________________ 208 સૌરાષ્ટ્રને ઇતિહાસ આ યુવાન રાજા અહમદશાહના જે જ મહત્ત્વાકાંક્ષી, વીર અને ધીર હતું. તેણે ગુજરાત ઉપર જ નહીં, પણ સૌરાષ્ટ્ર, કચ્છ, માળવા અને સિંધ પર સવારી કરી ઈસ્લામને સર્વત્ર પ્રચાર કરવા, દેવાલયે તેડવા, હિન્દુઓને મુસ્લિમ બનાવવા તથા અમદાવાદની રાજધજા સર્વ પ્રદેશ ઉપર રોપવાના કેડ સેવ્યા હતા. મહમુદ બેગડાએ તેનાં શૈશવમાં અને યુવામાં અત્યંત દુ:ખ અને કષ્ટ વેઠયાં હતાં. શાહઆલમ નામના એક સંતની સાથે રહી તેણે તેની પાસેથી ઈસ્લામના સિદ્ધાંતોનું શિક્ષણ મેળવ્યું હતું, તેમજ તેના મુખેથી ઈસ્લામના મહાન શાહ અને સુલતાનની ધર્મપ્રચારની ઘગશ અને વિજ્યપ્રયાણની વાર્તાઓ તેણે સાંભળી હતી. તેથી જ તેણે રાજ્યપદ પ્રાપ્ત કરી આ મહાન રાજાઓના પગલે પગલે ચાલવાને નિશ્ચય કર્યો હતો. તે જ્યારે ગાદીએ આવ્યા ત્યારે તેની વયે માત્ર 13 વર્ષની હતી. તેથી તેને તેની મા બીબી મુગલી, તેના ઓરમાન પિતા અને ગુરુ શાહઆલમની શિક્ષા અને સલાહ પ્રમાણે ચાલવાનું હતું. તેણે તેની નાની વયમાં જ અમીરને બળ શમાવ્યું હતું, બુરહાન ઉલ મુલ્ક જેવાને જેર કર્યા હતા અને હવે તે વયમાં આવતાં જ તેણે જેહાદ કરવા કમ્મર કસી હતી. મહમુનું સ્વપ્ન : એમ કહેવાય છે કે મહમુદ બેગડાને હજરત મહંમદ પયગંબરે સ્વપ્નમાં દર્શન દઈ આજ્ઞા કરી કે, “મર્તિપૂજકના દેશ સૌરાષ્ટ્રને જીતી લે.” તેથી મહમુદ બેગડાએ દબદબાભરી તૈયારી કરવા માંડી. “પાંચ કરોડ મહેરોની પેટીઓ ભરાવી, ઈજીપ્ત, અરબસ્તાન અને રાસાનની રસેલી મૂઠાની અઢારસે તલવાર, તે સાથે અમદાવાદની વખણાયેલી ત્રણ હજાર અને આઠસો તલવારે તથા એ જ પ્રમાણે સેનેરૂપે રસેલી કટારીઓ એકઠી કરી. ઘોડેસ્વારના સરદારના હાથ નીચે અરબસ્તાન અને તુર્કસ્તાનના બે હજાર ઘડાઓ તૈયાર કરાવ્યા અને મહમુદે ધાર્યું કે મારી સાથે જે દ્ધાઓ આવનાર છે તેઓને બદલે આપવાને આ સર્વ ઈનામ કદાપિ ઓછું ગણાશે. આથી તેઓને કહ્યું કે “તમારા શૂરવીરપણાના બદલામાં સેરઠની બધી લૂંટ તમને વહેંચી દેવામાં આવશે.” અર્થિલાને નાશ : મહમુદ દૂરંદેશી હd, રાજનીતિજ્ઞ હતું. પ્રથમ તેણે તેના માર્ગમાં આવતા કાંટાઓ દૂર કરવા અને રાહના હાથપગ કાપી નાખવા એક ઘણું જ સારી યુકિત છે. તેણે રાહને કહેવરાવી મે કહ્યું કે “તમારા સસરાને ભાઈ દુદો ગોહિલ વટેમાર્ગુઓને લૂટે છે, ગામડાંઓ ઉજ્જડ કરે છે અને તમે તેને કાંઈ કહી શકતા નથી ? તેથી તેને તમે નાશ કરે, નહીંતર મારી અને તમારી 1. રાસમાળા ભાષાંતર આ દંતકથા જણાવે છે. આવું જ સ્વપ્ન મૂળરાજને આવ્યું હેવાનું પણ કહેવાય છે. 2. રાસમાળા ભાષાંતર.