________________ 210 સૌરાષ્ટ્રનો ઇતિહાસ સુલતાન વિજય ન મેળવે, તે પછી માળવા કે ખાનદેશ છત્યાં ન જીત્યાં બરાબર છે. જૂનાગઢ ઉપર મહમુદ : ઈ. સ. ૧૪૬૭માં મહમુદે પ્રબળ સૈન્ય લઈ જૂનાગઢ પર ચડાઈ કરી. ત્યાંથી 80 માઈલ દૂર મહાબલિયા' નામક સ્થળે રજપૂતનું થાણું હતું, તે લઈ લેવા તેણે પિતાના કાકા તુવલુખખાનને 1700 માણસે આપી મે . તેણે છાપ મારી રજપૂતને કતલ કર્યા. તેથી રાહ કિલામાં ભરાયે હતો તેને બચાવની આશા રહી નહિ. તેથી બહાર આવી યુદ્ધ કરી ક્ષત્રિના કુળાચાર પ્રમાણે અંતિમ સંગ્રામ ખેલી લેવા તે બહાર પડે. મુસ્લિમે આ મરણિયા સામનાથી પાછા હઠવા માંડયા, રજપૂતે સામે ટકવાનું મુશ્કેલ જણાયું, પણ મહમુદ રણક્ષેત્રમાં સંધ્યાના સમયે ધસી આવ્યું. તેણે સૈનિકોને લાલચ આપી ઉત્સાહિત કર્યા મુસ્લિમોએ મહમુદના નેતૃત્વ નીચે ભયંકર હલ્લો કર્યો. હાથમાં સમશેર લઈ ઝૂઝતે રાહ ટકી શક્યો નહિ અને ઘાયલ થયો. રાત્રિનું અંધારું થતાં, રાહના અંગરક્ષકો તેને કિલ્લામાં લઈ ગયા. રાહ પાછો કિલામાં ભરાઈ ગયે. મહમુદના હાથમાંથી અમુલ્ય તક ગઈ. ઘેરે ફરી ચાલુ થયું. મહમુદે જૂનાગઢની તરફ લૂંટફાટ કરવા એને લશ્કર માટે ખોરાકી તેમજ જરૂરી વસ્તુઓ મેળવવા સૈન્યને આજ્ઞા આપી. તેના સૈન્યનાં અનેક શસ્ત્રો પાસે રાંકડી રૈયત પિતાના ઉજજડ થતા વતનને પાછળ મક પિતાનાં સ્વજનેનાં શબ ઉપર પગ દઈ નાસવા લાગી. મહમુદે તેના બલવાન હાથ ચારે તરફ પ્રસારી જૂનાગઢના રાજ્યનો પ્રદેશ સાફ કરી નાખે. રાહ શરણ થાય છે : રાહને કિલ્લામાં કંઈ પણ પહોંચી શકે તેવું રહ્યું નહીં. તેથી તેણે તેના મંત્રીઓની સલાહથી સુલેહ કરી, અને યુદ્ધના ખર્ચ પેટે પુષ્કળ જવાહીર, હીરા, મોતી અને તેનું નજરાણુ પેટે લઈ મહમુદે જૂનાગઢથી પિતાનું લશ્કર પાછું અમદાવાદને માર્ગે વાળ્યું બીજી ચડાઈ : પણ મહમુદ જ્યાં સુધી જૂનાગઢ સંપૂર્ણ રીતે જીતે નહિ ત્યાં સુધી જપે તેમ ન હતું. વળતે જ વર્ષે તેણે માંડલિક ઉપર ફરી ચડાઈ કરી. માંડલિકે જ્યારે જૂનાગઢ ઉપર આવતાં મહમુદનાં સૈન્યના સમાચાર જાણ્યા ત્યારે તેના હૃદયમાં ભયને સંચાર થયે. તેણે મહમુદનું સૈન્ય ગિરનાર સમીપ 1. મહાબલિયા કયું? પ્રભાસપાટણથી સુત્રાપાડા 10 માઈલ છે, ત્યાંથી વડોદરા જતાં સુત્રાપાડાથી 3 માદલ ઉપર મહાબલ નામનું પ્રસિદ્ધ સ્થાન છે. તે આડેધડ અંતરે જાવાગઢથી 80 માઈલ દૂર હશે. આ રથળે વાજા કેરોનું રાજ્ય હતું, આ રથાન પહેલું લીધું હોય તો મહમુદ ઘેઘા, મહુવા, ઊના, કોડીનારના માર્ગે આવ્યો હશે. મહાબલનું બીજું સ્થાન હોવાનું જણાયું નથી.