________________ 202 સૌરાષ્ટ્રને ઇતિહાસ વાજા રાજાઓ : પ્રભાસના અંતિમ વાજા રાજા બ્રહ્મદાસ વિજયરાજે સેમિનાથ ઉપર અમદાવાદની ફેજ વિધ્વંસ માટે આવી ત્યારે પ્રભાસ આગળ યુદ્ધ કર્યું. અમદાવાદના વિજયી સુલતાનની પ્રબળ સેના સામે વાજા રાજાની ઊભા રહેવાની શક્તિ ન હતી; છતાં પિતાની હાજરીમાં સેમનાથને થતે દેવંસ જેવા કરતાં તેણે પણ ક્ષત્રિયકુળની પ્રણાલિકા પ્રમાણે પ્રાણનું બલિદાન દેવાનું યંગ્ય ધાર્યું. ઈ. સ. ૧૪૦૬માં મુસ્લિમ સૈન્ય વાજાઓને સદાને માટે પ્રભાસમાંથી હાંકી કાઢયા. વાજા રાજાઓ, રાહના માંડલિક હતા કે સ્વતંત્ર રાજાઓ હતા તે પ્રશ્નને નિર્ણય થઈ શકતો નથી. પરંતુ તેઓ ઈ. સ. 1225 લગભગ દ્વારકા તરફથી આવી આ પ્રદેશના સ્વામી થયા હતા. અને આ ભૂમિ ઉપર તેમણે ઇ. સ. ૧૨૨૫થી ઈ. સ. 1406 એટલે લગભગ 200 વર્ષ રાજ્ય કર્યું હતું.' રાહ જયસિંહ ત્રીજો : ઈ. સ. ૧૪૪૫થી ઈ. સ. 1440. રાહ જયસિંહ એક પતન પામેલા રાજ્યનો વારસ થયે. તેના ભાગ્યમાં પરાજિત થયેલા સોરાષ્ટ્રને તાજ હતું અને તેની સામે અહમદશાહ ગુજરાતી જેવા પ્રખર અને પ્રતાપી સુલતાનનાં ક્રોધ વરસાવતાં નયને હતાં. તેમ છતાં, રાહ જયસિંહ એક મહાન પિતાનો પુત્ર હતું અને તેની નસોમાં તેના પવિત્ર પૂર્વજોનું લેહી વહેતું હતું, તેનામાં યોવનની ધગશ હતી. તેણે અહમદ શાહની તલવાર સામે તલવાર કરવાના કેડ કર્યા, પણ તેને તે કામ સહેલું લાગ્યું નહિ. ઊલટાનું અહમદશાહે જૂનાગઢ જીતી, બરડાના રાણા રાણજી પાસેથી ખંડણી ઉઘરાવી, પ્રભાસના કિનારે મીટ માંડી, ખંડિત થયેલા સેમિનાથના મંદિરના બાણમાં ફરીથી કારી ઘા કર્યો. તેણે સેમિનાથના ભગ્ન અવશેષને ખંડિત કર્યા, ત્યાંના મંદિરોને મજીદમાં ફેરવી નાખ્યાં અને ઈસ્લામના પ્રચારાર્થે ધાર્મિક અમલદારે મૂકી, ઊના-દેલવાડા જીતી, મહવા મુકામ કર્યો. મહુવાની જીત કરી તેણે ગેહિલે પાસેથી ખંડણી લીધી અને મહુવામાં તેમજ વઢવાણમાં મજીદ બંધાવવા હુકમ 1. આ યુદ્ધ સંવત ૧૪૬રના શ્રાવણ સુદ આઠમ ને શુક્રવારે થયું હતું. તેને એક મિશ્ર ભાષાનો શિલાલેખ પ્રભાસપાટણમાં છે. 2. જુઓ મારો લેખઃ- “પ્રભાસના વાજા રાજાઓ”, “ગુજરાતી” તા. 21-5-1933, ધામળેજ તથા પાટણના સંવત ૧૪૪રના લેખમાં વાજા રાજાને તૃપતિ શબ્દથી સંબો છે, તેઓ રાહના માંડલિકે અથવા મિત્ર હશે.