________________ 212 સૌરાષ્ટ્રને ઇતિહબ માંડલિકે ઇસ્લામ ધર્મને અભ્યાસ કરવામાં શેષ જીવન ગાળ્યું. અને જ્યારે જ્યારે તે ગિરનાર તરફ દૃષ્ટિ કરતે ત્યારે નિસાસા નાખી રેતે. તે અમદાવાદમાં જ ગુજરી ગયો. તેની કબર કદઈ પિળ અને કાલુપુર રેડના સંગમ ઉપર આજ પણ દેખાડવામાં આવે છે. આ પ્રમાણે જૂનાગઢના પવિત્ર ચુડાસમા કુળના અંતિમ અને કમભાગ્ય રાહના અંત સાથે સૌરાષ્ટ્રના એક પુરાણું રાજ્યકુળને પણ અંત આવ્યો. રાહ માંડલિક લોકસાહિત્યમાં : જન્મ : રાહ માંડલિકને પિતા રાહ મહીપાલ ધર્મપ્રેમી અને આસ્તિક હતું. તેને કેઈ સંતતિ ન હતી. તેથી તેનું ધ્યાન ભકિત તરફ વિશેષ હતું. તેના પુરોહિતના આગ્રહથી એક દિવસે જૂનાગઢના દામોદરરાયના મંદિરમાં જઈ તેણે માનતા માની કે જે મારે ત્યાં પુત્ર અવતરશે તે તેને વસમે વરસે પરણાવી, રાજપાટ આપી, શેષ જીવન તારી ભકિતમાં ગાળીશ.” દામોદરરાયે તેને પુત્ર આવે અને તે રાહ માંડલિકા બાલ્યકાળ : રાહની બાલ્યવયમાં તેના પિતાએ તેને પૂરતો વિદ્યાભ્યાસ કરાવ્યા અને શાસ્ત્રો શીખવ્યાં. ધનુર્વિદ્યા તથા મન્નુવિદ્યાનું જ્ઞાન આપ્યું. પિંગળ અને કાવ્યશાસ્ત્રનું પણ અધ્યયન કરાવ્યું. માંડલિક બલિષ્ઠ, ગૌરવર્ણ અને રૂપાળે હતે. લગ્ન: રાહ મહીપાલે ઘણી જ ધામધૂમથી તેનાં લગ્ન અર્થિલા(લાઠી)ના ગેહિલ અર્જુનસિંહની પુત્રી કુંતાદેવી સાથે કર્યા. તેણે જૂનાગઢની પ્રજાને એક મહિના સુધી જમાડી અને દાન દીધાં અને દામોદરરાયજીના મંદિર આગળ ભવ્ય વિષ્ણુયાગ યજ્ઞ કર્યો. પટ્ટાભિષેક : તે પછી ઈ. સ. ૧૪૫૧માં (સંવત 1507) વૈશાખ માસમાં અક્ષય તૃતીયાના દિવસે શુભ ચોઘડિયામાં માંડલિકને પિતાના હસ્તે ગાદી ઉપર બેસાડી રાહ મહીપાલ તીર્થયાત્રામાં ચાલ્યા ગયે. તેનું પાછળથી શું થયું તે જણાયું નથી. રાહ પણ ધર્મિષ્ટ હતું. તેના સ્નાનાર્થે કાશીજીથી રેજ ગંગાજળની એક કાવડ આવતી. તેનાથી તે નહાતે. તેથી તે “ગંગાજળિયે” કહેવાય. રાજ્યઅમલ : રાહ માંડલિકે સારી રીતે રાજ્ય ચલાવ્યું. તેની વિગતે કે આગળના પ્રકરણમાં આવી ગઈ છે. તેણે ડાહ્યા અને બુદ્ધિશાળી અમલદારે રાખ્યા 1. માંડલિક નામ આ વંશમાં પ્રથમ પણ પાડવામાં આવેલું છે, પણ તેને અર્થ માંડલિક' એટલે ખંડિયે નહીં પણ “માંડ જન્મેલો એટલે બટન. આજે નાથ, મડિ, એવાં નામ પણ ખોટના પુત્રનાં પાડવામાં આવે છે.