________________ રજપૂત સમય 217 તેનું વિશેષ પ્રમાણ પણ પ્રાપ્ત થયું છે. કહાન નામના કેઈ કવિએ એક કાવ્ય લખ્યું છે. તેમાં લખે છે કે, પેડે મેં પ્રાણુ ગયે, મંડલિક મહારાજ જુકે, ભૂપત ભૂપાલ મટે, દાસ કહલા હૈ.” આ કાવ્યમાં માંડલિકના પતન પછી સંક્ષિપ્ત ઈતિહાસ છે, પણ તેમાં માંડલિક મહારાજને પડામાં પ્રાણ ગમે તેમ લખે છે. આ વિષયમાં “યદુવંશપ્રકાશમાં તેના વિદ્વાન કર્તા શ્રી માવદાનજી સારો પ્રકાશ પાડી, અંતમાં સત્ય કહે છે કે “પ્રભુ જાણે! ચાર વર્ષો પૂર્વની વાત જે બની હોય તે ખરી.” ગંગાજળિયે પવિત્ર રાહ ઘડે ચડી ચાલી નીકળે. નાગાજણને આ ખબર પડી ત્યારે તે મહમુદ બેગડાને ઉશ્કેરી ચડાઈ લઈ આવ્યું. દીવાન રણછોડજી કહે છે કે આ વખતે જમિયલશા દાતાર ત્યાં હાજર હતા. વિમલ વાણિયા: રાહ એક મંત્રી વિમલશાહ હતું. તેની સ્ત્રીનું નામ મનમેહિની હતું. તેના ઉપર રહે કુદૃષ્ટિ કરતાં વિમલશાહ મહમુદનું સૈન્ય લાવ્યા અને તેણે તેના ભાઈ વિશળને રાહને દગો કરવા ઉશ્કેર્યો. વિશળે નિમકહરામી કરી કોઠાર ખાલી કરી નાખે. પરિણામે રાહનો પરાજ્ય થયે; તેવી વાત પણ પ્રચલિત છે. આ બધી દંતકથાઓ છે; પણ તે પરાપૂર્વથી ઊતરી આવેલી છે. પડતી સત્તાની અવળી વાતે થાય તે સંભવિત છે. તેના જ આશ્રિત ચારણે મહમદ બેગડાની કચેરીમાં ગીત ગાવા પહોંચી ગયા હતા અને આ દંતકથાઓ દાયરામાં રસ જમાવવા કરેલી વાર્તાઓ જેવી છે. પતાઈ રાવળ જેવા મર્દ અને પવિત્ર પુરુષને ભદ્રકાળીને હાથ ઝાલનારે કહી મહમુદ બેગડા જેવાને નીતિમાન અને ચારિત્રમાન કહેનાર હિન્દુ કવિઓએ જાણે અજાણે અમર બલિદાન દેનારા વીર પુરુષને ઈતિહાસમાં ભારે અન્યાય કર્યો છે. તેમ છતાં આ વાતને અસ્વીકાર કરે તે તેને સ્વીકારવા કરતાં વધારે જોખમકારક છે. તેથી તેના સત્યાસત્યને વિચાર કરવાનું વાચકે ઉપર મુકી દેવાનું હિતાવહ છે. રાહ માંડલિક યુદ્ધમાં : રાહ માંડલિકે જ્યારે મહમુદ સામે અંતિમ યુદ્ધ ખેલ્યું તે પહેલાં તેણે મહમદને મળી સંધિ કરવા વિશળની સલાહ ઉપરથી વિચાર્યું.