________________ 198 સૌરાષ્ટ્રને ઇતિહાસ રાજા માંડલિકે વિજલ વાજાને જેઢ મટાડે તેવું અનુમાન થઈ શકે છે, પણ તે વસ્તુ એટલી બધી વિવાદગ્રસ્ત છે કે આ સ્થાને તેની ચર્ચા કરવી આવશ્યક નથી. પ્રભાસપાટણનું બંડ : ઈ. સ. ૧૩૯૮માં સોમનાથ પાટણના ઠાકરોએ મુસ્લિમ સત્તા સામે બંડ ઉઠાવ્યું. વાજા રાજાએ થાણાને હાંકી કાઢ્યું અને પુન: સત્તા સ્થાપવા પ્રયત્ન કર્યો. આ બંડના પરિણામે મુસ્લિમેના થાણાને ત્યાંથી ઊઠી જવું પડયું અને પ્રભાસપાટણ ઉપર હિંદુઓએ આધિપત્ય સ્થાપ્યું. પણ માત્ર ત્રણ ચાર વર્ષ જ તે અધિકાર રહ્યા. ઈ. સ. ૧૪૦૨માં, પાછળ જોયું તેમ, મુઝફરખાને જાતે ચડી બંડ સમાવ્યું, હિન્દુ નાયકને સજા કરી અને સેમિનાથ પાટણ પર પુનઃ અધિકાર પ્રાપ્ત કર્યો. આ રાહના ત્રણ વર્ષના રાજ્યમાં બીજા કાંઈ બનાવ બન્યા નથી. તે ઈ.સ. ૧૪૦૦માં ગુજરી ગયે. તેની પાછળ પુત્ર હતા નહીં, તેથી તેને ભાઈ રાહ મેળગ (મેલક) ગાદીપતિ થયે. રાહ મેલક : ઈ. સ. ૧૪૦૦થી ઈ. સ. 1415. રાહ મેલક વા મેળગ વા મેલીંગદેવ દાસીપુત્ર હતું તેમ સેઠી તવારીખના વિદ્વાન કર્તા જણાવે છે. પણ તેની કાંઈ બીજી સાબિતી મળતી નથી. ગુજરાતની સ્થિતિ : રાહ મેલક શૂરવીર અને હિંમતવાન હતું. તે ગાદી 1. જુઓ મારો “પ્રભાસના વાજા રાજાઓ' એ લેખ “ગુજરાતી' તા. 21-5-1973 વિજલ વાજે માંડલિકને મિત્ર હતું. તેને કોઢ નીકળ્યા તેથી તે હિમાલય ગળવા જતાં માગમાં જૂનાગઢમાં આવેલા દામોદર કુંડમાં નહાવા ગયો. રાહને ખબર ન આપતાં સ્નાન કરી બ્રાહ્મણોને સોનાને હાથી આપી તે રવાના થયો. તેની દક્ષિણ ભાગ પાડવામાં બ્રાહ્મણે લડી પડયા ને માંડલિક પાસે ન્યાય માટે ગયા. ત્યારે માંડલિકને ખબર પડી કે તેને મળ્યા સિવાય વિજલ જતા રહ્યા. તેથી પાછળ જઈ વડાલ પાસે ગંગાજળિયા વોંકળામાં તેને પકડી, પાડ અને વાજા રાજાની ના છતાં તેને ભેટ અને વિજલનું રક્તપિત્ત મટી ગયું. ગંગાજળ ગયેશ પંડ તારૂં હતું પવિત્ર વિજાને રક્ત ગયાં અને તે વાળા માંડલિક” આ માંડલિક ૩જે નહીં પણ માંડલિક રજે; કારણ કે વિંજલને સમકાલીન માંડલિક બીજે હતા. માંડલિક ત્રીજે “રાહ ગંગાજળિયો' કહેવાતો તેવી પ્રચલિત માન્યતા છે, પણ જે તે બિરુદ તેને આ પ્રસંગ ઉપરથી પ્રાપ્ત થયું હોય તો તે ગંગાજળિયો રાહ બીજે માંડલિક હોવો જોઈએ. કઈ પણ ઐતિહાસિક પ્રમાણોની ગેરહાજરીમાં માત્ર અનુમાન જ દોરવાનું રહે છે. 2, વિશેષ વિગતે માટે જુઓ મારે લેખઃ “પ્રભાસના વાજા રાજાઓ: “ગુજરાતી" તા. 21-5-1937.