________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ સૌરાષ્ટ્ર ઉપર અહમદશાહની ચડાઈ ઈ. સ. 1414. અહમદશાહે ઈ. સ. ૧૪૧૧માં ગાદીએ બેસી સૌરાષ્ટ્રમાં પ્રબળ થઈ ગયેલા રાજાઓને અને ખાસ કરીને રાહને નમાવવા નિશ્ચય કર્યો, પણ તેના ઉપર તેને કાકા ફિરોઝખાન તથા માળવાના હોશંગને ભય તેવાઈ રહ્યો હતે. એટલે જ્યાં સુધી આવા શત્રુઓ સામા ઊભા હોય ત્યાં સુધી સૌરાષ્ટ્રમાં જવાનું તેને યેગ્ય જણાયું નહિ. પરંતુ સદ્ભાગ્યે તે કાર્યમાં સફળ થયે અને ત્રણ વર્ષ પિતાનું સ્થાન સ્થિર કરવામાં ગાળી ઈ. સ. ૧૪૧૪માં સૌરાષ્ટ્ર ઉપર એક મેટું સૈન્ય લઈ ચડયે. ચડાઈનાં કારણે : સુલતાન અહમદશાહને ચડાઈ કરવાનાં કારણે સહેજે કલ્પી શકાય તેમ છે. મહત્ત્વાકાંક્ષી સુલતાનને તેને વિજયધ્વજ સૌરાષ્ટ્ર પર લહેરાવવાની બહુ જ તીવ્ર ઈચ્છા હતી અને ધર્મ યુદ્ધ કરી ગાઝીનું પદ મેળવવાની લાલચ તેને ખેંચી રહી હતી. તેથી તેણે પ્રથમ સોમનાથ અને ગિરનાર પ્રતિ દષ્ટિપાત કર્યો. અહમદશાહને ગિરનારને ડુંગરી કિલ્લો જોવાની ઘણું જ ઝંખના થઈ હતી. તે ઉપરથી બંડખોરોની પાછળ તેણે તે દિશામાં દેડ કરી અને કઈ પણ રાજાએ મુસલમાન રાજ્યનું પૂરું ધારણ કરવાને પોતાની ડેક નીચી નમાવી ન હતી. તેથી શેર મલીકને સેરઠના રાજાએ પિતાના રક્ષણ નીચે રાખે, માટે તેના દેશ ઉપર ચડાઈ કરવાને સારે સબબ મળે.” અહમદશાહ સામે શેર મલીકે બંડ ઉઠાવ્યું અને નાસીને જૂનાગઢ ગયે. ત્યાં રહે તેને આશ્રય આપે. આ ગુનાનું કારણ આપી અહમદશાહે ચડાઈ કરી. વળી, રાહ છેલ્લા 13 વર્ષથી નિરંકુશપણે તદ્દન સ્વતંત્ર થઈ રાજ્ય ચલાવતા હતા અને અહમદશાહના પિતામહનાં મકેલાં થાણાઓ પણ તેણે ઉઠાડી મૂક્યાં હતાં. એ કારણે ઇ. સ. ૧૪૧૩માં તેણે પહેલી ચડાઈ કરી. પહેલી ચડાઈ : ઈ. સ. ૧૪૧૩ની ચડાઈમાં અહમદશાહ પિતે ન આવતાં સિન્યને મોકલ્યું હોવાનું જણાય છે. આ યુદ્ધ સંવત ૧૩૬ન્ના જેઠ સુદ ૭ને રવિવારના રોજ થયું. તેમાં સુલતાન હાર્યો, તેને માલ રાહે લૂંટી લીધે અને અહમદશાહનું સિન્ય બેહાલ થઈને પાછું ફર્યું. બીજી ચડાઈ : આથી ચિડાઈ અહમદશાહ પોતે પ્રબળ સૈન્ય લઈ ચડી આવ્યું. રાહ પાણી તથા ખોરાકની તંગી પડશે એમ ધારી વંથલીમાં ભરાયે, 1. સં. 1948 (ઇ. સ. ૧૮૯૨)ની સાલમાં જૂનાગઢ શરાફી બજારની પશ્ચિમ તરફની દુકાનના પાયામાંથી નીકળેલા શિલાલેખ ઉપરથી. (ગુલાબશંકર કલ્યાણજી વોરાકૃત જૂનાગઢનો ઇતિહાસ)