________________ સૌરાષ્ટ્રને ઇતિહાસ ઈ. સ. ૧૪૦૨માં મુઝફરખાનને કાને હકીકત આવી કે હિન્દુઓ પુનઃ સોમનાથની સ્થાપના કરે છે. તેથી તેણે ફરી ચડાઈ કરી. સોમનાથ પડયું અને ત્યાંના હિન્દુઓ નાસી દીવમાં ભરાયા. આખેય માર્ગ લૂંટતે બાળ અને ઉજજડ કરતે મુઝફર દીવ આવ્યું. ત્યાંને કિલ્લે તેના અજિત સિન્થ લીધે. દીવને હિન્દુ રાજા તેના સૈનિકે સાથે રણમેદાનમાં સામે થયો, પણ જીવતે પકડાયો. તેને તથા તેના દીવાન અને અમીરો વગેરેને હાથીના પગ નીચે છુંદાવી મારી નાખ્યા અને દીવનું પ્રસિદ્ધ દેવળ તેડી ત્યાં મજીદ બનાવી. દીવમાં ઈસ્લામના પ્રચાર અર્થે વ્યવસ્થા કરી તે પાછો ફર્યો. ગુજરાતના સુલતાનના પૂર્વજો : આ મુઝફરખાન કે જેણે અને તેના વંશજેએ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર પ્રબળ અને દીર્ધકાળ પર્યત મુસ્લિમ સત્તા જમાવી અને જેણે ઈસ્લામ ઝંડો આ ભૂમિમાં ર તે કોણ હતો તે પણ જાણવું જરૂરી અને રસપ્રદ છે. ફિરોઝ તઘલગ યુવરાજપદે હતા ત્યારે પંજાબના સરહિન્દ પ્રાન્તમાં સ્થાને શ્વર ગામ પાસે શિકાર ખેલતાં તે માર્ગ ભૂલ્યો અને સ્થાનેશ્વર ગામમાં એકલે જઈ ચડયે. આ ગામમાં સહારન અને સાધુ નામના ટાંક (તથીક–સૂર્યવંશી) રજપૂત જમીનદાર રહેતા. તેઓએ ફિઝિની આગતાસ્વાગતા કરી. તે દરમ્યાન ફિરેઝની દષ્ટિ તેમની બહેન પ્રતિ ગઈ અને તેને પિતાના રણવાસમાં લઈ જવા તે લલચા. પિતે કેણુ છે અને જે તેઓ પિતાની બહેન તેને પરણાવે તે તેને કેવું સુખ મળશે વગેરે વાત કરી સહારન અને સાધુની સમ્મતિ મેળવી તેની સાથે લગ્ન કર્યા અને તેઓ પણ તેની બહેન સાથે દિલ્હી ગયા. ટૂંક સમયમાં સહારન અને સાધુએ. ઇસ્લામ સ્વીકાર્યો. મહમહ તઘલગે સહારનને વજી ઉલ મુલકને ઈલકાબ આપે. તેના બે પુત્ર ઝફરખાન અને શરૂખાન થયા. તેમને ફિઝે અમીર બનાવ્યા અને આબ બરદાર પદે સ્થાપ્યા. ઝફરખાનને જન્મ ઈ. સ. ૧૩૪રની ૩૦મી જુને થયે. હતા અને ઈ. સ. ૧૩૯૧માં તે તે ગુજરાતને સૂબે થયે. તેણે તે પછી ગુજરાતની સૂબાગીરી માટે કેટલી જહેમત ઉઠાવી અને અંતે તે સ્વતંત્ર કેમ થયે તે આ ગ્રંથના વિષયવર્તલની બહાર હોવાથી તેની નેંધ અનાવશ્યક છે. મુસ્લિમ સત્તા : આ ઉપરથી પ્રતીત થશે કે આ રાહના કાળમાં સૌરાષ્ટ્રમાં મુસ્લિમ સત્તાએ પ્રબળ સ્વરૂપ પકડયું હતું, તથા અગત્યનાં મથકેમાં ઈસ્લામને પ્રચાર થઈ રહ્યો હતો. સ્થળે સ્થળે મજીદે બંધાવી હતી અને રાહ સુબાની સત્તા