________________ રજપૂત સમય રા આવતાં સામેથી જઈ નજરાણે ધરી પ્રશ્ન કર્યો કે “આ વખતે ચડાઈ લાવવાનું શું કારણ છે?મહમુદ પાસે ઉત્તર તૈયાર જ હતો. તેણે કહ્યું કે “ગુજરાતને છત્રપતિ રાજા હું છું, છતાં તમે સુવર્ણ છત્ર ધરાવી ગિરનાર ઉપર જાઓ છે તે મારું અપમાન છે.” રાહે તરત જ તેનું છત્ર અને રાજચિહ્નો તેને સ્વાધીન કરી, મેટી રકમને નજરાણે આપે અને મહમુદને વગર યુદ્ધ પાછો વાળે. ત્રીજી ચડાઈ : ઈ. સ. 146: પણ મહમુદે તે જૂનાગઢમાંથી હિન્દુ રાજ્યને ઉખેડી નાખવા નિશ્ચય કર્યો હતે. છેવટે તેણે ત્રીજે વર્ષે ફરીથી ચડાઈ કરી. જ્યારે જૂનાગઢની પાસે સૈન્ય પહોંચ્યું ત્યારે રાહ માંડલિક પુનઃ મહમુદ પાસે ગયે અને પૂછ્યું કે “હે સુલતાન, હું તો તમારે ખંડિયે છું, તાબેદાર છું, આજ્ઞાંકિત સેવક છું, છતાં મને વારંવાર કઈ કસૂર સારુ હેરાન કરવામાં આવે છે ?" ત્યારે મહમુદે હસીને જવાબ આપે કે “રહ, કાફર રહેવું તેનાથી બીજે કયે માટે વાંક છે?” તેથી રાહ ચુપચાપ સલામ કરી પાછે કિલામાં ચાલ્યો ગયો; પણ કિલામાં વધુ ટકાય તેમ ન જણાતાં તે ગિરનાર ઉપર ગયે અને ત્યાંથી કેસરિયાં કરી મરી ખૂટવા તેણે તેના દરબારીઓ તથા સેનાનીઓને સલાહ પૂછવા એકત્ર કર્યા. તેમાં તેને મંત્રી વાસણ પણ હતે. તેણે સલાહ આપી કે આપે શરણે જવું. રાહે કહ્યું, “એક તરફ મૃત્યુ છે, બીજી તરફ ધર્મ પરિવર્તન છે. મારા પૂર્વજોને પ્રિય ધર્મ હું પ્રાણાને પણ નહીં છોડું” પણ મંત્રીની સલાહ બીજી રીતે થઈ જ નહીં. રજપૂતે મરી ખૂટવા તૈયાર થયા. રાહે દરરોજ એક એક ટુકડી સુલતાન સામે લડવા મોકલવા માંડી. રાહે સૌરાષ્ટ્રના બીજા રાજાઓને પિતાની સહાયે આવવા લખ્યું, પણ કેઈ આવ્યા નહિ. વીસળે છેવટે સુલતાનની લાંચ સ્વીકારી દગો દીધે. તેણે કઠારને ત્વરિત વ્યય કર્યો, અને યેગ્ય સમયે સંકેત થતાં કરેલી યેાજના અનુસાર મહમુદ કિલ્લામાં દાખલ થયો. રાહ માંડલિક એચિંતે ઝડપાયો. હવે તેની પાસે બચાવની બારી રહી નહિ. મહમુદ પાસે તેને ઊભું કરવામાં આવ્યો ત્યારે તેની તત્વાર મહમુદ પાસે ધરીને કહ્યું કે શરણ થાઉં છું.” મહમુદે કહ્યું કે “મારી શર્તનું પાલન કરવું જ જોઈએ. તમે ઈસ્લામ અંગીકાર કરે.” માંડલિકે કહ્યું કે હું આપની શર્ત સ્વીકારું છું, પણ મારી રાણુઓ, કુંવરે તથા કુટુંબીજનોને ફરજ પાડવી નહિ.” મહમુદે તે કબૂલ કર્યું. માંડલિકે કલ્યો કબૂલ કર્યો અને મહમુદ સાથે તે અમદાવાદ ગયો. મહમુદે જૂનાગઢનું નામ મુસ્તફાબાદ પાડયું અને પિતાના શાહજાદા ખલીલખાનને ત્યાંના હાકેમ બનાવ્યો. રાહ માંડલિક અમદાવાદ પહોંચ્યા પછી મહમુદે તેને ખાનજહાનને ઈલ્કાબ આપ્યો. 1. “મિરાતે સિકંદરી'માં અમદાવાદ ગયા પછી મુસ્લિમ બનાવ્યાનું જણાવ્યું છે, પણ તે બરાબર નથી તેમ પ્રો. કેમીસેરિયેટ માને છે. (એ હીસ્ટ્રી ઓફ ગુજરાત : પ્રો. કેમોસેરિયેટ.)