________________ ર૧૪ સૌરાષ્ટ્રને ઈતિહાસ બાપજી કવણ મેં પાપ કીધાં હશે, નામ લેતાં તારું નિદ્રા આવે. તારી કરુણા વિના કૃષ્ણ કેડામણ, કળ અને વિકળનું બળ ન ફાવે; નરસૈયા રંકને ઝંખના તાહરી, તેડ બેડી હવે ફેડ ભાવે.” નરસિંહ મહેતાના ખળામાં એકાએક ઉનામાં ખત કરી કેદાર ગીર મૂકેલે તે કાગળ પડશે અને મહેતાજીએ જાણ્યું કે ભગવાને કેદારે છેડાવી સૂચના કરી. તેથી તેમણે કેદારે ગાયે. દામોદરરાયજીના મંદિરનાં તાળાં તૂટ્યાં, પ્રકાશ વ્યા અને શ્રીના સ્વરૂપના કંઠમાંથી હાર આપોઆપ નીકળી, નરસિંહ મહેતાના કંઠમાં આવેપા. માંડલિકે નરસિંહના ચરણ ઝાલી આંસુથી પલાળ્યા, તેમની ક્ષમા માગી. પણ વીતરાગી, વેદાંતી ભકતકવિ તે ભજનમાં લીન હતા. સ્વામી રામદાસ કેબિત થઈ રાહને શાપ આપવા લાગ્યા, ત્યારે નરસિંહ મહેતાએ વાગતી કરતાલના તાલે કહ્યું, મહેતાજી કહે એમ ન મજે, ક્રોધ રામાનંદ મુન્યજી; હાથે દામોદર હાર આપે, તે રાહ માંડલિકનું પુન્ય.” નરસિંહ મહેતાનું માંડલિકે પૂજન કર્યું અને અનેક ભેટ આપી. મહેતાએ તે સ્વીકારી નહીં, ત્યારે ગામગિરાસ દેવા માંડ્યા; પણ તેમણે તે સ્વીકાર્યા નહીં અને કરતાલ વગાડતા નરસિંહ મહેતા માંડલિકને ક્ષમા આપી ઘેર આવ્યા. નાગબાઈ : વંથલી પાસે આવેલા દાતરાણ ગામમાં હરગદાન દામા નામને ચારણ હતું. તેને ત્યાં સંતાન ન હતું. હિરાગર નામના એક પવિત્ર સાધુની આશિષથી નાગબાઈ જન્મ થયે. તેનું નામ ગંગાબાઈ પણ હતું. તેનાં લગ્ન વિસાવદર પાસેના મેણિયા ગામે રાવસુર ભાસુર નામના ચારણ સાથે થયાં હતાં. તેને પુત્ર નાગાજણ હતું. તે રાહના દરબારમાં રહેતા તથા કવિ હતા. રાહનો તે અનન્ય મિત્ર પણ હતા. તેની પત્નીનું નામ મીનબાઈ હતું. તેનાં રૂપ અને ગુણનાં વખાણ માંડલિકે સાંભળ્યાં. “અપ્સરાને લજિત કરે એવું રૂપ, ગાંધર્વ અને કિન્નરોને શરમાવે એ કંઠ અને મહામુનિઓને ચલિત કરે તેવી કાયા” જેવા તે તત્પર થયે. તેણે શિકારને બહાને મણિયા તરફ સ્વારી કરી અને નાગાજણને કંઈ બહાને દૂર મોકલી દીધો. એચિત રાહ પિતાને ઘેર આવ્યું જાણું નાગબાઈના હર્ષને પાર રહ્યો નહીં. ચારણની રીત પ્રમાણે ઘેર આવેલા રાજાનું સ્વાગત કરવા તેણે આંગણે બાજોઠ ઢાળી રાહને બેસાડયે. અને નાગાજણની પત્ની મીનબાઈ કંકુ અને અક્ષત લઈ રાહના કપાળમાં ચાંદલો કરવા જાય છે, ત્યાં સહે મીનબાઈ ઉપર તેની કામી દષ્ટિ સ્થિર