________________ 204 સૌરાષ્ટ્રનો ઇતિહાસ દેવના પુત્ર દામોદરે રેવતીકુંડ ઉપર જૂનાગઢમાં એક મઠ બંધાવેલ છે, જે અત્યારે મહાપ્રભુજીની બેઠક તરીકે ઓળખાય છે.' રાહ જયસિંહ અહમદશાહના વ્યવસાયને સારી રીતે લાભ લઈ સૌરાષ્ટ્રમાં બળવાન રાજા તરીકે 25 વર્ષને દીર્ઘકાળ સુધી રાજ્યઅમલ ભેગવી, ઈ. સ. ૧૪૪૦માં ગુજરી ગયે. તેમ છતાં મુસ્લિમ સત્તા વિકસતી જતી હતી. અહમદશાહે ઠેરઠેર ઇસ્લામના પ્રચાર માટે મજીદ બનાવી અને મોલવીઓને રેઢી ધર્માતરના કાર્યને વેગ આપે. 1. ગુલાબશંકરકૃત “જૂનાગઢને ઇતિહાસ'. 2. આ કથન માટે જુઓ નીચેના શિલાલેખો. (1) ભાદરોડ દરવાજે મહુવામાં ઈ. સ. 1425 (સુર સન ૮૨૬)માં મલેક આસર ઉલ મુક બિન મલિક જુન્નરે મજીદ બાંધી. (2) વઢવાણ ઈ. સ. 1439 (સુર સન 840) મલેક મહમદ બીન મલેક મુસા. ત્યાંની બીજી મજીદ. તે જ વર્ષને શિલાલેખ. (3) સદર, ઈ. સ. 1448 (સુર સન 849). (4) પ્રભાસપાટણ: ઈ. સ. 1417 (હી. સન 420) ફઝલુલા અહમદ અબુએ દર વાજા પાસે મજીદ બનાવી તેને લેખ. (5) માંગરોળ : ઇ. સ. 1417 (હી. સ. 820) શાહઆલમની મરજીદનો લેખ (6) પ્રભાસપાટણઃ ઇ. સ. 1430 (હી. સ. 834) મલેક હુશેન મુઝફરના ભાઈ મહમદશાહને લેખ. (7) પ્રભાસપાટણ : ઇ. સ. 1432 (હી. 836) મોટા દરવાજાનો લેખ. (8) સદર; ઈ. સ. 1411 (હી. 866) ચાંદની મજીદ, નસઉલ્લાએ કુરેશ અલ લાહીયા ઉ મલેક બદેહ ગદેહને લેખ. એ સિવાય અનેક શિલાલેખો જાણ્યા અજાણ્યા છે. પણ આ વિષયમાં એક વસ્તુ નેધપાત્ર છે કે આ મજીદ ઉપર શિલાલેખ છેતરાવી, “અમે બાંધી છે” એમ કહી તેના પરિવતકાએ પુણ્ય લૂંટવા પ્રયત્ન કર્યો છે. તે માટે કહે છે કે, “અલી અલ્લાહ અલીહે વ સલમ | મન મની અલ્લાહ તઆલા મજીદા બની અલાહ લેહ બયાના ફી અલ જન્નત નબી કે જેના ઉપર ઈશ્વરના આશિષ ઊતરો તેણે કહ્યું છે કે, “અલ્લાહ તઆલા માટે જે મજીદ બંધાવે તેને વગમાં અલ્લાહ ઘર બંધાવી આપશે”) હી. 732 (ઈ. સ. 1331) વેરાવળ જુમ્મા મજીદને આ લેખ. (ભાવ ઈન્સ.). આ મજીદ બંધાવી નથી; પણ ઘણાંખરાં હિન્દુ મંદિરની મૂર્તિ કાઢી નાખી તે સ્થળે મહેરાબ અને મીંમબર બનાવી “મજીદ બંધાવી’ કહી પુણ્ય લેવા કોશિશ કરી છે. તેથી આ ગ્રંથમાં મજીદે બાંધી નહીં પણ બનાવી એ શબ્દપ્રયોગ કર્યો છે.