________________ 15 રજપૂત સમય નીચેના ખંડિયા જેવી સ્થિતિમાં આવી પડેલે રાજા હતા. માંગરોળના ઉપલબ્ધ શિલાલેખેથી તે જ શહેરની મજીદે અને કિલ્લા પર આટલું બધું ધ્યાન અપાયું તે જોવામાં આવ્યું છે. કદાચ તે હજ પઢવા રે જતા મુસ્લિમ માટે સગવડ આપવા માટે પણ હોય, પણ તેથી એમ સમજી શકાય નહીં કે મુઝફર જે દૂરંદેશી અને બળવાન રાજનીતિજ્ઞ માંગરોળનું સંરક્ષણ કરે અને બીજા શહેરે છોડી દે. તેણે સૌરાષ્ટ્રનાં અગત્યનાં મથકે કબજે કર્યા હતાં, પણ હિન્દુ રાજાઓ પાસેથી ખંડણી સ્વીકારી તેઓને ઉછેદ કર્યો ન હતો. રાહે પણ તેની આજ્ઞાથી વંથલીમાં રાજધાની કરી અને જૂનાગઢમાં મુસ્લિમ થાણું મુકાવ્યું. વળી બીજું પણ એક કારણ છે કે હિન્દુ રાજાઓએ તેમના પર ઇસ્લામને અસર થવા દીધી ન હતી અને જ્યારે જ્યારે અવસર આવો ત્યારે ત્યારે તેઓ મુસ્લિમ થાણુંઓ હાંકી કાઢતા અને સ્વતંત્રપણે રાજ્ય ચલાવતા. પણ આ રાહના સમયમાં એવા અર્ધ સ્વાતંત્ર્ય યુગને પણ અંત સમીપ હતે. માંગરોળ, દીવ તથા એવા બીજા કંઈક નાના ઠાકરેની ઠકરાતે નાશ પામી હતી અને ખાલસા પ્રદેશમાં જોડી દેવામાં આવી હતી. પ્રભાસને રાજા ભમ : પ્રભાસને અધિપતિ તે સમયે બીજે રાજા ભર્મ હતું. તે ઈ. સ. ૧૩૮૧માં ગાદી ઉપર આવ્યું. આ વીર રાજાએ પ્રભાસનું સ્થિતિ સ્થાપક રાજ્યતંત્ર એવી કુનેહથી ચલાવ્યું કે ચડાઈએ થાય, પ્રભાસ પડે અને આક્રમણકારી સૈન્ય જાય એટલે તરત જ તે પાછો રાજ્યસત્તા સ્થાપે. તેણે તેના પુરોગામી તથા ભાઈ રાજા મેઘની પાછળ બ્રાહ્મણોને મેઘપુર ગામ વસાવીને આપ્યું. તેને કરમસી નામને પ્રાગ્વાટ (પરવાડ) મંત્રી હતા. તે ગુર્જરપતિના મંત્રી તેજાના પુત્ર રણને પુત્ર હતા. અને તેની પુત્રી યમુના હતી. તેના નામ પાછળ સંવત ૧૪૪રના આષાઢ સુદ 5 (ઈ. સ. ૧૩૬૮)ના લેખ મુજબ રાજા ભમે પાટને કિલ્લે સમરાવ્યું અને ઘણે ભાગ વધાર્યો. ભુવડનું તળાવ પણ તેમણે બંધાવ્યું. 1. ગુજરાત સર્વસંગ્રહ (પા. ૩૦૨)માં લખ્યું છે કે મુસ્લિમ સત્તાનું પ્રાબલ્ય હોવા છતાં જાનાગઢને રાહ અને રાજપીપળાના રાજા સ્વતંત્ર હતા. રાહ ઝફર સામે કઈ યુદ્ધ કરીને તેની સત્તાનાં વધતાં પૂર ખાળ્યાં નથી કે ખાળવા પ્રયત્ન કર્યો નથી. એથી પ્રતીત થાય છે કે તેમની સ્વતંત્રતા પણ આક્રમણકારી મુસ્લિમ સૈન્ય પાસે ટકી નહિ શકી હોય. 2. ધામળેજને શિલાલેખ : જુઓ મારે લેખઃ પ્રભાસના વાજા રાજાઓઃ “ગુજરાતી” તા. 21-5-33 તથા કમશ: 3. ધામળેજનો શિલાલેખ.. 4. ભુવડ પ્રભાસપાટણથી 10 માઈલ દૂર છે. તેના તળાવને શિલાલેખ. 3. ધામળજના રિલાલા by 1}