________________ ર૦૬ સૌરાષ્ટ્રને ઇતિહાસ મહીપાલવ : રાહ મહીપાલદેવ ઘણું જ ધર્મિષ્ટ અને પવિત્ર રાજા હતે. તે શાન્તિપ્રિય અને સુલેહપસંદ હતે. વળી તે અપુત્ર હતું તેને દામોદરરાયની માનતાથી માંડલિક નામે કુમાર જન્મેલે. તેથી તેને દામોદરરાય તરફ અપાર શ્રદ્ધા હતી. અને તે જ કારણે દ્વારકાથી પ્રભાસ કે પ્રભાસથી દ્વારકા જતા યાત્રાળુઓને પિતાને ખર્ચ તે જમાડતે. મહીપાલદેવ ઘણી મોટી ઉંમરે ગાદી ઉપર આવ્યું હતું, તેથી જે ઉત્સાહ તેનામાં હવે જોઈએ તે હતો નહિ. તેથી અમદાવાદની અનિશ્ચિત પરિ સ્થિતિને લાભ લેવું જોઈએ તેટલે તે લઈ શક્યા નહિ. માંડલિકનાં લગ્ન : રાહ મહીપાલદેવે તેના એકના એક પુત્ર માંડલિકનાં લગ્ન અર્થિલાના ગોહિલ અર્જુનસિંહની પુત્રી કુંતા સાથે કરી, તેને જૂનાગઢનું પૂર્વજોએ પરિશ્રમથી મેળવેલું પુરાતન રાજ્ય ખાવા માટે સંપી, ગાદીએ બેસાડી, પોતે વાનપ્રસ્થાશ્રમ સ્વીકારી, તીર્થસ્થાનમાં રહેવા ચાલ્યા ગયે. રાહ માંડલિક 3 જો : ઈ. સ. ૧૪૫૧થી ઈસ. 1472. સેરઠના છેલ્લા રજપૂત રાજવીના જીવનને ઇતિહાસ ઘણે જ કરૂણ છે. લોકસાહિત્ય, મુસ્લિમ તવારીખનવેએ અને અન્ય ઈતિહાસકારેની કલમેએ આ રાજાને જુદે જુદે ઈતિહાસ સર્યો છે. તેનાં સચ્ચારિત્ર્ય અને ન્યાયપ્રિયતા, તેનું પવિત્ર જીવન અને નીતિ, તેનાં શૌર્ય અને ઔદાર્યનાં જેટલાં દુષ્ટાતે મળે છે તેટલાં જ તેના પાપી અને વાસનામય જીવનનાં દૃષ્ટાંત મળે છે. તેમાં સત્ય શું અને અસત્ય શું તેની તારવણી કરવાની આવશ્યકતા રહે છે. તેથી રાહ માંડલિક ઈતિહાસમાં અને લેકસાહિત્યમાં, એમ બે જુદાં જુદાં પ્રકરણે કરવામાં આવ્યાં છે. પ્રારંભ : રાહ માંડલિક યુવાવસ્થામાં આવતાં જ તેના પિતાએ તેની હયાતીમાં તેને રાજગાદી આપી. ઉપસ્કેટને લેખ : ઈ. સ. 1451 (વિ. સં. ૧૫૦૭)ને ઉપરકેટને લેખ મળે છે. તેમાં રાહ માંડલિકને મહીપાલદેવને કુંવર લેખે છે. એ સમયે મહીપાલદેવ હયાત હતા અને તેણે જ આ કમનસીબ કુમારને શાસ્ત્રો તેમજ શસ્ત્રવિદ્યા શીખવ્યાં હતાં. લગ્ન: રાહ માંડલિકના સસરા અર્જુનસિંહ મુસ્લિમ સામેની લડાઈમાં કામ આવેલા. તેથી તેનાં રાણી કુંતાદેવી તેના કાકા દૂદા ગોહિલને ત્યાં ઊછરીને મોટાં થયેલાં. અર્થિલા વા હઠીલા વર્તમાન લાઠી પાસે હતું અને દુદા ગોહિલ તેની નીચે ચોવીસ ગામને ગિરાસ ખાતા. 1. કઈ લડાઇમાં અર્જુનસિંહ મરાણું તે ઉપલબ્ધ નથી; પણ અહમદશાહની ચડાઈમાં તે મરાયા હેવાનું સંભવિત છે.