________________ 96 સૌરાષ્ટ્રને ઇતિહાસ નાગર મંત્રીઓ : એ જ સમયને સંવત ૧૪૪૦ને એક લેખ કે જે હાલમાં જૂનાગઢમાં છે તેમાં લખ્યું છે કે મંત્રી માધવના પુત્ર ધાંધની “રંભા કે મેનકા જાણે સેમેસનું પૂજન કરવા આવી હોય તેવી રૂપગુણવાળી, સંગીત અને નૃત્યમાં પ્રવીણ એવી પુત્રીઓ હાંસુ જાસુએ 500 રૂપિયા ખરચી બહુલા ગામે વાવ બંધાવી. સંવત 1445 (ઈ. સ. ૧૩૯૧)ને એક લેખ વંથલી પાસે ધંધૂસર ગામને છે. તેમાં તે વર્ષમાં રાહ એકલસિંહની બહેન હાનીએ તેના ભાઈને નાગર મંત્રી ગદાધર હસ્તક વાવ બંધાવી હતી તે ઉલ્લેખ છે. રાહ મોક્લસિંહના સમયમાં નાગરોનો વસવાટ આ દેશમાં સ્થિર બને હતો અને રાજકાજમાં નાગરે અને વણિકે મંત્રીપદે હતા તેમ સ્પષ્ટ થાય છે. મહુવાના ઈ. સ. 1381 (સવંત ૧૪૩૭)ને સુદા વાવના એક લેખ પરથી જણાય છે તે સમયમાં આ વાવ રાજા સુદના પ્રધાન વામનની સ્ત્રીએ બંધાવી હતી.” ઝરેડને રાવ : ઈ. સ. ૧૩૯૫માં સુલતાન મુઝફરે પ્રભાસપાટણ પાસે આવેલા ઝરંડના રાવ ઉપર ચડાઈ કરી. સુલતાનને હિન્દુઓએ નમતું આપ્યું નહીં, તેથી કતલ કરી અને બ્રાહ્મણની “પરીના જેવી ખૂબસૂરત સ્ત્રીઓ તથા બાળકે મુસલમાનનાં કેદી થયાં અને લૂંટથી હેડીઓ ભરાઈ ને તર થઈ ગઈ.” તેથી રાવ શરણે થયે. ઝફરખાને ત્યાંથી સોમનાથ ઉપર ચડાઈ કરી અને તે દેશના હિન્દુઓને તેર શમાવી સેમિનાથ દેવળ ઉપર કૂચ કરી, આ મશહૂર દેવળને તેડીને શહેરમાં મુસલમાન ધર્મ અને રિવાજ સ્થાપન કર્યા. 1. આ “રત્ન સાગરે નાગરે” મંત્રીએ કાના હતા તે લેખમાંથી મળતું નથી; પણ તે ભમના મંત્રીઓ હેય તે સંભવિત છે. 2. આ વાવમાં શેષશાયીની મૂર્તિ છે. જોકે તેને હાની ઢેઢડી કે જે સચ્ચારિત્ર્યવાળી હતી અને સતી થઈ હતી તેની ગણે છે. 3. રા નવઘણના સમયથી નાગર મંત્રીપદે હતા તે વાચકને આ ગ્રંથમાંથી જણાશે. 4. વોટસન. 5. તારીખે ફરિસ્તાનું આ વર્ણન છે. આ ગરંડ કયું? પ્રભાસપાટણ પાસે આવા નામનું tઈ રાજ્ય હોય તેવું રાધાનીનું શહેર નથી, તેમ હવા સંભવ પણ નથી. પસ્નાવડા ગામ પાસે એક સ્થળ “ઝુંડ' કહેવાય છે. ત્યાં વાજાઓનું રાજ્ય હતું. પણ ઝરંદ તે કદાચ જીણું દુર્ગ માટે લખાયેલ હોય તે સંભવિત છે. પણ તે પ્રભાસ પાસે હોઈ ન શકે. મિરાતે સિકંદરીમાં પણ આને જ મળતું ઝરંદનું વર્ણન છે. 6. મિરાતે સિકંદરી.