________________ 222 સૌરાષ્ટ્રને ઇતિહાસ તે પછી મહમદે તથા તેના અમીર અથવા ઉલ-મુલ્ક સં. ૧૫રમાં મુલક લૂંટયો. માંડલિક હાર્યો અને સંવત 1527 (ઈ. સ. ૧૪૭૦)માં મુસ્લિમ ધર્મ સ્વીકારી અમદાવાદમાં રહ્યો. સેરડી તવારીખના વિદ્વાન કર્તાએ આ બધી હકીકત લખી છે. તેના ઉપર પાછી જેમ્સ બજેસે નોંધ લખી છે અને વિશેષ શંકાઓ ઉત્પન્ન કરી છે. દીવાનશ્રીના સમયમાં જે હકીક્ત પ્રાપ્ત થઈ તે સેળભેળવાળી અને ચારણોની કથાઓ અને ઉપલબ્ધ શિલાલેખ વગેરે ઉપરથી તેમણે લખી હશે. પણ તે પછી સંશોધન થયું અને કડીબદ્ધ ઈતિહાસ જાણવામાં આવ્યું. એટલે તમામ હકીકતને સમન્વય કરી લખવામાં આવેલી હકીકત એતિહાસિક પ્રમાણવાળી અને સ્વીકાર્ય છે. પોરબંદરના જેઠવા: આ ગ્રંથમાં આગળ કહેવામાં આવ્યું છે તેમ પરબંદરના જેઠવાઓને ઈતિહાસ પણ અંધારામાં છે. ભાટેની ઉક્તિ પ્રમાણે તેમાં 7 જ, 49 કુમાર, 17 રાજ, 27 મહારાજ, 83 જી, 3 સિંહ (વર્તમાન મહારાણા નટવરસિંહજી સુધી) એમ 183 પેઢીઓનું રાજ્ય હતું. તેઓ આ દેશમાં કયારથી આવ્યા તે નિશ્ચિત થતું નથી. હનુમાનજીથી આ વંશ ચાલ્યો આવે છે, પણ ઈતિહાસકારે, જેઠવાઓ સોરાષ્ટ્રમાં ઈ. સ. ૯૦૦થી ૧૦૦૦ના અરસામાં આવ્યા હોવાનું માને છે. તેઓની પહેલી રાજધાની મોરબીમાં હતી. ત્યાંથી કાંઠે કાંઠે જીત મેળવતા તેઓ શ્રીનગર સુધી આવ્યા. શ્રીનગર પોરબંદર પાસે આવેલું એક નાનું ગામ હજી પણ છે. તે જેઠવા ભાયાતનું ગિરાસદારી ગામ છે. તેઓએ બેટ અને દ્વારકા પણ જીત્યાં હતાં અને વર્તમાન જામનગર પાસે નાગણું ગામ છે, ત્યાં પીરોટન અને આજાદ બેટમાં પણ તેઓ વસ્યા હતા. પછી તેમણે ખંભાળિયામાં રાજ્ય સ્થાપ્યું; ત્યાંથી ઘુમલી વસાવ્યું અને પ્રેહપાટણ(ઢાંક)માં પણ અધિકાર સ્થાપ્યા. ઘુમલી પડતાં તેઓ રાણપુર ગયા, અને ત્યાંથી છાંયામાં ઈ. સ. 1574 પછી રાજ્યગાદી ફેરવી. પોરબંદર તે છેક ઈ. સ. ૧૭૮૫માં જેઠવાની રાજધાની થયું. આ જેઠવાઓને ઈતિહાસ ઈ. સ. 1120 પછી કડીબદ્ધ મળે છે. પણ તે પહેલાને ઈતિહાસ માત્ર ચારણોની જીભે ચડેલા બનાવોથી જાણવાનું રહે છે. તેમાં જેઓના નામે નેધપાત્ર હકીક્ત જાણવામાં આવી છે તે આ રહી. ઇ. સ. 1300 પહેલાંને અનિશ્ચિત ઇતિહાસ : જેઠવા રાજા સીલકુમારે ઘુમલી વસાવ્યું તથા આભપરા ડુંગર ઉપર કાળભા, કુછેલું અને હેજન તળાવ બાધ્યાં. તેન કુમાર ગોપકુમારે ગેપ વસાવી ડુંગર ઉપર ગોપનાથની સ્થાપના કરી. ફૂલકુમારે શ્રીનગરમાં સૂર્યદેવળ બાંધ્યું અને તેના ભીમકુમારે ભીમકટ બાંધે છે તે વંશમાં 1. આ ભીમોટ ઘણાં વર્ષો પછી આદીતછના ભાઈ ખીમજી બહારવટે હતા તેણે બાંધે.