________________ રજપૂત સમય 215 કરી અને તે ફરી ગયે. મીનબાઈને થયું દિશાને વધે હશે, તેથી રાજા યોગ્ય દિશાએ ફર્યો છે, તેથી તે પણ ફરી, પણ રાહે ત્રીજી દિશાએ મુખ ફેરવ્યું ત્યારે મીનબાઈએ તેની સાસુને કહ્યું કે “ફેઈ, રાહ ફરતે સે.” ચતુર ચારણ્ય આઈ નાગબાઈ માંડલિકને વિચાર કળી ગયાં. તેણે ઉત્તર આપ્યા–“રહ ન ફરતે, રાહ દિવસ ફરતે સે. મીનબાઈ ઘરમાં જવા માંડી. આઈનાં રક્ત નેત્રથી રાહ સમયે નહિ અને તેણે મીનબાઈની નિર્લજજ મશ્કરી કરી. તેથી નાગબાઈ કેયાં તેણે કહ્યું. ચાંપે જે ચારણ્ય ભણે તું વાર્યુ ન માને વીર હીણી નજરું હમીર માવિત્રાની હેય માંડલિકા “ચુડારાપ ચારણ તણું, વચન ન માને વીર, નેવાં તણાં નીર, મોભે ચડે ન માંડલિકા ચુડાસમા ! ચારણ સ્ત્રીનું વચન માનતું નથી, પણ યાદ કર કે નેવાંનાં નીર એભે ચડતાં નથી.) તેિળીક તપસાયે ખાગી થઈ, કીરીયા ઘટસે કેટ, ઈ ખુટામણની ખોટ, તું વીસરેશ માંડલિક” પણ રાહ માંડલિક આગળ વધે, તેણે અઘટિત વર્તન કર્યું અને આઈ નાગબાઈના ધન પાર રહ્યો નહિ. તેણે શાપનાં વચને વહેતાં કર્યા - પિસે જૂનાની પિળ, દામોકુંડ દેખીશ નહિ, રતન પડશે રળ, તેદી” મેં સંભારીશ માંડલિક ! પિથીને પુરાણ, ભાગવતે ભળશે નહિ, કલમ પઢીશ કુરાન, તે દી' મું સંભારીશ માંડલિક ! 1. ભણે-કહે 2. હીણી-હલકી 3. હમીર-રાજા 4. માવિત્ર-માવતર, રાજા. 5. ચુડારા = ચુડાસમા અથવા ચુડા પહેરનાર ચારણુ. 6. તેળી = તારી. 7 પીસે = ભાંગશે. 8. મું - મને. આ દુહાઓ જુદા જુદા પાઠફેરથી બોલાય છે. જેને જેમ ફાવે તેમ જડી કે ફેરફાર કરી બેસે છે. તેમાંથી જૂન માં જૂતા દુડા તારવીને અહી લીધા છે. આ દુહા જ આઈ નાગબાઈ બોલ્યાં હતાં કે બીજા તે ઈશ્વર જાણે ! પણ આવું પાપી કન્ય રાહે કર્યું હોય તે તે પિતાની દષ્ટિ સમક્ષ આઈ નાગબાઈ કેમ જોઇ શકે ? તેના ઉત્તરમાં શાપ જ હોય; અને તે શાપનાં જ વચને આ દુહાઓમાં છે.