________________ 199 રજપૂત સમય પતિ થયે ત્યારે તૈમુર લંગના પ્રહારમાંથી શાહી સત્તા મુનર્જીવિત થતી હતી. ગુજરાતમાં જે મુઝફરખાન ન હેત તે ગુજરાત પણ સ્વતંત્ર થઈ ગયું હતું અને મુસ્લિમ સત્તા તૂટી પડત. પણ મુઝફરખાન જે કાબેલ અને દીર્ઘદૃષ્ટિ સૂબે હતે. તેણે આ તકનો લાભ લઈ પોતે જ રાજ્ય સ્થાપ્યું. મુઝફફરના પુત્ર તાતારખાનની સત્તા અને લાગવગ વધતી જતી હતી. તેણે તેના પિતાને દીલ્હી પર ચડાઈ કરવા અને ત્યાંને તાજ ધરવા આગ્રહ કરવા માંડે; કારણ કે દિલ્હીમાં તેનાથી વિશેષ કે તેના સમાન બળવાન અમીર બીજે ન હતું. પરંતુ વૃદ્ધાવસ્થાને આરે પહોંચેલા મુઝફફરને દિલ્હી લેવા જતાં ગુજરાતને તાજ બેવાનું જોખમ વહેરવાનું એગ્ય જણાયું નહિ. મુઝફફર તેમ છતાં ગુજરાત છેડી બહાર જઈ શકે તેમ હતું નહિ. આથી પિતાનું સ્થાન મજબૂત કરવા ગુજરાતના સરદારે તથા રાજાઓને સહકાર મેળવવામાં તે પ્રવૃત્ત થયે. આવી પરિસ્થિતિને લાભ લઈ રાહ મેલીંગદેવે જૂનાગઢનું થાણું ઉઠાડી મૂકયું, ત્યાંના મુસ્લિમોને પિતાની હકૂમત ની લીધા અને જેઓ ન આવ્યા તેઓ પૈકી એખરે, મલેક, મુલતાની વગેરે હતા. તેઓ પાસેથી રાહે વચન લીધું કે તેઓએ દાઢી બોડાવવી, ગૌવધ ન કરે અને મજીદમાં જળાધારી અને શિવલિંગની મૂર્તિઓ રાખવી. રાહની રાજ્યનીતિ : મેલીંગદેવ ઘણે સાહસિક હતું. તેને દીવાન હીરાસિંહ હતું. તેની સહાયથી તેણે નાના નાના ઠાકરને જીત્યા અને પિતાનાં સૈન્યોને બળવાન બનાવી તેને ધનકેષ સમૃદ્ધ કરી મુસ્લિમ સત્તા સામે ઊભા થવા કમર કસી. સંગે પણ અનુકૂળ થતા જણાયા. મુઝફફરખાને જ્યારે તાતારખાનની સલાહ ન માની દિલ્હી ઉપર ચડવા અનિચ્છા બતાવી ત્યારે તાતારખાને તેના પિતા મુઝફફરને કેદ કર્યો અને પિતે ગુજરાતની ગાદી ઉપર ચડી બેઠી. અમીરેમાં પણ પક્ષો પડયા. રહે તેથી તેર વર્ષ સુધી નિરંકુશપણે રાજ્ય કર્યું. ગુજરાતની દિશામાંથી તેને ભય રહ્યો નહિ. અહમદશાહની ચડાઈ : તે દરમ્યાન પોતાના દાદાને મારી અહમદશાહ ગાદીએ આવ્યું. તેનામાં પૂર્વજોનું શૌર્ય હતું, તેના પિતાની સાહસિક વૃત્તિ હતી અને તેના પિતામહની દીર્ધદષ્ટિ અને ધર્મઝનુન હતાં. તે યુવાન હતું, ચંચળ હતું, મહત્વાકાંક્ષાથી ભરેલા અને સમયસૂચક હતે. છે. આ હકીકત સેરડી તવારીખના ગુજરાતી ભાષાંતરમાં રાજા ખેંગાર બિન જયસિંહ નિસ્બતે જણાવી છે. આવી શરતે રાહ કરે અને મુરિમે કબૂલ કરે તે સંભવતું નથી. અને ખાસ કરીને જ્યારે ગુજરાતની ગાદી ઉપર મુઝફફરખાન જેવો બળવાન અને ધર્મધ સૂબો હાય ત્યારે ! અને રાહ તેટલી હિમત કરે તે પણ માનવા યોગ્ય નથી.