________________ રજપૂત સમય 21 ઈ. સ. ૧૪૧૪ના પ્રારંભમાં અહમદશાહે વંથલીમાં ઘેરે ઘા. રાહે બહુ ટકકાર ઝિલાશે નહીં તેમ માની દરવાજા ખોલી નાખ્યા, અને સરિતાતીરે ભયંકર રણસંગ્રામ થયે. તેમાં કંઈક રજપૂતે કપાઈ ગયા અને રાહને ઝડે ધૂળમાં રગદોળાયે. રાહનો પરાજય થયે, વંથલી પડયું, તેથી તેણે ખસીને જૂનાગઢના ઉપરકેટને આશરે લીધે. ચપળ અહમદશાહે તેની પૂઠ પકડી અને ઉપરકેટ પાસે તેનું સૈન્ય આવે તે પહેલાં રાહ ગિરનાર ઉપર ચડી ગયે અને ગિરનારના ઉપરકેટમાં ભરાયે. અહમદશાહે ઘણી જ મુસીબત વેઠી ગિરનારના ઉપરકેટને ઘેર્યો અને અંતે રાહને બહાર નીકળવાની ફરજ પાડી. રાહને પરાજ્ય: મુસ્લિમ ઇતિહાસકારોના કથન અનુસાર રાહે નજરાણે ધર્યો અને અહમદશાહનું શરણ સ્વીકાર્યું. પરિણામે અહમદશાહે ખંડણ લઈ તેને છેડી મૂક્યું. અહમદશાહે જૂનાગઢમાં પ્રબળ સૈન્ય રાખ્યું, મુત્સદ્દી વર્ગના અમલદારે રાખ્યા અને ખંડણીને બાકીના હસ્તે ઉઘરાવવા પ્રભાસપાટણ તરફ કૂચ કરી. ચારણેનું મંતવ્ય અને રાહનું મૃત્યુ : આ રાહના અંત વિશે ચારણેના કથનથી મતભેદ થાય છે. ઉપર જોવામાં આવ્યું તેમ રાહે નજરાણે ધર્યો અને ખંડણી આપી તેમ ઈતિહાસકારોએ લખ્યું છે. પણ ચારણે પાસેથી મળેલી હકીકત અનુસાર અહમદશાહે ઉપરકેટને ઘેરે ઘાલ્યું. તેમાં રહે કેસરિયાં કર્યા, મૂઠીભર ચુડાસમાએ અને રજપૂતે સાથે તેણે સુલતાનના વિરાટ સૈન્યમાં ઝંપલાવ્યું અને ક્ષત્રિય રીતિએ તલવારની ધાર નીચે કાયા કપાવી નાખી. જે નજરાણે ભરવામાં આવ્યું તે આ રાહે નહીં પણ તેના મૃત્યુ પછી તેના પુત્ર અને યુવરાજ જયસિંહે ભર્યો. આ યુદ્ધ પછી, ઈતિહાસકારોના કથન અનુસાર પણ રાહ ઝાઝું જીવ્યા નહી. તેજ વર્ષમાં તે મૃત્યુ પામે. સમયને વિચાર કરતાં રાહત મેલક વીર પુરુષ હતે, રાહના વંશમાં તે શૂરવીર અને મહાન રાજાઓ પૈકીને એક હતું અને તેણે કેસરિયાં કરી રજપૂતની રીતિએ પ્રાણત્યાગ કર્યો હોય તે તે વિશેષ સંભવિત છે. રાહ મલકને મુઝફફરખાન અને અહમદશાહ જેવા મહાન રાજ્યકર્તાઓની સીધી આંખ નીચે રાજ્ય કરવાનું હતું. સોરઠમાં ઠેરઠેર મુસ્લિમ થાણાઓ હતાં, જમીનદારો હતા, કાઠીઓનું પ્રાબલ્ય વધતું જતું હતું. તેમ છતાં પિતાની ધીરતા, વીરતા, બલ અને બુદ્ધિથી તેણે રાહના વંશમાં ખેંગાર અને નવઘણ જેવા રાહે સાથે પિતાનું પદ મેળવ્યું.