________________ 229 રજપૂત સમય તે સાંભળેલી હકીકતે ઉપરથી અને તે સમયે જે સાધનો ઉપલબ્ધ હતાં તેના આધારે એક ન જ ઈતિહાસ આપેલ છે. તેનાં કેટલાંક ઉદાહરણે નીચે પ્રમાણે છે. જૈન ગ્રંથાએ ગ્રહરિપુને રાક્ષસ બનાવી દીધે, કારણ કે સિદ્ધરાજ અને કુમારપાળના પૂર્વજ મૂળરાજે તેના સામે કારણ વગર ચડાઈ કરી હતી અને તે વાજબી ઠરાવવા આટલે હદ સુધી જેન લેખકને જવું પડ્યું. ભાટચારણેએ જેટલા હિન્દુ રાજાઓ આવ્યા તે સિદ્ધરાજ, જેટલા મુસલમાને આવ્યા તે મહમુદ બેગડા, સોમનાથ ઉપર મહમદ ગઝની, મહમદ તઘલગ, મહમુદ બેગડો વગેરે આવ્યા. મોખડાજી ગોહિલને મહમદ ગઝનીએ માર્યો અને વેગડા ભીલ મહમદ ગઝની સાથે લડતાં મરાયે. ભાણ જેઠવાના દરબારને ચારણ રતનરાય સિદ્ધરાજના દરબારમાં ગયે વગેરે કાળના ભાન વગર કર્ણોપકર્ણ ચાલી આવેલી વાતે ઘણું જ વર્ષો સુધી કરી તે તે ઈતિહાસમાં ઘટાવી દીધી છે અને ઘણા વિદ્વાન લેકે તેને માન્ય રાખી રહ્યા છે. દીવાન શ્રી રણછોડજી “તારીખે સોરઠમાં લખે છે તે પ્રમાણે ચુડાસમા શ્રીસદાશિવના વંશજ હતા, તેમને મૂળપુરુષ રાહ નવઘણ થયે. તે પછી નવ નવઘણ, દસ જખરા અને અગિયાર આલનસિંહ થયા. રાહ દયાસના સમયમાં સિદ્ધરાજનું રાજકુટુંબ ગિરનારની યાત્રાએ આવ્યું. રાહે કર માગ્યું અને કર ન આપે તે બદલામાં સિદ્ધરાજની પુત્રીની માગણી કરી. ત્યારે તેઓ પાસે સામનો કરવા પૂરતા માણસે ન હતા. તેથી “પાટણ જઈ ઠાઠમાઠથી પછી પરણાવવા આવશું” તેમ કહી તેઓ ચાલ્યા ગયા. અને જ્યારે સિદ્ધરાજે આ વાત સાંભળી ત્યારે પાંચસો ગાડાંમાં જાનડીઓના વેશમાં સિપાઈઓને બેસાડી સુસજજ સૈન્ય મોકલ્યું. આ કન્યાપક્ષના માણસો તથા રથ શહેરમાં દાખલ થતા હતા ત્યારે અંધ દરવાનીએ કહ્યું કે “આ રથમાં સુકુમાર સ્ત્રીઓ નહીં પણ ભારે પુરુષને ભાર છે તેથી તેઓ ગાડામાંથી કૂદી પડયા અને યુદ્ધ કર્યું. તેમાં દયાસ મરાઈ ગયે. તેને પુત્ર નવઘણ હતું. તેને દાસી દેવાયતને ત્યાં મૂકી આવી. હાકેમને તેની ખબર પડતાં તે ત્યાં ગયે અને દેવાયતની નજર સામે તેના સાત દીકરાને માર્યા. પણ નવઘણ બચી ગયે. દેવાયતે જાસલના લગ્નને બહાને સૂબાને તથા તેના માણસોને જમવા નેતરી મારી નાખ્યા. જાસલની વાત જેમની તેમ લખે છે, હમીરને શાહ કહે છે અને સંદેશો લાવનાર જાસલને પતિ નહીં પણ જાસૂસ કહે છે. નવઘણના સિન્યમાં સુમરા પક્ષે સમાં અને સુમરા હતા, કાબુલીઓ અને કાશ્મીરીઓ હતા અને એનાગ્રે મીર બહેરામ, ઇબ્રાહીમ કુલીખાન અને જંગીઝખાન હતા. મધ્યમાં મીરજા કુલી, અલી