________________ રજપૂત સમય 223 થયેલા મેપકુમારને કુંવર ઓતરે બરડામાં ભૂતનાથના દર્શને ગયેલો. ત્યાં વીજળી પડતાં 1200 સૈનિકે સાથે તે મરણ પામે. તેથી તે ડુંગર “વીજફાડ ડુંગર કહેવાય છે. આગળ ચાલતાં જેઠાજી થયા. તેના વંશ જેઠવા કહેવાયા. તેના વંશમાં ગોવિંદજી થયા. તેના ભાઈ નાઓ તથા ધાકેજીએ મોરબીમાં થાણું નાખેલાં તથા ત્યાં વાંકાનેર પાસે જડેશ્વર મહાદેવની સ્થાપના કરી. ધાકેજીએ ટંકામાં ધકેવાવ બંધાવી. ચાંપસેનજી તેના પછી કેટલીએક પેઢીએ થયા. તે અજમેરના ચૌહાણ કનકસેનની કુંવરી હંસાકુમારીના સ્વયંવરમાં ગયા હતા અને તેને વરી આવ્યા હતા. કેટલાંક વર્ષે સંગજી થયા. તેના સમયમાં વાઘેલા મેરબી ઉપર ચડી આવ્યા. હરસિદ્ધ માતાએ સ્વપ્નમાં ખબર દેતાં તેને નાને ભાઈ મકન જેઠ સામે ચડે. મકનસર ગામે ચડાઈ થઈ.* વાઘેલા હાર્યા, પણ કુંવર કાનજીને પકડતા ગયા. પાછળથી શિરોહીના અખેરાજજી, કનકસેન ચાવડા તથા હમીર જાદવની દરમ્યાનગીરીથી તે છૂટયા અને સાંગણજીએ તેની કુંવરી વાઘેલાને પરણાવી અને વાઘેલાએ જેઠવાને રાણુ કહી સંબોધ્યા. ત્યારથી રાણા થયા." આ યુદ્ધ થયું તે ડુંગર જેઠ ડુંગર કહવાય છે. હલામણ જેઠ : તે પછી સૌરાષ્ટ્રના લોકસાહિત્યમાં અમર થયેલા હલામણને કાકે શિયજી જેઠવા વંશમાં થયા તેના સમયમાં બાલંભાના રાજસિંહ પરમારની સેન નામે કુંવરી હતી. તેણે એવું કહ્યું કે જે મારી સમસ્યા પૂરી કરે તેને જ હું પરણું સમસ્યા લઈ પુરેહિત શિયાજીના દરબારમાં આવ્યો. તેણે તેના ભત્રીજા હલામણને દુહા મેકલ્યા, જે તેણે પૂરા કરી દીધા, પણ શિયાએ તે પૂરા કર્યા છે તેમ કહેતાં સેન તેને પરણવા તૈયાર થઈ. જાન બાલંભા ગઈ ત્યારે બન્ને પક્ષની દાસીઓ પાણીઘાટ ઉપર મળતાં વાત ફૂટી અને સોને શિયાળની પરીક્ષા કરવા અર્થે દુહા લખી મેક. શિયાજીએ હલામણને ખોટું આળ ચઢાવી દેશપાર કરે. આથી 1. તે પહેલાં આ રાજકુળનું શું નામ હતું તે જણાયું નથી એમ પણ કહેવાય છે. 2. તેના માતામ્યમાં બીજી જ વાત છે. 3. આ સ્વયંવરમાં ચંદ્રચુડ હતે. 4. મકનસર તે સ્થળે વસ્યું. 5. આ વાઘેલા કોણ? આ યુદ્ધ કઈ સાલમાં થયું તેની નોંધ કયાંય નથી. વાઘેલાને ઉદય આ સમયે હજી થયો ન હતો. 6. ક્યા વર્ષમાં તે જણાયું નથી. વંશાવળીના હિસાબે ઇ. સ. ૩૦૦-૪૦૦માં તે થયો હેય. પણ તે સંભવિત નથી. 7. બાલંભા, માણા મેરા વર્તમાન જોડિયા મહાલનાં ગામ છે. બાઈ મને બાની વઢી, નદીએ ભરતાં નીર, એક વચનને કારણે, શેષાયું શરીર, બાંધી મુઠી લાખની, ઉધાડી વા ખાય, હલામણ દુહા પારખે, સોન સિયા ઘર જાય,