________________ 16 સૌરાષ્ટ્રને ઇતિહાસ નહીં વાગે નિશાન, નકાબ હુકળશે નહિ, ઉમટશે અસરાણ, તે દી' મું સંભારીશ માંડલિક ! નોય ઘડાનાં ઘર, પાલખી ય પામીશ નહિ, ગિરનારે ગરમલ, તે દી' મું સંભારીશ માંડલિક ! જાશે રાહની રીત, રાહપણું રહેશે નહિ, ભમતે માગીશ ભીખ, તે દી' મું સંભારીશ માંડલિક ! ભૂલે રાજા ભીંત, નાગલ વા ના વળે, મેડી ત્યાં મસીદ, તે દી' મું સંભારીશ માંડલિક ! રાહ હવે ચે, કાલિકા સ્વરૂપ જોગમાયાના મુખમાંથી વરસતા શાપના શબ્દને મારે તે ઝીલી ન શક્ય તેથી તે પગે પડી ગયે, “આઈ ! આઈ " કહી તેનાં ચરણે આંસુથી પલાળી રહ્યો, પણ આઈને ક્રોધ પ્રબળ હતું. તેણે કહ્યું : પિતાના પરિયા તણી લાજ લેપે મા માન્ય નહિ મુદ્દલ રામત કીં ફરી તું માંડલિક” આઈએ કહ્યું, “રાહ તે નરસિંહને સંતાપે; તે તે પાલક-શક્તિ વિષ્ણુને ભકત હતું, તેણે દુઃખને બદલે આશિષથી દીધે; પણ હું તે લેહીનીંગળતી કાળજીલ્લા કાલિકાની ઉપાસક છું. મારી પાસે શાપ છે, અને મારે શાપ મિથ્યા નહિ થાય.” ગંગાજળ ગઢશા, પંડ તારું હતું પવિત્ર, વિજાને રક્ત ગયાં, પણ મને તો વાળા માંડલિકા રાહે આઈનાં ચરણે ઝાલ્યાં, તેના ગુનાની આકરી સજા માફ કરવા યાચના કરી. આઈના શબ્દ મિથ્યા થાય નહિ, પણ આઈ મા હતાં. તેણે કહ્યું કે, “તેં કામાંધ થઈ, જેને ક્ષત્રિય જનેતા તુલ્ય ગણે છે તેવી ચારણ સ્ત્રી પ્રત્યે કુદષ્ટિ કરી છે અને મિત્ર પત્નીનું શિયળ ઈછયું છે, તે રાહ, તું પાવૈ થઈ પાવૈયાના પેડામાં ફરતે ફરતે મૃત્યુ પામીશ.” (તારે) કાને અંકટા હસબશે, અંગે કાપડું સોય. પાના પેડામાંય, તને નર નાચવશે માંડલિક” તે ઉપરથી સૌરાષ્ટ્રના ઈતિહાસને કંઠસ્થ રાખનારા ચારણ કવિઓ માને છે કે જે ગુનો તેવી સજા નાગબાઈએ આપેલી અને તેથી રાહ માંડલિક કાને અમેટા અને કાપડું પહેરી પાર્વે થઈ શેષ જીવન પશ્ચત્તાપમાં વ્યતીત કરી ગુજરી ગયે.