________________ રજપૂત સમય ઝાલાવાડ: આ રાતના સમયમાં ઝાલાવાડના ઝાલા રણમલસિંહ ઈ. સ. ૧૩૯૨માં ગાદીએ બેઠા, તે મારવાડમાં કોઈ સ્થળે પરણવા ગયા. ત્યાં બારમેર કેટડાના રાઠોડેએ કઈ અનુમાનિત કારણે તેને પકડી કેદ કર્યા. રાજા રણમલસિંહના યુવરાજ છત્રસાલજીએ સૈન્ય લઈ મારવાડ પર ચડાઈ કરી પોતાના પિતાને છોડાવ્યા. અને પાછળથી પતે રાજા થયા ત્યારે બારમેર કોટડા ઉજજડ કરી ગધેડાનાં હળ ફેરવ્યાં. આ મારવાડની ચડાઈમાં રાહે પિતાનું સૈન્ય કહ્યું હતું. રાહે મુસ્લિમ સૂબાઓને ખુશ રાખી પિતાની રાજસત્તા ટકાવી રાખી હતી. હિન્દુ રાજાઓ જાણતા હતા કે મુસ્લિમે માત્ર ધન અને ધર્મના પ્રેમી છે. અને તેમની લોલુપતા એટલી પ્રબળ છે કે સૌરાષ્ટ્રમાં જ્યાં સુધી તેઓની સ્વાર્થવૃત્તિને પિષી શકે તેટલું બળ હશે ત્યાં સુધી જ તેઓ રહેશે અને તેઓ પોતાની સ્વાધીનતા તેઓની પીઠ ફરતાં કે બળ ઘટતાં પુનઃ પ્રાપ્ત કરી શકશે. તેથી તેઓ ધન આપીને અને ધાર્મિક જીભે ચૂપચાપ સહન કરીને માત્ર એગ્ય સમયની રાહ જોતા હતા. રહે પણ આ જ નીતિ સ્વીકારી બળવાન શત્રુઓ સામે યુદ્ધ ખેલી ખતમ થઈ જવાનું તેને વાસ્તવિક જણાયું નહિ. - વંથલી: મુસ્લિમ થાણું જૂનાગઢમાં હતું અને તેને અધિકારી રાહના માર્ગમાં અનેક અંતરાય ઊભા કરતે. તેથી રાહે તેની ગાદી વંથળી ફેરવી નાખી કે શાહી સત્તાએ તેને તેમ કરવા ફરજ પાડી. ઘુમલી ઉપર ચડાઈ : મુસ્લિમ નીતિ હિંદુ રાજાઓને પરસ્પર લડાવી નબળા પાડવાની હતી. તે અનુસાર રાહને મુસ્લિમ સૈન્ય સાથે ઘુમલી ઉપર ચડાઈ લઈ જવા આજ્ઞા થઈ. સંયુક્ત સૈન્ય સૌરાષ્ટ્રના આ પુરાતન શહેર ઉપર ચડયાં અને નાશ પામી ચૂકેલા આ સ્થાનને સર્વનાશ કરી જેઠવાના સમુદ્રકાંઠાનાં થાણુઓ જીતી લીધાં. ઘુમલીના જેઠવા રાજાએ પણ તેનું શિર મુસ્લિમ આક્રમણકારે સામે નમાવ્યું. રાહ એકલસિંહ ઈ. સ. ૧૩૭માં વીસ વર્ષનું રાજ્ય ભેગવી ગુજરી ગયે. રાહ માંડલિક રજો : ઈ. સ. ૧૩૦થી ઈ. સ. 1400 મુસ્લિમ સત્તા : રાહ માંડલિક રજે ગાદીએ આવ્યો ત્યારે જૂનાગઢમાં મુસ્લિમેનું થાણું હતું અને તેના થાણદારની સીધી નજર નીચે વંથલીનું રાજ્ય ચાલતું તેમ કહેવામાં અતિશયેક્તિ નથી. રાહ માંડલિક બળવાન રાજા ન હતે. તેમ મોટી ઉંમરે ગાદી ઉપર આવેલ હોવાથી તેનામાં જોઈએ તેટલે ઉત્સાહ પણ ન હતા. ભાટ લેકે તેને શૂરવીર, ઉદાર અને પવિત્ર કહે છે, પણ તેની શુરવીરતાનો દાખલો મળતો નથી.