________________ રજપૂત સમય 209 મૈત્રીમાં ખલેલ પડશે” રાહે આ સંદેશાથી માન્યું કે મહમુદ તેને પિતાને મિત્ર ગણે છે અને આવા મિત્રના શબ્દને માન આપવા તેણે દુદા ગોહિલને કહાવી મોક હ્યું કે તમારે મારે શરણે આવવું અને તમારી સેના વિખેરી નાખવી.” તે દરમિયાન કુંતાદેવીને પુત્રસંતતિ ન હોવાથી તેની જ સલાહથી રાહ માંડલિકે કુવાના ઝાલા વનવીરજીની પુત્રી ઉમાદે સાથે લગ્ન કર્યા. આ કારણથી દુદે તેને દુશ્મન બન્યું હતું. તેમાં આ આહ્વાને વૈરાગ્નિમાં વૃત રેડયું. તેણે માંડલિકનું કહેણ સ્વીકાર્યું નહીં અને જવાબ આપે કે “દુદાને તું સાંગણ ન સમજતો. તેથી માંડલિકે પિતાનું સમસ્ત બળ એકત્રિત કરી અર્થિલા ઉપર ચડાઈ કરી અને દુદાને મારી અર્થિલાને નાશ કર્યો. મહમુદની પહેલી સવારી : મહમુદે તે દરમિયાન પૂરતી તૈયારી કરી લીધી હતી તેણે રાહ માંડલિકને મુસલમાન થવા અને પિતાની તાબેદારી સ્વીકારવા કહેણ મેકવ્યું. રાહે તે માન્ય રાખ્યું નહીં. તેથી મહમુદ બેગડો જૂનાગઢ ઉપર સુસજ્જ સૈન્ય લઈ ઈ. સ. ૧૪૬૮માં ચડી આવ્યું. સૌરાષ્ટ્રનું આકર્ષણ : સૌરાષ્ટ્રને પિતાની આણ નીચે લાવવા મહમુદની પ્રબળ ઈચ્છા હતી. સૌરાષ્ટ્રનું નામ જ તેને પ્રિય હતું. સિકંદરે તેનું જે વર્ણન આપ્યું છે તે જ સોરાષ્ટ્રને ગૌરવવંત ઈતિહાસમાં સેંધાયેલા યુદ્ધો લડનારા આક્રમણકારોએ તેને પ્રાપ્ત કરવા પિતાના વહાલા દ્ધાઓ કપાવી નાખ્યા, અને તે પર વિજયધ્વજ ફરકાવવાના સેવેલા કેડનું કારણ દર્શાવવા પૂરતું છે. ઓહ! સોરઠ કે દેશ છે! જાણે માલવા, ખાનદેશ અને ગુજરાતની તર અને તત્ત્વ ઈશ્વરે એકત્ર ન કર્યા હોય ! અને જાણે સમસ્ત વિશ્વના સારા માણસને મેળ ન કર્યો હોય! તેમજ આ ત્રણ દેશેના મર્દ અને ખાનદાન માણસને એકત્ર કરી એક ઝંડા નીચે મૂકી તેને દુનિયાના બીજા દેશના પારસમણિ જેવું ન બનાવ્યું હેય!” આવે સૌરાષ્ટ્ર કે જ્યાં ગિરનાર, ગીર અને સમુદ્રને કાંઠે નાંગરતાં વહાણો, પાનવાડીઓ, બગીચાઓ, પવિત્ર દેવાલયે હોય અને તેના પર જે અમદાવાદને 1. દુદાએ માંડલિકને કહેવરાવ્યું કે “તું હજુ બાળક છે. વળી, મારા ભાઈ અજુનસિંહ(આ અર્જુનસિંહ અહમદશાહ સામે લડતાં મરાયો હતો)ની દીકરી તને પરણાવી છે. માટે પાછા જા. તું દુદાને ઓળખતે નથી.' માંડલિકે કહ્યું કે હું પણ ક્ષત્રિય છું અને કંઠ બતાવી પાછો જાઉં નહીં.' પછી યુદ્ધ થયું. તેમાં દુદે મરાયો. માંડલિકે અર્થિલા ઉજજડ કર્યું, અને ત્યાં ગધેડે હળ જેડાવી મીઠું વવરાવ્યું. આ કલંકરૂપ પ્રસંગને સોરઠમાં અષાડી ત્રીજના રોજ કન્યાઓ ફૂટતાં યાદ કરે છે કે “હાય રે! દે–દેદે માર્યો લાઠીના ચોકમાં..” વગેરે. 2. મિરાતે સિકંદરી. 27