________________ રજપૂત સમય 207 રાજ્યાભિષેક : માંડલિકને રાજ્યાભિષેક ઘણી જ ધામધૂમથી થયે અને તેમાં સૌરાષ્ટ્રના સર્વે રાજાઓએ નજરાણાં મોકલ્યાં અને ઘણા રાજાઓએ ત્યારે જાતે હાજરી આપી, પણ શિયાળબેટન સાંગણ વાઘેલે આબે પણ નહીં તેમજ તેણે નજરાણે પણ મેકર્ભે નહીં. સૌરાષ્ટ્રની પરિસ્થિતિ : ઈ. સ. 1451. અત્રે એ યાદ રાખવાની જરૂર છે કે અહમદશાહના મૃત્યુ પછી અને મહમુદ બેગડે ગાદીનશીન થયે ત્યાં સુધીમાં ગુજરાતની રાજ્યવ્યવસ્થા એવી અંધાધૂંધીભરી હતી કે ગુજરાતના સુલતાનની સત્તા પડી ભાંગી છે અગર પડી ભાંગશે એવી માન્યતા સૌરાષ્ટ્રમાં પ્રચલિત હતી; સોરાષ્ટ્રના હિન્દુ રાજાઓ જૂનાગઢ તરફ નેતૃત્વ માટે તેમની નજર રાખી બેઠા હતા. તે સમયે સૌરાષ્ટ્રમાં બીજા કેઈ બળવાન અને સુલતાનને સામને કરી શકે તેવા રાજાઓ હતા નહીં. તેથી રાહે:માંડલિકે છત્રપતિને શેભે તેવા ઠાઠથી રાજ્યાભિષેક કરાવ્યું. સેમિનાથ જીર્ણોદ્ધાર : માંડલિકે ગાદી ઉપર આવી પ્રથમ કાર્ય ગિરનાર , ઉપરના અંબાજીના પ્રસિદ્ધ દેવાલયને તેમજ પ્રભાસના સેમિનાથના ખંડિત દેવાલયને જીર્ણોદ્ધાર કરાવવાનું કર્યું. આ જીર્ણોદ્ધાર માત્ર સમારકામ જેવું હતું. ત્યાં પુન: મૂર્તિની સ્થાપના કરી અને પિતે તેની પૂજા કરી. પિતાના રાજ્યાભિષેકમાં ગેરહાજર રહેનાર શિયાળબેટના સાંગણ વાઘેલા સામે તેણે પ્રયાણ કર્યું. શિયાળ બેટ : શિયાળ બેટના વીરમદેવે રાહ કવાટને કેદ કર્યો હતો તે આગળ જેવાયું છે. તે જ શિયાળ બેટના આ શિરજોર વાઘેલા ઠાકરે માંડલિકની સત્તાની અવગણના કરેલી. ઉનાના તેમજ પ્રભાસના વાજા ઠાકરેને સાથે રાખી માંડલિકે શિયાળ બેટ સર કર્યું અને સાંગણ કે જે ચાંચિયાનું કામ કરતા અને જેની આવક માત્ર દરિયાઈ લૂંટની હતી, તેને મારી પ્રજાને તેના ત્રાસમાંથી મુક્ત કરી. મહમુદ બેગડે ગાદીએ : ઈ. સ. 1457. માંડલિકનું રાજ્ય નિરંકુશપણે છ વર્ષ ચાલ્યું. તેણે સૌરાષ્ટ્રમાં પિતાને વિજયધ્વજ છે, સાગરકાંઠાના વાજા રાજાઓ સાથે મૈત્રી બાંધી, અને તેમને ખંડિયા તરીકે રહેવા દીધા. પણ ઈ. સ. ૧૮૫૭ની સાલમાં અમદાવાદમાં મહમદ બેગડો ગાદીએ આવ્યા અને માંડલિકની વિજયી કારકિર્દીની આગેકૂચ અટકી ગઈ. 1. કેટલાક ઇતિહાસકારો તેને ઓખાને સાંગણ વાઢેલ કહે છે. પણ આખામાં તે સમયે ભીમજી હતું. તેનું વર્ણન આગળ આવશે.