજ્ય વિકીયાજીને આપી પોતે પ્રેહપાટણમાં સેન કાઠિયાણી નામની (વાળાની પુત્રી હશે) રાણીને લઈ રહ્યા. તેને કુંવર નાગાર્જુન થયે. રાણીએ પ્રેહપાટણનું પરગણું નાગાર્જુનને આપી દેવા માગેણું કરી. પણ રાણાએ ઈન્કાર કરતાં તે રીસાઈ તેના પિયર તળાજે ચાલી ગઈ. અહીં ધંધણીમલની બાર વર્ષની તપશ્ચર્યામાં ચિતેઅને કુંવર શિષ્યપદે હતા. તેણે ગુરુ આજ્ઞાથી સદાવ્રત ચલાવ્યું, પણ ગામમાંથી એક કુંભારણ સિવાય કેઈએ કંઈ આપ્યું નહીં. તેથી તેણે લાકડાં કાપી, વેંચી તેની આવકમાંથી સદાવતને ખર્ચ ઉપાડ્યું. બાર વર્ષે ગુરુ જાગ્યા ત્યારે ચેલાના માથામાં ઘાડું જોયું અને જાણ્યું કે ચેલાએ ગુરુના વચન ખાતર લાકડાના ભારા સારી સદાવ્રત ચલાવ્યું હતું અને લોકોએ કંઈ આપ્યું નથી. ત્યારે તેણે ચેલાને કહ્યું કે કુંભારણને કહે કે ભાગી જાય, ગામ દાટી દઉં છું.' ચેલાએ કુંભારણને ચેતવી અને તે ભાગી. ત્યાં ધરતીકંપ થયે અને પ્રેહપાટણ નાશ પામ્યું. ત્યારથી કહેવત થઈ કે “બાર વર્ષે બા બોલ્યા કે દટતા આયેગા.” ગુરુએ શાપ આપલે કે પટ્ટણ સે. દટ્ટણ એર માયા સે મિટ્ટી.” તેથી ભારતમાં જેટલા પાટણ હતાં તે બધાં દટાઈ 1. કાળો ઘડે કાંટો, ભમ્મર ભાલું હાથ, બાઇ આપણી બજારમાં, દીઠી જેઠવાની જાત. 2. લાંબા પહેરે ઘાઘરા, પેટે ડમરિયું, વારે સોનના ઉપરે, સોળસે સુમરિયું. આ પ્રચલિત અને રસિક વાર્તાના ઘણા દુહાઓ છે.