________________ રજપૂત સમય 205 ગોહિલ : ઈ. સ. ૧૪૨૦માં ઘેઘાની ગાદીએ સારંગજી બેઠા. સારંગજી હજી સ્થિર થયા ન હતા ત્યાં અમદાવાદના સુલતાને એક પ્રબળ સૈન્ય સૌરાષ્ટ્ર ઉપર મોકલ્યું. સારંગજી હજી નાની વયના હતા, તેમજ રાજ્યની સ્થિતિ નબળી હતી; રાજ્યકારભાર તેના કાકા રામજી કરતા, એટલે સૈન્યની સામે થવા કરતાં ખંડણી આપી વિદાય કરવા તેણે વાટાઘાટ ચલાવી. પણ ખંડણી આપવા જેટલા પૈસા ખજાનામાં ન હતા. તેથી તે રકમ ન અપાય ત્યાં સુધી સારંગજીને બાન તરીકે રાખવાની શરતે જ પાછી વળી. રામજીએ નિરકુશપણે રાજ્ય ચલાવ્યું અને સારંગજીને મુક્ત કરાવવા જરા પણ પ્રયત્ન ન કર્યો. સારંગજી અમદાવાદથી નાસી જઈ પતાઈ રાવળને આશ્રયે ગયે પતાઈ રાવળ ચાંપાનેરને મહાપ્રતાપી અને બળવાન રાજા હતે. તેણે સારંગજીને સિન્ય આપ્યું. સારંગજીએ ઘેઘા ઉપર ચડાઈ કરી. તેણે ઉમરાળામાં પિતાનું થાણું નાખ્યું. રામજીએ ગારિયાધારના રોહિલને લાંચ આપી પિતાની સહાયે બોલાવ્યા, પણ તેઓને સારંગજીએ બાર ગામ આપવાની કબૂલતાં તેઓએ સારંગજીને સહાય કરી. રામજી શરણે ગયે અને આ વિજયની સ્મૃતિ કાયમ રાખવા સારંગજીએ રાવળને ખિતાબ ધારણ કર્યો. રાહ મહીપાલ છ ઈ. સ. ૧૪૪૦થ્થી 1451. રાહ મહીપાલ ગાદીએ આવ્યા ત્યારે અહમદશાહના આખરી વર્ષો હતાં. ઈ. સ. ૧૪૪૨માં અહમદશાહ ગુજરી ગયો અને મહમુદ બેગડે ઈ. સ. ૧૪૫૮માં ગાદી ઉપર આવ્યા. ત્યાં સુધી અમદાવાદની રાજ્યવ્યવસ્થા એવી હતી કે મહીપાલદેવને ભય રહે. સૌરાષ્ટ્રની સ્થિતિ : સૌરાષ્ટ્રમાં પણ એ સમયે અંધાધૂધી વ્યાપી હતી. સેરઠના રાહ, ગોહિલવાડના ગોહિલ, ઝાલાવાડના ઝાલા, બરડાના જેઠવા અને બીજા તમામ નાના રાજાએ મુસ્લિમ આક્રમણ સામે લડીને તૂટી ગયા હતા, અને જે બળ હતું તે બચાવવા માગતા હતા. મુસ્લિમ સૈન્ય સામે ટકવા અગર તેમની ખંડણીની માગણું તૃપ્ત કરવા ધનભંડાર ભરવાની ફિકરમાં હતા. તેને લાભ લઈ ચારે તરફ લૂંટફાટ અને અવ્યવસ્થા વ્યાપી ગઈ. કેઈ રાજ્યમાર્ગ સુરક્ષિત હતું નહિ. કાઠીઓ, બાબરિયાએ, અને બીજા ભાગ્યશોધકે ઉઘાડી રીતે લોકોને લૂંટવા માંડયા અને નિર્દોષ પ્રજા લુંટારાનાં બાણબરછીને ભેળ બનવા માંડી. 1. વીર મોખડાજીના પુત્ર ડુંગરસિંહ, તેના વિસાજી, તેના કાને છે અને તેના પુત્ર સારંગજી. 2. આ ખિતાબ તેને પતાઈ રાવળે આ હેવાનું પણ એક કથન છે.