________________ 220 સૌરાષ્ટ્રને ઈતિહાસ હૈદર અને શાદાખાન ગજનવી હતા. નવઘણ પક્ષે મહારાજા શક્તસિંહ, જગતસિંહ અને જદુનાથ જેઠવા હતા. તે સન્યમાં સંખ્યાબંધ કાઠીઓ હતા, જેવા કે હરસુર ખાચર, દેવસુર વાળા, નાગદાન ખુમાણ, રાવ નનુસર, બહરૂલ્લા, હીરા કચ્છાન, સેનાચે પાંડુરંગ, આપા ગણપતરાવ, નિંબાલકર અને ભુજંગરાવ ભોંસલે ઘાટીઓના ટેળા સાથે હતા. બન્ને બાજુએથી તેને ઉગ્ર મારે ચાલ્યો અને ફિરંગી રીત મુજબ બંદૂકને મારે થવા માંડે વગેરે. નવઘણના પુત્ર રા'ખેંગારે પાટણ ઉપર ચડાઈ કરી કિલ્લે તોડી તેના પથ્થરેથી કાલવા દરવાજે બાંધે હેવાનું કહે છે. તથા રાણકદેવીને સિદ્ધરાજની દીકરી કહી છે. જ્યોતિષીઓએ કહ્યું કે તેનું લગ્ન પિતા સાથે થશે.” તેથી તેને ઉઘાડી જગ્યામાં નાખી દીધી. ત્યાંથી કુંભાર તેને લઈ ચાલ્યું, તેને ખેંગારને પરણાવી અને રાણકને કહ્યું કે તું સિદ્ધરાજની પુત્રી છે. આ પ્રસંગ ઈ.સ. ૮લ્પ (વિ. સં. ૫૩)માં બન્યું હોવાનું લખે છે. તે પછી ખેંગારનું રાજ્ય ચાલ્યું હોવાનું જણાવી તેને પુત્ર મૂળરાજ વિ. સં. ૫રમાં ગાદીએ આવ્યું અને તેને પુત્ર જખરે થયે. તેને પુત્ર ગણરાજ બતાવ્યું છે, વગેરે. મહમદ ગઝની : મહમદ ઈ. સ. 121 વિ. સં. ૧૦૭૮)માં આવ્યું. તેની સામે ગુજરાતના રાજા ભીમદેવ સાથે રહી રાહ માંડલિક લડયે. તેમાં મહમદ હારીને ભાગી ગયે, પણ એમનાથ લૂંટયું. પાછળ રહેલા લશ્કરમાંથી સ્ત્રીપુરુષે હાથમાં પડયાં તેમાં તુર્ક, અફઘાન અને મેંગલ કુમારિકાઓને સ્ત્રીઓ બનાવી. બીજી સ્ત્રીઓને જુલાબ અને ઊલટીઓ કરાવી શુદ્ધ કરી અને પછી કુરાનના છવીસમા ફરમાન પ્રમાણે દુષ્ટ સ્ત્રીઓ દુષ્ટ માણસને તથા સારી સ્ત્રીઓ સારા માણસોને પરણાવી. હલકી પંડિતની સ્ત્રીઓનાં લગ્ન હલકા પુરુષ સાથે કર્યા. આબરૂદાર માણસને દાઢી મૂંડાવવા ફરજ પાડી. તેઓને શેખાવત તથા વાઢેર નામની રજપૂતાની જાત સાથે ભેળવી દીધાં અને નીચ જાતને કેળ, ખાંટ, બાબરિયા તથા મેર વચ્ચે વહેંચી દીધા પણ તેઓને શાદી માટે ગમે તે રિવાજે પાળવા છૂટ આપી. આ વાતની ચર્ચા કરવી જ અસ્થાને છે. ઈતિહાસનાં પ્રમાણે સાથેનું વર્ણન આગળ આવી ગયું છે. 1. આ વર્ણન મરાઠા યુગના યુદ્ધનું જણાય છે. આવા વિદ્વાન ગ્રંથકાર આવી ગંભીર ભૂલ ન કરે. મેન્યુફ્રોપ્ટમાં પાનાંઓની સેળભેળ થઈ ગઈ હોવાનું જણાય છે. - 2. આ વખતે જૂનાગઢને કિલ્લે જ ન હતો.